મધ્યકાલીન આખ્યાનનો સાહિત્યનો આંબો-2011

            મધ્યકાલીન આખ્યાનનો આંબો
આખ્યાનોની પૂર્વભૂમિકા-રણમલ્લછંદ, કર્મણનું સીતાહરણ, વીરસિંહનું ઉષાહરણ, જનાર્દનનું ઉષાહરણ...-આખ્યાનોનું પૂર્વભૂમિકા ઉપર નરસિંહ મહેતાનું મોસાળું અને હુંડી વગેરેની અસર.. આ સમયે આખ્યાનોનાં કડવાં, વલણ વગેરે ચોક્કસ નહોતાં.
ભાલણ-યુગ=-આખ્યાનનું સ્વરુપ તથા પ્રકારોનું ઘડતર-નળાખ્યાન વ્યાઘમૃગલી સંવાદ, ધ્રુવાખ્યાન, જાલંધરાખ્યાન, દુર્વાસાખ્યાન, મામકીઆખ્યાન વગેરે.
મીરાંબાઇ-સત્યભામાનું રુસણું નરસિંહરા માયરા (આખ્યાનનું અપૂર્ણ સ્વરુપ છે.)
નાકર-યુગ=-નળાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ચંદ્રાહાસાખ્યાન, ધ્રુવાખ્યાન, ઓખાહરણ, મોરધ્વજાખ્યાન, લવકુશાખ્યાન વગેરે.
વિષ્ણુદાસ-લક્ષ્મણાહરણ, શુકદેવાખ્યાન, સુધંનવાખ્યાન, ચંદ્રાહાસાખ્યાન, હુંડી, ઓખાહરણ, રુકમાંગદાખ્યાન.
વિશ્વનાથ-મોસાળું, હુંડી, સગાળચરિત્ર, ઓખાહરણ,
પ્રેમાનંદ યુગ=-આખ્યાનને પરાકાષ્ઠાએ લઇ જનાર શ્રેષ્ઠ આખ્યાનકાર- મામેરું, સુદામાચરિત્ર, ઓખાહરણ, રણયજ્ઞ, હારમાળા, અભિમન્યુઆખ્યાન, સુધનવાઆખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, સુભદ્રાખ્યાન, મદાલશાખ્યાન, શામળશાનો વિવાહ, શ્રાધ્ધ, ઋષ્યષૃંગાખ્યાન, દ્રૌપદીહરણ, અષ્ટાવક્રખ્યાન,બબ્રુવાહનાખ્યાન.. નોંધ-રસનિષ્પતિ, પાત્રાલેખનકલા, રસવૈવિધ્ય અને રસસંક્રાંતિ કલા, પ્રસંગાઅયોજનની કલા વગેરેમાં સફલ.
પ્રેમાનંદનો અનુગામી યુગ=
વીરજી-બલિરાજાનું આખ્યાન, સુરેખાહરણ.
હરિદાસ-શામળદાસનો વિવાહ અને શ્રાધ્ધ.
માધવદાસ-રુકમણિહરણ, ઓખાહરણ.
પોઠા-મોરધ્વજાખ્યાન, સુધનવાખ્યાન.
હરિદાસ-ધ્રુવાખ્યાન.
મોતીરામ-સુદામાચરિત્ર અને શ્રાધ્ધ.
ત્રિકમદાસ- પર્વત મહેતાનું આખ્યાન.
કાલિદાસ-પ્રહલાદાખ્યાન, ધ્રુવાખ્યાન.
       (સંદર્ભ- મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય લે.ગજેન્દ્રશંકર લા.પંડ્યા. પૃ.293-294)          
        પંદરમાં શતકનું ગુજરાતી સાહિત્ય.
નરસિંહ મહેતા= ભક્ત કવિ, ભાગવત અને ગીતગોવિંદની અસરવાળા પદ. આત્મચરિત્રાત્મક કાવ્યો= મામેરું, હુંડી, શ્રાધ્ધ, વિવાહ, હારમાળા.
