મહાત્મા જોતિબા ફૂલેજી
મહાત્મા જોતિબા ફૂલે.
(મહારાષ્ટ્રનાં ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક) સંક.પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ) ઇ.સ.1827માં પુણે (મહારાષ્ટ્ર)માં જન્મ..
પિતાશ્રી -ગોવિંદરાવ અને માતાશ્રી-ચિમણાબાઇ મૂળ અટક-ગો-હે. ફૂલનાં વ્યવસાય સાથે જોડયેલાં હોવાથી ‘ફૂલે’ અટકથી જાણીતાં થયાં.. મૂળ વતન-સતારા જિલ્લાનું પુરંદર તાલિકાનું ખાનવડી ગામ. ત્યાં સ્થાયી થયાં.. ઇ.સ.1834માં સાત વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં પ્રવેશ. શાળાનું વાતાવરણ સારું ના હોવાથી પિતાએ શાળા છોડાવીને બાગ-કામમાં લગાડી દીધાં.. ઇ.સ.1840માં સાવિત્રીબાઇ સાથે લગ્ન કર્યા..જે પાંચ દાયકા સુધી પતિની સાથે સમાજસુધારા અને શિક્ષણને મહત્વ આપીને પૂર્ણ નિષ્ઠા ને નિયત-નીતિ-નિસ્બત અને નિજાનંદે સહકાર આપે છે. ઇ.સ.1842માં અંગ્રેજી શાળામાં દાખલ થયાં.. ઇ.સ.1843-44માં શાળામાં જ લહુજીબુવા પાસેથી પહેલવાની શીખ્યાં-અંગ કસરતનાં દાવ શીખ્યાં. ઇ.સ.1845માં શિક્ષણની સાથોસાથ સમાજસુધારણાનું વ્રત લીધું.. ઇ.સ.1848માં કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવા પુણેમાં છોકરાઓ માટે શાળા શરુ કરી. પતિ અને પત્નિ બંન્ને અભ્યાસ કરાવતાં-ભણાવતાં.. ઇ.સ.1851માં સૌપ્રથમ કન્યાશાળા આ મરાઠી સમાજસુધારક દંપતિએ શરુ કરી.. ઇ.સ.18552માં તત્કાલિન પ્રાંત સરકારે શિક્ષણમાં કરેલાં કામ બદલ જાહેરમાં સન્માન કરેલું.. ઇ.સ.1852માં દલિતોનાં સંતાનોને માટે બે ખાસ શાળાઓ બનાવી..સ્થાપિત હિતો અને રુઢિચૂસ્ત સમાજને આ દંપતિનાં કાર્ય સાથે ભારે વિરોધ હતો. એને ખૂબ હેરાન કરતાં-હૂમલો કરતાં- ગાળો દેતાં અને નાત બહાર કાઢી મૂકેલાં...કારણ માત્ર એટલું જ કે દલિતોને અને કન્યાઓને કેળવણી આપવી એ, એ સમયે જાણે કે સામાજિક અને ધાર્મિક ગુનો-પાપ ગણાય અને સંસ્કૃતિની વિરુધ્ધનું કૃત્ય ગણાતું..રહેવા માટે કોઇ મકાન પણ નહોતાં આપતાં, રાત્રી શાળાઓ શરુ કરી, પૌઢશિક્ષણ ઉપર પણ આ દંપતિએ ભાર મૂક્યો, અને એનો ખૂબ ખૂબ પ્રચાર કર્યો...પ્રવૃત્તિઓ પણ ચલાવી હતી..
ઇ.સ.1869માં ‘બ્રાહ્મણાંચે કસબ’ નિબંધનું પુસ્તક પ્રગટ.. ઇ.સ.1869માં ‘અખંડાદી કાવ્યરચના’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1869માં ‘છત્રપતિ શિવાજી મહારાજ પવાડા’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1873માં ‘ગુલામગીરી’ નિબંધરુપ ક્રાંતિકારી પુસ્તક પ્રગટ.. ઇ.સ.1873માં ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી. અંધશ્રધ્ધા અને અસમાનતાનાં મૂળમાં ઇશ્વર નહીં; પણ સ્વાર્થી માણસોની માનસિકતાને જવાબદાર ગણાવી..
એમણે ‘સત્યશોધક સમાજ’ દ્વારાં ચારસૂત્રીય મંત્ર આપ્યો..
(1) ઇશ્વર સર્વવ્યાપી છે, એ જીવમાત્રમાં વસે છે. એમાં કોઇ જ ભેદભાવ નથી..માટે ઇશ્વરનાં નામે થતાં કે કહેવાતાં ભેદભાવ સ્વાર્થી માનસોની જ ઉપજ છે, ઇશ્વરની નહીં જ નહીં.. (2) ઇશ્વરની ભક્તિ કરવનો અને સદગુણ્ઓને વિકસાવવાનો સૌ કોઇને અધિકાર છે, એમાં જ્ઞાતિ, જાતિ, વર્ણ કે વર્ગભેદ ના કરવાં જોઇએ.. (3) શ્રેષ્ઠતા ગુણને આધારે જ હોવી જોઇએ, જ્ઞાતિ કે વર્ણને આધારે નહીં જ. પોતાનાં ગમા-અણગમાને ઇશ્વરનાં નામે ગણાવીને કોઇ પોતાને શ્રેષ્ઠ કહાવીને અન્યને અસ્પૃશ્ય કે હલકાં કે નીચાં ગણાવે એ તો અમાનુષી અને આસૂરીવિચાર છે. દૈવી વિચાર નથી. સાત્વિક સોચ નથી.. એ નબળી અને નીચા માણસોની માનસિકતાની એ ભેદભાવવાળી સમજ અને સંસ્કારિતા છે. (4) જપ-તપ-તીરથ-પુર્વજન્મ-પુન:જન્મ અને શુકન-અપશુકન માંદલા અને બિમાર માણસોની સમજ છે. સદભાવ, સમભાવ અને સમરસતા-સંવાદિતામાં જ ભારતીય સંસ્કૃતિનાં મૂળમૂલ્યો પડેલાં છે. એમાં જ એની ગરિમા અને ગૌરવ છે..માટે અજ્ઞાન અને અંધશ્રધ્ધા છોડી દો..માનવતાથી મોટો કોઇ જ ધર્મ કે દર્શન નથી..એનું આચરણસહિત જીવનમાં પાલન કરો.. ઇ.સ.1876-82 સુધી જોતીબા પુણેનાં નગરપાલિકાનાં સભ્ય બન્યા..સમાજસુધારણાનાં કાર્યોને જોતિબા ફૂલે એ આગળ ધપાવ્યાં..એમનાં પ્રગતિશીલ વિચારો રુઢિચૂસ્તોને ગમતાં નહીં... ઇ.સ.1885માં ‘સત્સાર’ માને નિબંધ અને ‘ઇશારો’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1887માં ‘ષષ્ટિપૂર્તિ પ્રસંગ’ નિમિત્તે મુંબઇ રાજ્યપાલશ્રીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું.. ત્યારે જ એમને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવેલું હતું.. ઇ.સ.1891માં ‘સાર્વજનિક સત્યધર્મ’ શીર્ષક હેઠળ નિબંધમાં ‘વિશ્વકુટુંબનાં ખ્યાલોને સમર્થન’ આપ્યું. ફ્રેંચક્રાંતિમાંથી જોતીબાએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં સિધ્ધાંતોને સ્વીકાર્યા હતાં.. ઇ.સ.1890માં 28 નવેમ્બરનાં રોજ મહાનિર્વાણ..
Comments
Post a Comment