'કાંતા' નાટક. લે.મણિલાલ.ન.દ્વિવેદી.



કાન્તા નાટક ઇ.સ.1881માં મણિલાલ નભુભાઇ દ્વિવેદી.                                                                                                        પ્રો.રમેશ સાગઠિયા..                                                                                      આ નાટક મણિલાલે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે જ લખ્યું હતું. આ નાટક ઉપર અંગ્રેજી અને સંસ્કૃત નાટક પરંપરાની અસર સ્પષ્ટ વર્તાય છે. નાટ્યરીતિ તરીકે શ્લોક અને પદ્ય-ગદ્યનાં મિશ્રણની સાથે આ નાટક લખાયું છે. થોડે ઘણે અંશે શેક્સપિયરનાં નાટકની અસર પણ વર્તાય છે. કથાવસ્તુની નજરે જો જોઇએ તો, એમાં સુરસેનની પત્નિ કાંતા પ્રધાનપાત્ર છે, રાજઘરાનાનું કથાનક છે, પાટણનો રાજા જયચંદ્ર એ ભુવનેશ્વરને હરાવે છે, બીજે દિવસે સવારે હારેલો ભુવનેશ્વર પાટણ ઉપર હુમલો કરવાનો છે, એવી માહિતી મળતાં જ જયચંદ્ર પોતાના સાળા સુરસેનની સાથે પોતાની ગર્ભવતી મહારાણી યૌવનશ્રીને વનમાં અજાણ્યા પણ સલામત સ્થળે મોકલી આપે છે, રાણી યૌવનશ્રીની સાથે સાળા સુરસેનની પત્નિ કાંતા અને રાણીની દાસી તરીકે તરલા પણ છે. આ ત્રણેયને જયચંદ્રનો સાળો સૂરસેન જંગલમાં ભીલોને સોંપી, એની રક્ષા કરવાનું કહે છે, ત્યાંથી સુરસેન પાછો આવે ત્યાં યૌવનશ્રી અને કાંતાને અમંગળનાં એંઘાણ જોવા મળે છે. તેથી, સુરસેન પત્નિ કાંતાને પોતાનો હાર આપીને કહે છે : હું જીવિત હોઇશ ત્યાં સુધી આ હાર તૂટશે નહીં, અને જ્યાં સુધી હું જીવિત હોઇશ ત્યાં સુધી જયચંદ્રનો વાળ પણ વાંકો થશે નહીં. સુરસેન ત્યારબાદ પાટણ પહોંચે છે ત્યારે પાટણ તો હરાય ચૂક્યું હોય છે. રાજા જયચંદ્રની પણ હત્યા થઇ ચૂકી હોય છે. વળી, ભુવનેશ્વર પાટણનો રાજા બની ચૂક્યો હોય છે. પાટણને કબ્જામાં લીધું છે, ભુવનેશ્વરનો પુત્ર કરણ હોય છે, જે વૈભવી અને વિલાશીવૃત્તિનો હોય છે, સુરસેન પણ પકડાય જાય, તેને કેદમાં નાખે છે, બીજી બાજુ, ભુવનેશ્વરનો પુત્ર કરણ અને હરદાસ, રત્નદાસ જંગલમાં જઇને ભીલોને ત્યાં રહેલાં કાંતા અને તરલાને શોધી કાઢે છે-પકડે છે. ત્યાં જ, સુરસેન કેદખાના-માંથી છુટી જવાના સમાચાર મળે છે,
બીજી બાજુ, કરણ કાંતા અને તરલાને મહારાણી પદનું પ્રલોભન આપે છે, કાંતા માનતી નથી, પણ તરલા પ્રલોભનમાં આવી જાય છે, તરલા કાંતાને કહે છે, તારા પતિનું મૃત્યુ થયું છે, હવે હાર તોળી નાખ, એવું મનાવીને, કાંતાનો હાર તોડાવે છે, પણ તરલાનો અંતરાત્મા ડંખવા લાગે છે, પોતાનો અપરાધભાવ એને ડંખે છે, તે અપરાધનાં ષડયંત્રકાર પાટણનાં રાજા ભુવનેશ્વરનાં પુત્ર કરણની હત્યા કરી નાખે છે, બીજી બાજુ, કાંતાને પોતાનો પતિ સુરસેન મૃત્યુ પામ્યો છે એવું અનુમાન કરીને, ચિતા ઉપર જીવતી સળગી મરીને સતી થાય છે, ત્યાં જ સુરસેન એની પાસે આવી ચડે છે, પાટણ ફરીથી સ્વતંત્ર બન્યું છે, યુવરાજ કરણની પણ હત્યા થઇ છે, એ જાણીને સુરસેનને સંતોષનો ઓડકાર આવે છે. પણ પત્નિ કાંતા મૃત્યુ પામી છે, એ જાણીને પોતાનું હવેનું જીવતર નકામું અને બોજીલ લાગે છે, તે પણ સળગતી ચિતામાં કુદી પડીને મૃત્યુ પામે છે, આમ એક કરુણ અંત સાથે આ નાટક પૂર્ણ થાય છે.
કથાવસ્તુ રોચક અને આરોહ-અવરોહવાળી, ચળાવ-ઉતારવાળી છે, થોડીક કલાત્મકતા સાથે સામાન્ય કહી શકાય એવું આ નાટક છે, રચનારીતિ, સંવાદકલા અને પાત્રચિત્રણમાં પણ ઘણું નબળું કહી શકાય એવી આ નાટ્યરચના છે. તે સમયનાં પ્રખર વિવેચક નવલરામે આ નાટકની ટીકા કરીને, નબળું ગણાવ્યું છે. તો વળી, શ્રી રમણભાઇ નીલકંઠે આ નાટકને વખાણ્યું છે. એકંદરે, કાંતા નાટક એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રથમ યુગસંદર્ભ એવા નર્મદ કે સુધારક યુગની ઇ.સ.1881માં લખાયેલી રચના હોય, એમાં સર્જક મણિલાલની થોડે-ઘણે અંશે પ્રતિભાની આછેરી ઝલક મળી રહે છે..એ રીતે એનું મહત્વ ગણવું જ રહ્યું.

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા