તવારીખ=એ=રાજા રામમોહન રાય.
તવારીખ=એ=રાજા રામમોહન રાય.
ઇ.સ.1772માં
22 મે મહિનામાં પિતા રામકાંત, માતા તારીણીદેવીને ત્યાં રાધાનગરમાં (હુગલી પાસેનું –કલકત્તા)
જન્મ.. એમનાં વડવાઓની અટક બેનરજી, નવાબ તરફથી ‘રાય-રાયન’નો
ઇલ્કાબ મળતાં રાય થયાં. પિતા રામકાંતને પ્રથમ પત્નિ સુભદ્રાથી કોઇ સંતાન નહીં, એ
મૃત્યુ પામતાં, બીજાં લગ્ન તારીણીદેવી સાથે કર્યા, તે ‘ફુલઠકારાણી’
કહેવાતાં હતાં, તેનાં બે દીકરામાં મોટા જગમોહન અને નાના દીકરા તે રામમોહન અને એક
દીકરી જન્મી, ત્રીજાં લગ્ન રામમણીદેવી સાથે કર્યા, તેનાં પુત્રનું નામ રામલોચન
હતું.
ઇ.સ.1780માં
નવવર્ષની ઉંમરે અરબી-ફારસીનાં અભ્યાસ માટે પટના ગયાં..
ઇ.સ.1783માં
ચારવર્ષ અભ્યાસ કરી પાટણ છોડી, સંસ્કૃતનાં અભ્યાસાર્થે બનારસ ગયાં..
ઇ.સ.1787માં
સત્તર વર્ષની ઉંમરે પિતા સાથે વિચારભેદ થતાં ગૃહત્યાગ કર્યો, ફરતાં ફરતાં તિબેટ
સુધી ગયાં..
ઇ.સ.1791માં
વીસ વર્ષની ઉંમરે તિબેટથી પરત ફરીને પાછા પિતાશ્રીની સાથે રહેવા લાગ્યાં..
ઇ.સ.1792માં
એકવીસ વર્ષની વયે સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા કલકત્તા આવન-જાવન થવા લાગ્યું..
ઇ.સ.1797માં
પિતાની સંપત્તિની વહેંચણી થતાં, પોતે સ્વતંત્ર વ્યવસાય શરુ કર્યો..
ઇ.સ.1799માં
રાજા રામમોહન રાયનાં લગ્ન..
ઇ.સ.1801માં
પિતા અને મોટા ભાઇ ઉપર કેસ થયો, જેલમાં ગયાં, ત્યાં જોન ડીગ્બી સાથે રાજા રામમોહન
રાયની પ્રથમ મુલાકાત થઇ..
ઇ.સ.1803માં
7મી માર્ચનાં રોજ ઢાકા-જલાલપુરનાં કલેકટર ટોમસ વુડફોર્ડના દીવાન તરીકે નિયુક્ત
થયાં..
ઇ.સ.1803માં
14મી માર્ચનાં રોજ વુડફોર્ડ છુટા થતાં પોતે પણ દીવાનપદાની નોકરી છોડી..
ઇ.સ.1803માં
ઓગસ્ટ મહિનામાં ફરી મુર્શદાબાદમાં વુડફોર્ડનાં ખાસ મુનશી તરીકે રહ્યાં, પિતાનું
અવસાન થયું, અને ‘તુહફત-ઉલ-મુવાહહીદ્દીન’નું
પ્રકાશન કર્યું..
ઇ.સ.1805માં
માર્ચ મહિનામાં મોટાભાઇ જેલમાંથી મુક્ત થયાં, ઓગસ્ટમાં જોન ડીગ્બીનાં ખાસ સચિવ
તરીકે, છેલ્લે ઇ.સ.1810 સુધીમાં તેઓશ્રીએ રંગપુરમાં નોકરી કરી..
ઇ.સ.1810માં
ઓગસ્ટથી રંગપુરમાં રાજા રામમોહન રાયે ઉદાસી પરગણાનાં રાજકિશોર ચૌધરીની મિલ્કતનો
વહીવટ સંભાળ્યો, તે છેક ઇ.સ.1815 સુધી એનો વહીવટ સંભાળી રાખ્યો..
