શિક્ષણનાં હેતુ-ઉદ્દેશો વિશે..
શિક્ષણનાં હેતુઓ. વિશે થોડુંક..
શિક્ષણ એટલે ભણતર. શિક્ષણ એટલે સાક્ષરી
વિષયોનું જ્ઞાન.
શિક્ષણ એટલે કૌશલ્યની તાલીમ. શિક્ષણ એટલે માનસિક ઘડતર.
શિક્ષણ એટલે શિક્ષણની સંસ્થામાં
અપાતું અને પુરુ પડાતું વાતાવરણ.
શિક્ષણ એટલે દર્શન સંદર્ભે===
શિક્ષણ એટલે અનુકૂલન. શિક્ષણ એટલે વિકાસ
તરફની ગતિ.
શિક્ષણ એટલે નવનિર્માણ. શિક્ષણ એટલે આત્મસાક્ષાત્કાર.
શિક્ષણ એટલે સંસ્કરણ. શિક્ષણ એટલે
દિવ્યતાની સાધના.
શિક્ષણ એટલે પર્યાવરણ સાથેનું
આદાન-પ્રદાન. શિક્ષણ એટલે મૂલ્યવર્ધન.
શિક્ષણનાં મુખ્ય ચાર ઉદ્દેશો.
આત્મસાક્ષાત્કાર, મધુર માનવીય સબંધો,
ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય, સુસંવાદી સંપન્ન એવું વ્યક્તિત્વ ધડતર. ઇ.સ.1918માં રચાયેલાં કમિશન
મુજબ શિક્ષણમાં વ્યક્તિત્વ ઘડતરનાં મુખ્ય છ ઉદ્દેશો.
શારીરિક આરોગ્ય, બૌધ્ધિક અને સામાજિક
કૌશલ્યોનો વિકાસ, પારિવારિક પ્રેમનો પરિવેશ નિર્માણ કરવો, સહકારીતાની ભાવના,
વ્યાવસાયિક કૌશલ્યોનો વિકાસ, નાગરિકધર્મનું મહત્વ, નૈતિક ચારિત્ર.
ઇ.સ.1964માં નિમાયેલાં કમિશનની
શિક્ષણ (કોઠારીપંચ) સંદર્ભે થયેલી ચાર ભલામણો.
વૈજ્ઞાનિક અભિગમને કેળવવો, આધુનિક દષ્ટિબિંદુ વિકસાવવું, લોકશાહી સમાજવાદને
અનુરુપ નાગરિકતાનાં ગુણો વિકસાવવા અને પ્રગતિશીલ, આશાવાદી અને સભર વ્યક્તિત્વનું
નિર્માણ કરવું.
ઇ.સ.1986માં રચાયેલાં રાષ્ટ્રીય
શિક્ષણનાં પ્રોગ્રામ ઓફ એકશનની ચાર ભલામણો=
જીવન પ્રત્યેનો વૈજ્ઞાનિક અને
રચનાત્મક અભિગમ, સાંસ્કૃતિક વૈવિધ્યતાનું સન્માન અને ઉત્તમ નાગરિકતાનો ધર્મ,
આધુનિક તકનીકી કૌશલ્યો ખિલવવાં અને સ્વયં શીખતાં રહેવાનો ગુણ વિકસાવવો.
ઉચ્ચશિક્ષણની મુખ્ય ઉદ્દેશિતા= સંશોધન. વૈજ્ઞાનિક અભિગમનો
વિકાસ, ગ્રામ્યથી વિશ્વગ્રામ સુધીની વિકાસની ગતિવિધિઓને જાણવી, સર્વ-સ્વીકૃતિની
ભાવના કેળવવી, સૌનાં વિકાસમાં જ વિશ્વનો વિકાસ, વૈશ્વિક નાગરિકતાનો ધર્મ શીખવવો,
સમાનતા અને સહદયતાનો વિકાસ, સંવાદની મનોભૂમિકાઓ તૈયાર કરવી..
શિક્ષણની સાથોસાથ==
વૈચારિક સ્પષ્ટતા, ભાવનાત્મક
સ્વસ્થતા અને ચિતમૂલક સ્વચ્છતા વિકસાવવી જોઇએ.
જ્ઞાનપક્ષ, ભાવપક્ષ અને કર્મપક્ષ
અર્થાત જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનું સેવન કરવું તે શિક્ષણ.
માત્ર પ્રભાવિત જ ના કરે, માત્ર
પ્રકાશિત જ ના કરે પણ એ બંન્નેની સાથોસાથ પ્રવાહિત (સર્વમાં સમભાવ
શીખે-શીખવે તે ખરી કેળવણી. કે
શિક્ષણ.
પ્રો.ડો.રમેશ સાગઠિયા=જૂનાગઢ તા.11-11-2012.
Comments
Post a Comment