મહાત્મા જોતિબા ફૂલેજી
મહાત્મા જોતિબા ફૂલે. (મહારાષ્ટ્રનાં ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક) સંક.પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ) ઇ.સ.1827માં પુણે (મહારાષ્ટ્ર)માં જન્મ.. પિતાશ્રી -ગોવિંદરાવ અને માતાશ્રી-ચિમણાબાઇ મૂળ અટક-ગો-હે. ફૂલનાં વ્યવસાય સાથે જોડયેલાં હોવાથી ‘ફૂલે’ અટકથી જાણીતાં થયાં.. મૂળ વતન-સતારા જિલ્લાનું પુરંદર તાલિકાનું ખાનવડી ગામ. ત્યાં સ્થાયી થયાં.. ઇ.સ.1834માં સાત વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં પ્રવેશ. શાળાનું વાતાવરણ સારું ના હોવાથી પિતાએ શાળા છોડાવીને બાગ-કામમાં લગાડી દીધાં.. ઇ.સ.1840માં સાવિત્રીબાઇ સાથે લગ્ન કર્યા..જે પાંચ દાયકા સુધી પતિની સાથે સમાજસુધારા અને શિક્ષણને મહત્વ આપીને પૂર્ણ નિષ્ઠા ને નિયત-નીતિ-નિસ્બત અને નિજાનંદે સહકાર આપે છે. ઇ.સ.1842માં અંગ્રેજી શાળામાં દાખલ થયાં.. ઇ.સ.1843-44માં શાળામાં જ લહુજીબુવા પાસેથી પહેલવાની શીખ્યાં-અંગ કસરતનાં દાવ શીખ્યાં. ઇ.સ.1845માં શિક્ષણની સાથોસાથ સમાજસુધારણાનું વ્રત લીધું.. ઇ.સ.1848માં કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવા પુણેમાં છોકરાઓ માટે શાળા શરુ કરી. ...