ઇ.સ.1812માં
માર્ચ અને એપ્રિલમાં મોટાભાઇ જગમોહનનું અવસાન થયું, એની પત્નિ અલકમંજરી સતી થઇ,
મનોમન દઢ્ઢ નિર્ધાર કર્યો કે આ પશુતુલ્ય જીવતી સ્ત્રીઓને
સંસ્કાર-સંસ્કૃતિને-પરંપરાને નામે બાળી અપમૃત્યુ કરવા મજબૂર કરવી એ કુધારા સામે
સુધારો લાવીશ, સતીપ્રથા બંધ કરાવીને જ જંપીશ..
ઇ.સ.1812માં
3જી ઓગસ્ટે બીજા પુત્ર રામપ્રસાદનો જન્મ થયો..
ઇ.સ.1815માં
નિવૃત્ત થયાં, ‘આત્મીયસભા’ની સ્થાપના
કરી, બંગાળીમાં ‘વેદાંતસાર’ પુસ્તક
પ્રગટ કર્યુ..
ઇ.સ.1815માં
25 ઓગસ્ટે વિલિયમ યેટ્સ રાજા રામમોહન રાયને મળ્યાં..
ઇ.સ.1816માં ‘વેદાંતસાર’
(હિંદી) અને ‘એબ્રીજમેંટ ઓફ ધ વેદાંત’નું પ્રકાશન,
‘ઇશોપનોષદ’ અને ‘કેનોપનિષદ’નું
બંગાળી તેમજ અંગ્રેજીમાં ભાષાંતર પ્રગટ કર્યા, સેરામપુરનાં બાપ્ટીસ મિશનની મુલાકાત
લીધી, આધુનિક શિક્ષણની સંસ્થા સ્થાપવામાં આગેવાની લેવા સર એડવર્ડ હાઇડ ઇસ્ટને
વિનંતી કરી પોતાને ઘેરે જ મોટી સભાનું આયોજન કર્યું..
ઇ.સ.1817માં ‘એંગ્લો-હિંદુ
શાળા’ની સ્થાપના કરી..
ઇ.સ.1817માં ‘કઠોપનિષદ’ અને
‘મંડુકોપનિષદ’નું બંગાળીમાં અને ‘માંડુકયપોનિષદ’નું
બંગાળીમાં ભાષાંતર કર્યુ, ‘એ ડિફેંસ ઓફ હિંદુ થેઇઝમ’નું
પ્રકાશન કર્યું, ‘કેનોપનિષદ’નું ભાષાંતર
અને ‘એબ્રીજમેંટ ઓફ ધ વેદાંત’નું ઇંગ્લેંડમાં
પ્રકાશન કર્યું, ઇ.સ.1817માં
20 જાન્યુઆરીમાં સર એડવર્ડ હાઇડ ઇસ્ટનાં પ્રયત્નથી આધુનિક શિક્ષણની સંસ્થા સ્થપાઇ,
જે પછીથી હિંદુ કોલેજમાં સમાવાઇ...
ઇ.સ.1817માં
27 જાન્યુઆરીમાં રઘુનાથપુરનાં નવા મકાનમાં કુટુંબને ખસેડ્યું, 23 જુનનાં રોજ
ભત્રીજા ગોવિંદપ્રસાદજીએ એમની મિલ્કત ઉપર પોતાનો દાવો માંડ્યો..
ઇ.સ.1818માં
સતીપ્રથા ઉપરનાં અંકુશો સામે રુઢિચુસ્ત હિંદુઓની ગવર્નર-જનરલને અરજી, ઓગસ્ટમાં
રાજા રામમોહન રાયની આગેવાની હેઠળ પ્રતિ-અરજી, સતીપ્રથા અંગે પ્રથમ બંગાળીમાં અને
નવેમ્બરમાં અંગ્રેજીમાં (‘એ કોંફરંસ બિટવિન એન એડવોકેટ ફોર એંડ
ઓપોનંટ ઓફ ધી પ્રેકટિસ ઓફ બર્નીંગ વીડોઝ એલાઇન’)નું પ્રકાશન
કર્યું..