કૃષ્ણલીલાનાં કાવ્યો=રાસસહસ્ત્રપદી, શૃંગારમાળા, ચાતુરીષોડશી-છત્રીસી, દાણલીલા, વસંતનાં પદો..કાવ્યો=ગોવિંદગમન, સુરતસંગ્રામ.
પદ્મનાભ=કાન્હડદેપ્રબંધ (રણમલ્લ છંદ પછી બીજું વીરરસનું કાવ્ય-તેમાં ઝાલોરનાં રાજા કાન્હદડે અલ્લાઉદ્દીનને પોતાનાં રાજ્યમાંથી જવા ન દીધો તે વખતનું યુધ્ધ વીર અદભૂત વગેરે રસોથી ભરપૂર છે.રાજપૂતોનાં કેસરિયાં અને રાજપૂતાણીઓનાં જૌહર સુંદરચિત્રણો મળે છે.)
વીરસિંહ=ઉષાહરણ (શૃંગાર ને વીરરસનું કાવ્ય, કહેવતો અને કથનોથી કાવ્ય દીપે છે.
કર્મણ=સીતાહરણ (રામાયણકથા-કાવ્ય સાધારણ કોટિનું છે.રામચંદ્રની લીલાઓનું ગાન કૃષ્ણલીલાગાન જેવું છે.)
ભાલણ= (સર્વસાહિત્યક્ષેત્રી-ધર્મ-વિવિધ ધર્માનુયાયી) ધર્મ-શક્તિ, શંકર, કૃષ્ણ, રામચંદ્ર(ક્રમશ) સાહિત્ય-કાદંબરી(સંસ્કૃત રચના બાણ અનુવાદ અને સપ્તશતી ચંડી આખ્યાન-ચંડીપાઠનો અનુવાદ.)
આખ્યાન-નળાખ્યાન(નૈષધિયચરિત પરથી), મૃગીઆખ્યાન (વ્યાધ-મૃગલી સંવાદ) અને દુર્વાસાખ્યાન, જાલંધરાખ્યાન,ધ્રુવાખ્યાન.,કૃષ્ણજીવન-દશમસ્કંધ, કૃષ્ણલીલા, કૃષ્ણવિષ્ટિ.
રામચંદ્રજીવન-રામલીલાચરિત્ર, રામવિવાહાખ્યાન.
ભીમ=હરિલીલાષૉડસકળા. પ્રબોધપ્રકાશ.
માંડણ=પ્રબોધબત્રીસી. વૈરાગ્યજ્ઞાન કાવ્ય છપ્પામાં ખાનીયાદ દેવડાવે છે.રુકમાંગદકથા.
જનાર્દન=ઉષાહરણ (વીરસિંહની અસર)
જૈનસાહિત્ય=નળદમયંતીરાસ, વિદ્યાવિલાસ ચઉપઇ, સિંહાસનબત્રીસી(ચઉપઇ અને પવાડો) પંચદંડ રાસ વગેરે...
       (સંદર્ભ= મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય લે.ગજેન્દ્ર લા.પંડ્યા. પૃ35.)
સોળમા શતકનું ગુજરાતી સાહિત્ય==
મીરાં-સંત રોહિદાસનાં શિષ્યા. ગીતાગોવિંદ, વલ્લભસંપ્રદાય કબીરપંથ, સુરદાસ અને રામાયણની અસરમાં..
