દલિત ચળવળકાર શ્રી નામદેવ ઢસાળજી
નામદેવ ઢસાળ.
(દલિતમૂવમેંટકાર) મરાઠી સાહિત્યકાર
ઇ.સ.1949માં 15 ફેબ્રુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં પુણેનાં રાજગુરુનગરનાં પુરકનેસર ગામે જન્મ.. શરુઆતની 43 (તેંતાલિસ) વર્ષની જિંદગીમાં કામાઠીપુરા નામના કામગાર વિસ્તારની એક ચાલીની એકમાત્ર ઓરડીમાં ગરીબીમાં જિંદગી વિતાવી હતી.. શાળાંત પરીક્ષા પાસ કરી, વ્યાવસાયિક કારકીર્દિની શરુઆત કરેલી હતી.. ઇ.સ.1965થી ઇ.સ.1971 સુધીનાં ગાળામાં ભાડાની ટેક્સી ચલાવી હતી.. ‘ઇપ્ટા’નાં લોકકવિ અમરશેખનાં દીકરી મલ્લીકા હતાં, એમની સાથે લગ્ન કર્યા.. ઇ.સ.1972માં નામદેવ ઢસાળનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગોલપીઠા’ પ્રકાશિત થયેલો.. (જેમાં સમગ્ર મુંબઇની અંધારી આલમનાં ફોરાસ રોડ ઉપરનાં વેશ્યાઓ, એનાં દલાલોની ખુલ્લેઆમ ચિત્રણ કરવામાં આવેલું.. ’ગોલપીઠા’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ‘વિશેષ જીવન ગૌરવ’ એવોર્ડ મળ્યો..
ઇ.સ.1992માં મુંબઇમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોથી પ્રભાવિત થતાં, નામદેવ ઢસાળજીએ કામાઠીપુરની ઓરડીને છોડીને અંધેરીનાં પરાવિસ્તારમાં સ્થળાંતર કરવું પડયું.. ત્યાં આજીવિકા માટે ચીની ખાદ્યપદાર્થોની લાળી (રેંકડી) શરુ કરી-ચલાવી ગુજરાન કરવું પડ્યું.. સાથોસાથ કાવ્યસર્જન પણ કરતાં રહ્યાં..
ઇ.સ.1997 સુધી ડો.બાબાસાહેબ આંબેડકરનાં વિચારોથી એમણે જાતિવાદી અને આર્થીક વિષમતાનું સ્વપ્નું જોયેલું હતું.. તેથી ‘રિપબ્લિકન પાર્ટી’ સાથે સક્રિય રીતે જોડાયેલાં રહ્યાં હતાં.. ઇ.સ.1998 પછીથી તેઓ શિવસેનામાં જોડાયાં..નાગપાડા વિસ્તારની વિધાનસભાનાં સભ્ય તરીકે જાહેરાત, પણ છેલ્લી ઘડીએ લડવાની તક જતી કરવી પડી હતી.. ઇ.સ.2004 સુધીમાં એમણે 7 (સાત) જેટલાં કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા.. ઇ.સ.2004માં ‘હાડકી હાડવળા’ નવલકથા પ્રગટ..જેને સાહિત્ય અકાદમીએ પુરષ્કૃત કરી.. અને મહારાષ્ટ્ર રાજ્યનાં પુરષ્કાર પણ મળેલ.. થોડોક સમય તેમણે ‘સત્યતા’ નામનું મરાઠી સામયિક શરુ કરેલું, પણ આર્થીક ભીંસથી લાંબો સમય ચલાવી શક્યા નહીં.. એમણે પોતાની કેફિયતમાં કહ્યું: ‘મારું સમગ્ર જીવન મારાં સમગ્ર સર્જનમાં જોઇ શકાશે’. તો એમનાં પત્નિ મલ્લિકાએ પોતાનું આત્મચરિત્ર ‘ઉદધ્વસ્ત વ્હાયચંય મલા’ (‘છિન્નભિન્ન થવું છે મારે’) શીર્ષકથી પ્રગટ.
Comments
Post a Comment