ઇ.સ.1819
ડિસેમ્બરમાં સુબ્રમણિયમ શાસ્ત્રી સાથે વાદ-વિવાદ, તા.10 ડિસેમ્બરમાં ભત્રીજાએ કરેલો
મિલ્કત માટેનો દાવો કોર્ટે કાઢી નાખ્યો..
ઇ.સ.1820માં
પોર્ટુગલમાં થયેલ ક્રાંતિનાં માનમાં મિજબાની આપી, સ્પેન, નેપલ્સ અને સાર્ડીનીયામાં
ક્રાંતિ થઇ, એનાં માનમાં કલકત્તાનાં ટાઉનહૉલમાં મિજબાની આપી, સુબ્રમણિયમ શાસ્ત્રી
સાથેના વાદનો સાર પ્રસિધ્ધ કર્યો, માતા તારીણીદેવીએ સંસારત્યાગ કરી, જગ્ગનાથ પુરી
ચાલ્યા ગયાં, જાન્યુઆરીમાં ‘પ્રીસેપ્ટ્સ ઓફ જીસસ’નું
પ્રકાશન, સતીપ્રથા અંગે બીજા સંવાદ (સેકંડ કોંફરંસ)નું પ્રથમ બંગાળીમાં અને પછી
તા.20 ફેબ્રુઆરીમાં એનું અંગ્રેજીમાં પ્રકાશન અને મે મહિનામાં ‘એન
અપીલ ટુ ધ ક્રિશ્ચિયન પબ્લિક’નું પ્રકાશન કર્યું.
ઇ.સ.1821માં
13 એપ્રિલનાં રોજ ભાભી દુર્ગાવતીએ મિલ્કત અંગેનો દાવો માંડ્યો, મે મહિનામાં ‘સેકંડ
અપીલ ટુ ક્રિશ્ચિયન પબ્લિક’નું પ્રકાશન, સપ્ટેમ્બરમાં વિલિયમ આદમે
રમમોહન રાયની મદદથી યુનિટેરિયમ મિશનની સ્થાપના કરી,
ઇ.સ.1821માં
તા.30 નવેમ્બરમાં એમની ભાભીનો મિલ્કત વિશેનો દાવો કોર્ટે ફગાવી દીધો..
ઇ.સ.1821માં
તા.4 ડિસેમ્બરનાં રોજ ‘સંસારકૌમુદી’ શરુ
કર્યું, તેમ જ ‘બ્રાહ્મનીકલ મેગેઝિન’ શરુ
કર્યું..
ઇ.સ.1822માં ‘બ્રિફ
રીમાકર્સ રીગાર્ડેંગ મોડર્ન એંંક્રોચમેંટ ઓન ધ એંશીયંટ રાઇટસ ઓફ ફિમેલ’નું
પ્રકાશન, એંગ્લો-હિંદુ સ્કૂલ શરુ કરી, રાધાપ્રસાદની બર્દવાનની કલેકટર ઓફિસમાં
ડીગ્બીનાં હાથ નીચે નાયબ શિરસ્તેદાર તરીકે નિમણૂંક થઇ..
ઇ.સ.1821માં
12 એપ્રિલનાં રોજ ‘મિરાત-ઉલ-અખબાર’ શરુ
કર્યું,
ઇ.સ.1821માં
21 એપ્રિલનાં રોજ જગ્ગનાથપુરીમાં માતા તારીણીદેવીનું અવસાન થયું.
ઇ.સ.1823માં
દક્ષિન અમેરિકાનાં રાજ્યોએ સ્પેનની ધુંસરી ફગાવી દીધી, તેના માનમાં કલકત્તાનાં
ટાઉનહૉલમાં મિજબાની આપી, ‘હેબલ સજેશંસ ફોર હીઝ કંટ્રીમેન હુ બિલિવ
ઇન વન ગોડ’નું પ્રકાશન.
ઇ.સ.1823માં
12મી જાન્યુઆરીમાં રુઢિચુસ્તોની ‘પાખંડી-પીડન’ની
સામે ‘પથ્યપ્રદાન’ પુસ્તિકાનું પ્રકાશન..
ઇ.સ.1823માં
30 જાન્યુઆરીએ ‘ફાઇનલ અપીલ ટુ ક્રિશ્ચિયન પબ્લિક’નું
પ્રકાશન.