-નરસિંહરા માહ્યરા-કથાત્મક કાવ્ય. સત્યભામાનું રુસણું,  આત્મચરિત્રાત્મક પદો રાણાનાં સંબંધ અંગેનાં છે.  કૃષ્ણલીલાનાં પદો-મુખડાની માયા લાગી રે.. જેવાં ભક્તિભાવનાં રામકૃષ્ણનાં પદો-રામ રમકડું જડિયું, જેવાં..-ભક્તિબોધનાં પદો- બોલમા બોલમા બોલમા રે રાધા કૃષ્ણ...(વિશેષતા-પ્રભુવિરહ અને પ્રભુમિલનનાં પદો ઘણાં રસિક છે, વ્રજ, રાજસ્થાની, ગુજરાતીભાષા, રાધાને નહિં જેવું સ્થાન એનાં પદોમાં છે. એ પોતે જ ગિરિધરલાલની વિરહિણી રાધા છે એને જ વરી છે.)
નાકર= ભાલણ પછીનો શ્રેષ્ઠ આખ્યાનકાર. નળાખ્યાન-(પ્રેમાનંદને અમુક અમુક નવા પ્રસંગો પૂરા પાડે છે.) હરીશ્ચંદ્રાખ્યાન-ચ6દ્રાહાસાખ્યાન ધ્રુવાખ્યાન લવકુશાખ્યાન.
મૃગલીસંવાદ, અરણ્યકપર્વ, વિરાટપર્વ, ગદાપર્વ. ઓખાહરણ. જનાર્દન પછી કડવાંની પધ્ધતિ પૂરી બંધાવવા માંડી છે જે પ્રેમાનંદમાં પૂર્ણ થાય છે.
કેશવદાસ=કૃષ્ણક્રીડા-કૃષ્ણલીલાનાં કાવ્ય, સાતહજાર પંક્તિમાં હરિવંશ, વિષ્ણુપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણના આધારે.
વિષ્ણુદાસ= લક્ષ્મણાહરણ, સુધંવાખ્યાન, ચ6દ્રહાસાખ્યાન,શુકદેવાખ્યાન, મોસાળું,હુંડી (પ્રેમાનંદને ભૂમિકા પૂરી પાડે છે) ઓખાહરણ.
મંગલદાસ, ગોપાલદાસ,હરિદાસ, અક્ષ્મીદાસ,વાસણદાસ,વજિયો(રણયજ્ઞ) બંધારો, શેવજી, કહાનજી વગેરે..નરપતિ-નંદબત્રીસી,પંચદંડ વગેરે વાર્તાકાવ્યો,
ગણપતિ-માધવાનલ-કામકંદલા, અજ્ઞાત કવિની બિલ્હણપંચાશિકા, શશિતુલા પંચાશિકા, પ્રેમવતીની કથા-વાર્તા કાવ્યો છે.
વચ્છરાજ-રસમંજરીની વાર્તા.
(સંદર્ભ-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પૃ.79)
સત્તરમાં શતકનું ગુજરાતી સાહિત્ય
નરહરિ-જ્ઞાની કવિ(અખો, ગોપાલ,નરહરિ અને બુટિયો વગેરે સમકાલીન જ્ઞાનેકવિઓ) અનુવાદક તેમજ પ્રાસાદિક કવિ છે.
વશિષ્ઠસારગીતા, ભગવદગીતા, જ્ઞાનગીતા, (અખેગીતા પર અસર કરે છે તેમ અનુભવબિંદુંમાં પણ અસર છે, અને અખાના છપ્પામાં પણ થોડી અસર કરે છે.)
હસ્તામલક, ભક્તિમંજરી, જ્ઞાનગીતા સિવાયની ગીતાઓ અનુવાદ છે.
પ્રબોધમંજરી, હરિલીલામૃત, સંતનાં લક્ષણો વગેરે નરહરિની પછી ભગવાનદાસ-એકાદશસ્કંધનો અનુવાદ વગેરે..
અખો= વૈષ્ણવ છતાં વેદાંતમાર્ગી, બ્રહ્મજ્ઞાની ગુરુપ્રસાદથી જ્ઞાનમાર્ગમાં પડ્યો.
