સાવિત્રીબાઇ ફૂલે(સામાજિક સેવિકા.)
સાવિત્રીબાઇ ફૂલે
(ભારતની કન્યાકેળવણીની સૌપ્રથમ પ્રખર હિમાયતી મહિલા.)
ઇ.સ.1831માં 3 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં નાયગાંવ
ગામે જન્મ..
એમનાં પતિ જોતિબા ફૂલેનાં સાથ-સહકારથી સ્ત્રી-મુક્તિનું આંદોલન કરનાર
માળી-(ખેડૂત) મહિલા..
ઇ.સ.1839માં માત્ર નવ વર્ષની વયે જ જોતિબા ફૂલે(ઇ.સ.1827થી ઇ.સ.1890) સાથે
લગ્ન થયાં..
જ્યોતિબા ફૂલે પાછળથી મહાત્મા જોતિબા ફૂલે નામથી જાણીતા થયાં..
પતિ પાસેથી લખતાં-વાંચતા શીખ્યા, અને પતિએ જ શરુ કરેલી કન્યાશાળામાં
શિક્ષિકા બન્યાં..
ઇ.સ.1848માં જ્યોતિબાએ સ્ત્રીકેળવણી માટે પુણેમાં કન્યાશાળા શરુ કરી..
ઇ.સ.1849માં ‘ભારતની સૌપ્રથમ મહિલા શિક્ષક’ થવાનું અને હોવાનું ગૌરવ એમને મળ્યું છે.
ઇ.સ.1849માં સનાતનીઓ કે રુઢિચૂસ્તો દ્વારાં એમને ખૂબ પરેશાન કરાયા, પથરાઓ,
કચરો, ઉકરડો, એઠવાડ, અને છાણ જેવી ગંદકી એમનાં ઉપર ફેંકી એનાં સદકાર્યનો વિરોધ
થયેલો હતો.
ઇ.સ.1850માં એમને નાતબહાર મૂકાયા, અસ્પૃશ્ય ગણાવાયા, કોઇપણ વ્યક્તિ એમની
સાથે સબંધ ના રાખે એવું એની સાથે વર્તન કરવામાં આવતું હતું, પણ મક્કમ અને દઢ
નિર્ધારનાં યુગલે કાર્ય ના છોડ્યું..
ઇ.સ.1852માં સૌપ્રથમ જાહેર કન્યાશાળાની શરુઆત કરવા બદલ બ્રિટિશ સરકારે
સાવિત્રીબાઇ ફૂલેનું સન્માન કર્યું, જે પણ રુઢિવાદીઓને નહોતું ગમ્યું, એનું ઘર
સળગાવવાનો પ્રયાસ કર્યો હતો..
ઇ.સ.1854માં ‘કાવ્યફૂલે’ કાવ્યસંગ્રહ પ્રગટ..
ઇ.સ.1856માં વિધવાઆશ્રમ, કન્યાઆશ્રમ, સગર્ભા સ્ત્રીઓને માટેનો સહાયકારી
આશ્રમ અને પ્રસૃતિગૃહની સ્થાપના આ પતિ-પત્નિએ કરી હતી..
ઇ.સ.1861માં સ્ત્રીમુક્તિ આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ આંદોલન, કુરિવાજ
છોડવાનાં આંદોલનો આ પતિ પત્નિએ ચલાવ્યાં હતાં.. જે મોટેભાગે રુઢિવાદીને આંખનાં
કણાની જેમ ખટકતું હતું..ગમતું નહોતું..
ઇ.સ.1863થી ઇ.સ.1888 સુધી એમણે સમાજ સુધારણા, કન્યા કેળવણી, સ્ત્રી સન્માન
અને સ્ત્રી સ્વમાન, અસ્પૃશ્યતા વિરોધી પ્રવૃત્તિઓ, રાહત અને સારવાર કેન્દ્રો,
ચેપીરોગ સહાય કેન્દ્રો શરુ કર્યા..અનેક કન્યાશાળાઓની શરુઆત કરાવી હતી..
ઇ.સ.1882માં ‘બાવન
કશી સુબોધ રત્નાકર’ બીજો
કાવ્યસંગ્રહ પ્રગટ..
આ ઉપરાંત; એમણે સ્ત્રી અને સમાજની વિવિધ સમસ્યાઓ વિશે લેખો પણ
લખેલાં-પ્રગટ કરેલાં..
ઇ.સ.1890માં એમનાં પતિ જોતિબા ફૂલેનું અવસાન થયું-મહાનિર્વાણ પદ પામ્યાં..
ઇ.સ.1890 બાદ પણ એમની સમાજસેવા અટકી નહોતી, અવિરત ચાલુ જ રહેલી હતી..
આમ; મહારાષ્ટ્રનાં સૌપ્રથમ મહિલા શિક્ષિકા, સૌપ્રથમ મહિલા કેળવણીકાર,
કવયિત્રી, સ્ત્રી-મુક્તિ આંદોલનકાર અને સામાજિક-સાંસ્કૃતિકચેતનાને ઉજાગર કરનાર
મહિલા તરીકેનું શ્રેષ્ઠ યોગદાન..
ઇ.સ.1897માં 10 માર્ચનાં રોજ પુણેમાં એમનું મહાનિર્વાણ થયું..
Comments
Post a Comment