ઇ.સ.1823માં
14 માર્ચનાં રોજ ‘પ્રેસ ઓર્ડિનંસ’
જાહેર થયો અને રામમોહન રાય વગેરેએ કરેલી વાંધા અરજી ફગાવી દઇ, એપ્રિલની પાંચમીએ
અમલમાં આવ્યો..એનાં વિરોધ ‘મિરાત-ઉલ-અખબાર’નું
પ્રકાશન બંધ કર્યું, મે-જૂનમાં ડો.ટાઇટલર સાથે વિવાદ ચાલ્યો અને એક મિશનરી તથા
ત્રણ ધર્માંતર કરેલ ચીનાઓ વચ્ચેનો કાલ્પનિક સંવાદ પ્રકાશિત કર્યો,
ઇ.સ.1823માં
11 ડિસેમ્બરનાં રોજ સંસ્કૃત વિદ્યાને સ્થાને પાશ્ચાત્ય વિદ્યાની ભલામણ કરતો લોર્ડ
આમહર્સ્ટનને લખાયેલો પ્રસિધ્ધ પત્ર..
ઇ.સ.1824માં
ફ્રાંસની એશિયાટિક સોસાયટીનું માનાર્હ સભ્યપદ મળ્યું, ફેબ્રુઆરીમાં હિંદુ કોલેજને
નામે સંસ્કૃત કોલેજનો પાયો નખાયો, 31 જુલાઇનાં રોજ સરકારી નાણાની ઉચાપતનો કેસ થતાં
રાધાપ્રસાદ રાજીનામું આપી છુટા થયાં..
ઇ.સ.1825માં
18 જાન્યુઆરીનાં રોજ ‘ડીફરંટ મોડઝ ઓફ વર્શીપ’નું
પ્રકાશન, પ્રેસ ઓર્ડીનંસની સામે રાજા રામમોહન રાય વગેરે એ પ્રિવી કાઉંસિલને અરજી
કરેલી તે છ મહિના પછી નવેમ્બરમાં એણે કાઢી નાખી..
ઇ.સ.1826માં
વેદાંત કોલેજની સ્થાપના કરી, અંગ્રેજીનાં માધ્યમથી બંગાળી ભાષાનું વ્યાકરણ
પ્રસિધ્ધ કર્યું, સંભવત: અંતભાગમાં રાધાપ્રસાદની ઉચાપતનાં કેસમાંથી મુક્તિ. તે
પૂર્વે કે તે પછીનાં અરસામાં રાધાપ્રસાદની માતાનું મૃત્યુ..
ઇ.સ.1828માં
20 ઓગસ્ટનાં રોજ બ્રહ્મોસમાજની સ્થાપના કરી..
ઇ.સ.1829માં
અકબર બાદશાહે પોતાનાં સાલિયાણાનાં પ્રશ્નને રજૂ કરવા રામમોહન રાયને ‘રાજા’નો
ખિતાબ આપ્યો, પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા,
ઇ.સ.1829માં
જુલાઇ મહિનામાં સતીપ્રથા નાબુદ કરવા અને એને કાયદાકિય રુપ આપવા ગવર્નર લોર્ડ
બેંટિકને મળ્યાં..
ઇ.સ.1829માં
4થી ડિસેમ્બરનાં રોજ ગર્વનર જનરલ લોર્ડ બેંટિકે સતીપ્રથાની નાબુદીનો કાયદો જાહેર
કર્યો..
ઇ.સ.1830માં ‘રાઇટસ
ઓફ હિન્દુઝ ઓવર એંસેસ્ટ્રલ પ્રોપર્ટી’નું પ્રકાશન
કર્યું..
ઇ.સ.1830માં
16 જાન્યુઆરીનાં રોજ સતીપ્રથાની નાબુદીનો કાયદો કરવા માટે હિંદુ અને યુરોપિયન
અગ્રણીઓ દ્વારાં બેંટિકનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું..
ઇ.સ.1830માં
17 જાન્યુઆરીનાં રોજ સતીપ્રથાની નાબુદીનાં કાયદાનો વિરોધ કરવા ધર્મસભાની રચના..
