મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ યાદગાર કાવ્યો ’ નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો. ભૂમિકા : મહેન્દ્ર મેઘાણીએ અનેક શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે, એમની આ વૃત્તિ અને પ્રવૃત્તિ સાથેની સ્વકિય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. ગુજરાતી સાહિત્યનું સુંદર, સરસ અને શ્રેષ્ઠ સર્જન ગુજરાતી સમાજ કે વિશ્વ સમક્ષ મૂકી આપવાનું છે. શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીની સંકલનકર્તા કે સંપાદનકાર્ય એ એમની આગવી ઓળખ બની ચૂકી છે, ત્યારે પ્રસ્તુત પુસ્તક ‘ યાદગાર કાવ્યો ’ એ હાલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢનાં અભ્યાસક્રમમાં પસંદગી પામેલ છે, આમ, તો આ કાવ્યસંગ્રહમાં કુલ એકસો એક કાવ્યો સંગ્રહિત થયેલા છે, પરંતુ, આપણા અભ્યાસક્રમમાં એમાંથી પસંદ કરાયેલ પચ્ચીસ કાવ્યો છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે, તો, આપણે એને ધ્યાને લઇને જ એ કાવ્યોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરીએ. કાવ્યોમાંના વિષય સંદર્ભે : સ્વાભાવિક રીતે કોઇપણ કાવ્યનાં વિષયસંદર્ભે જો ચર્ચા કરીએ તો,પ્રણય, પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને સામાજિક-સાંપ્રત વિષય પ્રધાનત: જોવા મળતા હોય છે, અહીંયા આપણા અભ્યાસક્રમનાં પચ્ચીસ કાવ્યોમાં તપાસ કરીએ તો, એમાં પણ આ ચાર વિષય જ જોવા...