અનુભવબિંદુ(બ્રહ્મસાક્ષાત્કારનો અનુભવ) અખેગીતા-(જ્ઞાનોપદેશ)
ચિત્તવિચાર સંવાદ, ગુરુશિષ્ય સંવાદ, પંચીકરણ (જ્ઞાનગ્રંથો)
ભજનો, પદો, કક્કો વગેરે જ્ઞાનમૂલક છે.
છપ્પા-સર્વદેશીય છે સામાજિક રિવાજો પર કટાક્ષ ધર્મધતિંગ પર કટાક્ષ વગેરે કહેવતો ને માર્મિક શૈલીથી ભરપૂર છે. (માંડણની સ્પષ્ટ અસર વર્તાય છે.)
અખેગીતા-આખ્યાન જેવી લગે છે, ઉપમાઓ અનેક છે, જો કે તેમાં લાલિત્ય નથી, છતાં, છપ્પા ને ગીતા ઉપરાંત ગ્રંથો પણ કહેવાય.
ભાણદાસ= હસ્તામલક, અજગર-અવધૂત સંવાદ-જ્ઞાન ગ્રંથો.
પ્રહલાદાખ્યાન-ગરબા અને ગરબીઓ ખાસ ધ્યાન ખેંચે છે. કૃષ્ણદાસ-ગોવિંદ-નરસિંહ મહેતાનું મામેરું, (કૃષ્ણદાસએ હુંડી પણ લખી છે.) રામભક્ત, મનોહરદાસ,દેવીદાસ વગેરે અનેક કવિ આખ્યાનકારો છે.
વિશ્વનાથ જાની=મોસાળાં ચરિત્ર, સગાલશાચરિત્ર, પ્રેમપચ્ચીશી, ચાતુરીચાલીશી. મુકુંદ-કબીરચરિત્ર, ગોરસચરિત્ર, રતનજી-સગાળશાની કથા.
પ્રેમાનંદ-શ્રેષ્ઠ આખ્યાનકાર કવિ, સુંદર ભાષા,અલંકારો, રસ નિષ્પત્તિ, રસસંક્રાંતિ, રસવૈવિધ્યકલાનો નિપૂર્ણ કવિ, ભાષાપ્રભુત્વ, અલંકારયોજના, વસ્તુ વિકાસની કલા, પાત્રાલેખનકલા, વગેરેનાં શિખર ઉપર. શ્રેષ્ઠ કૃતિઓ-મામેરું, રણયજ્ઞ, અભિમન્યુઆખ્યાન, સુદામાચરિત્ર, દશમસ્કંધ, સુધંનવાઆખ્યાન, રસ. આખ્યાનકાર શિરોમણિ...
વલ્લભ(શંકાસ્પદ) દુ:શાસન રુધિરપાનાખ્યાન, કુંતીપ્રસન્નાખ્યાન, યક્ષપ્રશ્નોત્તરીઆખ્યાન, યુધિષ્ઠિર વૃકોદરાખ્યાન, મિત્રધર્માખ્યાન વગેરે..
ગરબાઓ પણ બીજો એક વલ્લભ પણ જાણીતો છે. ઉપરાંત, વીરજી, દ્વારકાદાસ નામનાં કવિઓ અને રુપસુંદરકથા જેવી પદ્યવાર્તા પણ મળે છે ને જૈન્નસાહિત્ય પણ આ શતકમાં મળે છે.
(સંદર્ભ-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પૃ.104-105)
અઢારમું શતકનું ગુજરાતી સાહિત્ય=
શામળ-વાર્તાકાર કવિ, રખીદાસનો આશ્રિત વાર્તા પ્રસંગો આકર્ષક, છપ્પા અને સમસ્યાઓથી વધુ રસિક, સાદી સરળ ભાષા, પ્રસાદ અને માધુર્ય, શ્રેષ્ઠ વાર્તા કવિ, જનમનરંજન એ એનો હેતુ છે.
સિંહાસનબત્રીસી-વૈતાલપચ્ચીશી અને પંચદંદની વાર્તાઓ એમાં ગુંથાયેલી વણાઇ ગઇ છે. અદભૂતતા છે, ચમત્કારી છે, મહાભારતની વાર્તા મૌલિક છે.
પદ્માવતી, મદનમોહના અને વિદ્યાવિલાસી આ ત્રણ સ્વતંત્ર વાર્તાઓ,મદનમોહનામાં છ આડ કથાઓ છે.
ઉદ્યમકર્મ સંવાદ-આડકથાઓવાળો ચે.
સૂડાબહોતરી બોત્તેર વાર્તાઓનો ગ્ર6થ કહેનાર પોપટ છે, શેઠાણીને અભિસારિકા થતી અટકાવે છે. નંદબત્રીસી-પ્રધાનનો રાજા પર વહેમ, પરોક્ષ સામસામા ગુપ્ત અર્થ સૂચક દુહાઓની વિશિષ્ટતા છે.
છપ્પાઓ-અંગદવિષ્ટિ, રાવણ મંદોદરી સંવાદ, શિવપુરાણ, પતાઇ રાવળનો ગરબો વગેરે..
રાજે, રત્નો ને રણછોડ, રામ્કૃષ્ણ, થોભણ, રઘુનાથ..
કાલિદાસ-પ્રહલાદાખ્યાન સુંદર છે. ધ્રુવાખ્યાન, સીતાસ્વયંવર...
પ્રીતમ-કક્કા, મહિના,વાર, તિથિ,જ્ઞાનગીતા-વેદાંત, વિષય, સાખીઓ, સરસગીતા, પદો-ધોળ આરતી, થાળ,ગરબા વગેરે.
ધીરો-પદકવિતા કાફીઓ, સ્વરુપ, જ્ઞાનકક્કો,આત્મજ્ઞાન, જ્ઞાનબત્રીસી, પ્રશ્નોત્તર માલિકા, વેદાંત વિષય છે કાફીઓ સુંદર રીતે વિષય રજૂ કરે છે.
નિરાંત-વાર્તા, લોકપ્રિય જ્ઞાની કવિ તરીકે ખ્યાત છે.
ભોજો-ચાબખા, બ્રહ્મબોધ,સરવડાં,
કબીરપંથી કવિઓ-ભાણસાહેબ, રવિસાહેબ,ખીમસાહેબ,જીવણસાહેબ, પ્રેમસાહેબ..
સ્વામી નારાયણ સંપ્રદાય-કવિઓ-સહજાનંદ,મુક્તાનંદ,બ્ર્હ્માનંદ, પ્રેમાનંદ સ્વામી..
દયારામ- પ્રેમલક્ષણાભક્તિ, શુધ્ધાદ્વૈતના સિધ્ધાંતના પ્રતિપાદક રંગીલા ને રસિક કવિ.
રસિકવલ્લભ-ભક્તિપોષક શુધ્ધાદ્વૈતનું મંડન છે.
રુક્ષ્મિણીહરણ, સત્યભામા વિવાહ, અજામિલખ્યાન આખ્યાનો.
ભક્તિકવિતા-શ્રીકૃષ્ણસ્તવન ચંદ્રિકા વગેરે..
બાળલીલા, પત્રલીલા,દાણચાતુરી, રાસલીલા વગેરે નાનાં કાવ્યો..
પ્રેમરસ ગીત, પ્રેમપરીક્ષાઉધ્ધવ સંદેશને ઉધ્ધવ-ગોપી સંવાદ એમાં છે.
ગરબીઓ, તિથિઓ બારમહિના વગેરે..
સ્ત્રી કવયિત્રીઓ-રતનીબાઇ, ગૌરીબાઇ,દિવાળાબાઇ,રાધાબાઇ,પુરીબાઇ..
    ( મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય લે.ગજેન્દ્ર પંડયા. પૃ154-155)

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા