તવારીખ=એ=રાજા રામમોહન રાય.
તવારીખ=એ=રાજા રામમોહન રાય. ઇ.સ.1772માં 22 મે મહિનામાં પિતા રામકાંત, માતા તારીણીદેવીને ત્યાં રાધાનગરમાં (હુગલી પાસેનું – કલકત્તા) જન્મ.. એમનાં વડવાઓની અટક બેનરજી, નવાબ તરફથી ‘ રાય-રાયન ’ નો ઇલ્કાબ મળતાં રાય થયાં. પિતા રામકાંતને પ્રથમ પત્નિ સુભદ્રાથી કોઇ સંતાન નહીં, એ મૃત્યુ પામતાં, બીજાં લગ્ન તારીણીદેવી સાથે કર્યા, તે ‘ ફુલઠકારાણી ’ કહેવાતાં હતાં, તેનાં બે દીકરામાં મોટા જગમોહન અને નાના દીકરા તે રામમોહન અને એક દીકરી જન્મી, ત્રીજાં લગ્ન રામમણીદેવી સાથે કર્યા, તેનાં પુત્રનું નામ રામલોચન હતું. ઇ.સ.1780માં નવવર્ષની ઉંમરે અરબી-ફારસીનાં અભ્યાસ માટે પટના ગયાં.. ઇ.સ.1783માં ચારવર્ષ અભ્યાસ કરી પાટણ છોડી, સંસ્કૃતનાં અભ્યાસાર્થે બનારસ ગયાં.. ઇ.સ.1787માં સત્તર વર્ષની ઉંમરે પિતા સાથે વિચારભેદ થતાં ગૃહત્યાગ કર્યો, ફરતાં ફરતાં તિબેટ સુધી ગયાં.. ઇ.સ.1791માં વીસ વર્ષની ઉંમરે તિબેટથી પરત ફરીને પાછા પિતાશ્રીની સાથે રહેવા લાગ્યાં.. ઇ.સ.1792માં એકવીસ વર્ષની વયે સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા કલકત્તા આવન-જાવન થવા લાગ્યું.. ઇ.સ.1797માં પિતાની સંપત્તિની વહેંચણી થતાં, પોતે...