Posts

‘મારી હકીકત’ લે.નર્મદ-પ્રો.રમેશ સાગઠિયા

‘ મારી હકીકત ’ લે.નર્મદ- સાહિત્ય સ્વરુપ-આત્મકથા. ઇ.સ.1866. આ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જેમને ‘ અર્વાચીનોનાં આદ્ય ’ તરીકે ઓળખવામાં આવે છે કવિ નર્મદની આત્મકથા છે. જેમાં એમણે પોતાનાં જીવનનાં આરંભનાં તેત્રીસ વર્ષોની વિગતો આપી છે. ગુજરાતી સાહિત્યનું સૈધ્ધાંતિક કહી શકાય એવું આત્મકથાનું એ રુપ છે. આત્મનિરીક્ષણ, ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનો એક ઉત્તમ નમૂનો આપવો અને પોતાનાં જીવનનું નિખાસલ સત્યકથનનાં ઉદ્દેશ સાથે આ આત્મકથા લખાયેલી છે. એમાં બાળપણથી માંડીને એમનાં સિધ્ધિનાં શિખરો સુધીની યશકથા પણ જોવા મળે છે. ઇ.સ.1866માં લખાયેલી પણ ઇ.સ.1934માં પ્રગટ થયેલી છે. એ લખે છે મને દલપતરામની થતી પ્રશંસાની ઇર્ષા થતી, અહંકાર, મોટાઇનો ગુણ, સુરતી વિચાર અને મિજાજી વ્યક્તિત્વ,   મિથ્યાભિમાન અને આવેશી પ્રકૃતિ, બડાશની કુટેવ વગેરેની નોંધ કરીને પોતાનાં દોષ પણ વર્ણવ્યા છે. તૂટક લખાણ, અધૂરી મળતી માહિતી, પ્રવાહી શૈલીનો અભાવ, જુદી જુદી નોંધને ભેગી કરી લખવાનો પ્રયાસ, ક્યાંક પ્રાકૃતપણું, બરછટપણું અને ભાષા અને શબ્દ પસંદગીમાં ક્યાંક દોષ દેખાય છે, પણ આજથી દોઢસો વર્ષ પૂર્વેનાં આપણા ગુજરાતી સાહિત્યકારશ્રીની શબ્દશ્ર...

‘મિથ્યાભિમાન’-દલપતરામ.-પ્રો.રમેશ સાગઠિયા

‘ મિથ્યાભિમાન ’ -દલપતરામ. ગુજરાતી નાટક-ઇ.સ.1871માં પ્રસિધ્ધ. દલપતરામે બે નાટકો લખ્યા છે, ‘ લક્ષ્મીનાટક ’ અને ‘ મિથ્યાભિમાન ’ એમની આ નાટ્ય રચના કચ્છની એક સ્પર્ધામાં રુ.100 ઇનામ મેળવવાર્થે લખાયેલું, જીત્યા બાદ એમને દોઢસો રુપિયા ઇનામ મળેલું. ગુજરાતીનું લોકપ્રિય અને હાસ્યરસ પ્રધાન નાટક છે. આઠ અંકમાં લખાયેલું છે. મિત્ર ફાર્બસ સાહેબ પાસેથી એક ગ્રીક નાટકનો અંગ્રેજી અનુવાદ સાંભળીને દલપતરામે ‘ લક્ષ્મીનાટક ’ લખ્યું. તો ભવાઇશૈલીનો પ્રભાવ ઝીલીને ‘ મિથ્યાભિમાન ’ નાટક લખ્યું. સળંગ અને સફળ હાસ્યરસ પ્રધાન નાટક છે. જીવરામ ભટ્ટ એનો નાયક છે. જે રતાંધળો છે. રાતે જોઇ શકતો નથી, દંભી છે, એક વાર રાતનાં સમયે જીવરામ ભટ્ટ સસરાને ઘેરે જાય, બધાને ખબર છે કે જીવરામ ભટ્ટ રતાંધળો છે; પણ એ પોતે દંભી હોવાથી એ વાતને સ્વીકારતો નથી. અનેક પ્રશ્નોમાં અટવાય છે, અભિમાની અને દંભી હોવાથી વારંવાર ઠ્ઠામશ્કરીનો ભોગ બને છે. ચાલાકીથી જવાબ આપે છે, પણ પાછો પકડાઇ પણ જાય છે. કેટલી આંગળીઓ છે? નો જવાબ ચાર આપે છે, અંગુઠો આંગળીમાં ના ગણાય એવો જવાબ આપીને પોતાની હાંકે છે.હાજરજવાબી બનવા જાય છે, અંતે રાતે અંધારામાં ચોર ગણીને પોલીસ ...

‘કરણઘેલો’ – નંદશંકર મહેતા.-પ્રો.રમેશ સાગઠિયા

‘ કરણઘેલો ’ – નંદશંકર મહેતા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા – ઇ.સ.1866માં પ્રગટ. આ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા તરીકે મહત્વની કૃતિ છે. ઇ.સ.1866માં લખાયેલી અને નંદશંકર મહેતાની આ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી કથા છે. જો કે એની પહેલાં મહિપતરામ રુપરામ નીલકંઠે ‘ સાસુ વહુની લડાઇ ’ નામની નવલ લખેલી, પણ એમાં કથા છે, નવલકથા નથી બનતી, એવું જ ઇ.સ.1862માં એક પારસી દ્વારાં લખાયેલી ‘ ગુજરાત મધ્યેનું એક ગરીબ ઝૂંપડું ’ મળે છે, તે પણ એક ફ્રેંચ નવલકથાનો અંગ્રેજી અનુવાદનો સંક્ષિપ્ત આલેખ બની રહે છે, મૌલિક નવલકથા બનતી નથી. નંદશંકર મહેતાને એમનાં અંગ્રેજ મિત્ર રસેલે કહ્યું કે અંગ્રેજીમાં વોલ્ટેર જે પ્રકારની નવલકથા લખે છે એવી નવલકથા લખો. તેથી ‘ ફાર્બસ રાસમાળા ’ માંથી હિંદુસ્ત્તાનનો છેલ્લો રાજા કરણ વાઘેલો નું કથાકેન્દ્રી, તેમાં કાલ્પનિક રંગો ઉમેરીને આ ‘ કરણઘેલો ’ નવલકથા લખાયેલી છે. નંદશંકર શરુઆતમાં જ એનાં ઉદ્દેશને જણાવતાં કહે છે..- ‘ મગરુબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, અને પાપનો ક્ષય ’ દર્શાવવાનો મારો ઉદ્દેશ છે. કથા આ પ્રમાણેની છે.-ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણદેવ વાઘેલો લંપટ અને સ્ત...

ડો.કલ્યાણ વૈષ્ણવ - દલિત સાહિત્યકારશ્રી

ડો.કલ્યાણ વૈષ્ણવ. જન્મતારીખ=1 જૂન ઇ.સ.1955. જન્મસ્થળ=બેટાવાડા તા.કપડવંજ જિ.ખેડા. હાલનું સરનામું=120/2 સેકટર-6બી, ગાંધીનગર-382006. અભ્યાસ=એમ.એ./પીએચ.ડી. (હિન્દી) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર (એમ.એન.કોલેજ, વિસનગર) સંપર્ક=97259-56490. પ્રકાશિત પુસ્તકો= (1) ‘આંખ’ (દલિત કાવ્યસંગ્રહ) (2) ‘અકબંધ આકાશ’ (કાવ્યસંગ્રહ) (3) ‘નરેશ મહેતા કે કાવ્ય કા અનુશીલન’ (પીએચ.ડી.થિસીસ પુસ્તક રુપે) પારિતોષિક= (1) ‘ભારત શિક્ષારત્ન એવોર્ડ’ દિલ્હી ડિસેમ્બર-2012. (2) ‘હિન્દી સાહિત્ય અકાદમી’ –રાજસ્થાન. (3) ‘હિન્દી સાહિત્ય અકાદમી’-મધ્યપ્રદેશ. નોંધ= ડો.કલ્યાણ વૈષ્ણવ હિન્દીનાં અધ્યાપક તરીકે વિસનગરની સરકારી એમ.એન.કોલેજમાં વર્ષોથી અધ્યાપન કાર્ય કરે છે. ડો.વૈષ્ણવ વર્ષોથી કવિતાઓ લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ’ ઇ.સ.2003માં સંગ્રહસ્થ થાય છે. ત્યારે તેમની કવિતામાં રહેલું વિત્ત ઘણાં જ દલિત વિવેચકોને પારખેલું. કવિશ્રી ભી. ન.વણકરે ‘આંખ’ની પ્રસ્તાવના લખીને ડો.કેકે.વૈષ્ણવને કવિતાઓને સુપેરે ખોલી આપી હતી. કવિશ્રીને નાનપણથી ઘણી જ આપદાઓ વેઠવી પડેલી છે. ધનાભગત તરીકે ઓળખાતા દાદાજીનાં ઘેર સમાજનાં લોકોની આવજા રહેતી. ગોર મહારાજ, વહીવંચા...