ઇ.સ.1830માં
23 જાન્યુઆરીમાં બ્રહસમાજનો પોતાની માલિકીનાં મકાનમાં શુભારંભ, ટ્રસ્ટની સ્થાપના.. ’ધ
એબસ્ટ્રેક્ટ ઓફ ધ આર્ગ્યુમેંટસ રીગાડીંગ ધ બર્નીંગ ઓફ વીડોઝ કંસીડર્ડ એઝ એ
રિલીજીયસ રાઇટ’ રાજા રામમોહન રાયનું અંતિમ પુસ્તકનું
પ્રકાશન..
ઇ.સ.1830માં
13 જુલાઇમાં એલેકઝાંડર ડકની શાળાને માટે બ્રહ્મસમાજનાં મકાનમાં જગ્યા આપી, તા.15
નવેમ્બરનાં રોજ આલ્બીયોન જહાજ મારફતે ઇંગ્લેંડ જવા રવાના થયાં..
ઇ.સ.1831માં
8 એપ્રિલનાં રોજ લીવરપુર ઉતર્યા, મે મહિનામાં લંડનમાં બ્રિટીશ યુનીટેરીયન
એસોશિયેશન તરફથી જાહેર સ્વાગત-સન્માન સમારંભ..
ઇ.સ.1831માં
6 જુલાઇનાં રોજ ઇસ્ટ ઇંડિયા કંપની તરફથી રાજાનાં માનમાં મિજબાનીનું આયોજન કર્યું,,
ઇ.સ.1831માં
7 સપ્ટેમ્બરનાં રોજ સેંટ જેમ્સ પેલેસમાં રાજા વિલિયમ ચોથા સાથે મુલાકાત..
ઇ.સ.1831માં
19 સપ્તેમ્બરનાં રોજ ‘ક્વેશ્ચન & એંસર્સ એન ધ જ્યુડિશીયલ
સિસ્ટમ ઓફ ઇંડિયા’ પુસ્તકનું પ્રકાશન..
ઇ.સ.1832માં
7 જુલાઇનાં રોજ રીફોર્મ બિલ પસાર થયું, 18 જુલાઇનાં રોજ સતીપ્રથાની નાબુદીનાં
કાયદા સામેની અપીલ રદ થતાં, આખરમાં એ પેરિસ જવા રવાના થયાં..
ઇ.સ.1833માં જાન્યુઆરીમાં
ફ્રાંસથી પરત ફર્યા,
ઇ.સ.1833માં
2 ફેબ્રુઆરીનાં રોજ બાદશાહનાં સાલિયાણામાં કેટલોક વધારો મંજુર થયો..
ઇ.સ.1833માં
20 ઓગસ્ટનાં રોજ ઇસ્ટ ઇંડિયા કંપની બિલને શાહી મંજુરી મળી..
ઇ.સ.1833માં
3 સપ્ટેમ્બરનાં રોજ એ બ્રિસ્ટલ ગયાં..
ઇ.સ.1833માં
27 સપ્ટેમ્બરનાં રોજ વહેલી સવારે 2.25 વાગ્યે રાજા રામમોહન રાયનું અવસાન થયું..
ઇ.સ.1833માં
18 ઓકટોબરનાં રોજ સ્ટેપલટન ગ્રોવમાં એમને દફનાવવામાં આવ્યાં..
ઇ.સ.1834માં
5 એપ્રિલનાં રોજ કલકત્તામાં એમની શોકસભાનું આયોજન થયું..
ઇ.સ.1843માં
23 મે નાં રોજ આરનો વેઇલનાં કબ્રસ્તાનમાં એમનાં અવશેષો ફેરવી સમાધિમંદિર ઉભું
કરવામાં આવ્યું..
સંદર્ભ-‘રાજા
રામમોહન રાય’ લે.જયંત કોઠારી પૃ.140થી 144.
========================== .
પ્રો.ડો.રમેશ સાગઠિયા. ઘોડાસરા મહિલા કોલેજ-મોતીબાગની
સામે; જૂનાગઢ.
તા.12-4-2013.
loyan67@gmail.co.// rasagathiya.blog.
Comments
Post a Comment