શ્રી શિરીષ પરમાર=દલિત સાહિત્યકારશ્રી

શ્રી શિરીષ પરમાર. જન્મતારીખ=23 ઓકટોમ્બર ઇ.સ.1939. જન્મસ્થળ=અમદાવાદ. વતન=અમદાવાદ. હાલનું સરનામું-639, ખસીપુર, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-22. અભ્યાસ-જૂની એસ.એસ.સી. (મેટ્રીક) અને ચિત્રકલાનો અભ્યાસ. વ્યવસાય=કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત. સંપર્ક=99130-96245. પ્રકાશિત પુસ્તકો= (1)=’થીજી ગયેલી રાત’ (ઇ.સ.1986-નવલિકાસંગ્રહ) (2)=’સીમનાં અંધારાં’ (ઇ.સ.1991-ભૂતકથાઓ) (3)=’નાથબાબાનો ચમત્કાર’ (ઇ.સ.1997-બાળવાર્તાઓ) પારિતોષિક= (1) ‘નવચેતન’ માસિક દ્વારાં ‘ઘરનો સાદ’ વાર્તાને ઇ.સ.1981-82નો કુમારી અલ્પના ગુણવંત શાહ વાર્તાચંદ્રક. (2) ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીનો ડો.આંબેડકર ફેલોશીપ ચંદ્રક. નોંધ-શિરીષ પરમાર એક એવા સર્જક છે કે જ્યારે દલિત સાહિત્યકારોમાં એકાદ-બે સર્જકો સર્જન કરી રહ્યાં હતાં ત્યારે તેઓ વાર્તાઓ લખતાં હતાં. ચિત્રકામ ઉપરાંત સાહિત્ય વાંચન તથા લેખનની રુચિને કારણે ‘ચાંદની’, ‘રંગતરંગ’, ‘આરામ’, ‘નવચેતન’, ‘શ્રીરંગ’ જેવા સામયિકોમાં એમની નવલિકાઓ પ્રગટ થઇ હતી. આ વાર્તાકાર ઇ.સ.1980 પછી તો સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઇ ગયા હતાં. શિરીષ પરમારનું વાર્તાકાર તરીકે તે વખતે ખૂબ નામ જાણીતું હતું...

શ્રી નગીનચંદ્ર ડોડિયા-દલિત સાહિત્યકારશ્રી

દલિતસર્જકશ્રી નગીનચંદ્ર ડોડિયા. જન્મતારીખ= 1લી જૂન ઇ.સ.1951. જન્મસ્થળ=પાટણ, વતન=પાટણ. હાલનું સરનામું=23, ખોડિયારનગર સોસાયટી, મોતીશાગેટ, ટેકરા ઉપર, પાટણ (ઉતર ગુજરાત) પીનકોડ નંબર=384265. અભ્યાસ=એમ.એ. વ્યવસાય=પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી. સંપર્ક (ઘર-02766-292861) મોબાઇલનંબર-99245-54878. પ્રકાશિત પુસ્તકો= ’પિંજિકા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થવામાં... નોંધ-શ્રી નગીનચંદ્ર ડોડિયા એક મહત્વનાં દલિત કવિ છે. જ્યારે દલિત કવિતાનો ઉદભવકાળ હતો તે સમયથી એમની કાવ્યરચનાઓ પ્રગટ થવા માંડી હતી. હજી સુધી એમનો એકપણ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી, પરંતુ; તેમનાં બે કાવ્યસંગ્રહો પ્રગટ થાય તેટલાં કાવ્યો એમણે લખ્યાં છે. પ્રારંભમાં ભગીનચંદ્ર પરમારનાં નામે લખતાં આ કવિને લોકો સમક્ષ પુસ્તકાકારે પ્રગટ થવાની જરાય મહત્વાકાંક્ષા નથી. લગભગ 1980 પછી કવિતા લખવાની શરુઆત કરનાર આ કવિ હવે ટકોરાબંધ રચનાઓ થકી આપણી સમક્ષ પ્રગટ થયા ત્યારે એમનાં કાવ્યો માણવાની મજા પડશે તેમ નિ:શંક કહી શકાય. આ કવિને પહેલાં ધોરણથી જ કવિતા ગમતી હતી. બીજા ધોરણમાં આખા વર્ગને મોઢે કવિતાઓ ગવડાવતાં.આઠમા ધોરણથી છંદોબધ્ધ કવિતાઓનું ભાવન એમને આગળ જતાં ખૂબ ખપમાં આવ્યું છ...

ડો.આર,એચ.વણકર (પ્રો.ડો.વણકરસાહેબ)

ડો.આર.એચ.વણકર.(ડો.રમણિકભાઇ વણકર) જન્મતારીખ=1-જૂન ઇ.સ.1954. જન્મસ્થળ=મું લાલ માંડવા, તા,કપડવંજ, જિ.ખેડા. હાલનું સરનામું-‘પ્રકૃતિ’ મારુતી સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી પાસે, ઢાંક માર્ગ-ઉપલેટા-360490. અભ્યાસ=બુ.અ.પ્ર./એમ.એ./પીએચ.ડી. (હિન્દી વિષય) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર, શ્રીમતી આર.પી.ભાલોડિયા મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ-ઉપલેટા. સંપર્ક (ઘર-02826-223585) મો.94285-85943. પ્રકાશિત પુસ્તકો= (1) ‘તુલશી મુક્તાવલી (અનુવાદ) ઇ.સ.1996. (2) ‘તુલશી દોહાવલી’ (સંપાદન) ઇ.સ.2003. (3) ‘ટોલ્સટોય’ (અનુવાદ) ઇ.સ.2003. (4) ‘દલિત સાહિત્ય આંદોલન’ ઇ.સ.2003. (5) ‘દાદુનું જીવનદર્શન’ ઇ.સ.2006. (6) ‘ગુજરાતી દલિત સાહિત્યકાર પરિચય કોશ’ ઇ.સ.2006 (7) ‘હિન્દી કી શ્રેષ્ઠ દલિત કહાંનિયા’ ઇ.સ.2007. (8) ‘શિક્ષણ:ઓશોની દષ્ટિએ’ ઇ.સ.2008. (9) ‘દલિત ડેપ્યુટી કલેકટર’ (નાટક) ઇ.સ.2009. (10) ‘રશ્મિરથી’ સમગ્ર મૂલ્યાંકન ઇ.સ.2010. (11) ‘છાપરું’ (નવલકથા-અનુવાદ) ઇ.સ.2010. (12) ‘જૂઠન’ (આત્મકથા-અનુવાદ નોંધ) ઇ.સ.2013 નોંધ=ડો.આર.એચ.વણકરે પ્રારંભમાં દેવગઢ બારીયાથી બુ.અ.પ્ર.કરીને જામનગર જિલ્લાનાં જુવાનપુર ગામમાં નોકરીની શરુઆત કરી અને એક વર્...