‘કરણઘેલો’ – નંદશંકર મહેતા.-પ્રો.રમેશ સાગઠિયા
‘કરણઘેલો’ – નંદશંકર મહેતા.
ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા – ઇ.સ.1866માં પ્રગટ.
આ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા તરીકે મહત્વની
કૃતિ છે. ઇ.સ.1866માં લખાયેલી અને નંદશંકર મહેતાની આ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી
કથા છે. જો કે એની પહેલાં મહિપતરામ રુપરામ નીલકંઠે ‘સાસુ વહુની લડાઇ’ નામની નવલ લખેલી, પણ એમાં કથા છે, નવલકથા નથી બનતી,
એવું જ ઇ.સ.1862માં એક પારસી દ્વારાં લખાયેલી ‘ગુજરાત મધ્યેનું એક ગરીબ ઝૂંપડું’ મળે છે, તે પણ એક ફ્રેંચ નવલકથાનો અંગ્રેજી
અનુવાદનો સંક્ષિપ્ત આલેખ બની રહે છે, મૌલિક નવલકથા બનતી નથી. નંદશંકર મહેતાને
એમનાં અંગ્રેજ મિત્ર રસેલે કહ્યું કે અંગ્રેજીમાં વોલ્ટેર જે પ્રકારની નવલકથા લખે
છે એવી નવલકથા લખો. તેથી ‘ફાર્બસ
રાસમાળા’માંથી
હિંદુસ્ત્તાનનો છેલ્લો રાજા કરણ વાઘેલો નું કથાકેન્દ્રી, તેમાં કાલ્પનિક
રંગો ઉમેરીને આ ‘કરણઘેલો’ નવલકથા લખાયેલી છે. નંદશંકર શરુઆતમાં જ એનાં
ઉદ્દેશને જણાવતાં કહે છે..-‘મગરુબીનો
માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, અને પાપનો ક્ષય’ દર્શાવવાનો મારો ઉદ્દેશ છે. કથા આ પ્રમાણેની
છે.-ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણદેવ વાઘેલો લંપટ અને સ્ત્રીરાગી છે, કામી અને
ષડયંત્રખોર છે. કરણની પત્નિ-મહારાણી
કૌળાદેવી છે. રાજનો મંત્રી યુધ્ધમાં બહાર જતાં એની પત્નિ રુપસુંદરીનું અપહરણ કરાવે
છે, યુધ્ધમાં મંત્રી માધવનો ભાઇ કેશવ મૃત્યુ પામે છે.એની પત્નિ ગુણસુંદરી સતી થાય
છે. પણ પત્નિ સાથેનાં બદલા માટે મંત્રી માધવ દિલ્હી જઇને અલાઉદ્દીન ખિલજીને
ગુજરાતમાં આવી આક્રમણ કરી કબ્જે કરવામાં સાથ-સહકાર આપવા જાય છે. હાર જોઇ ગયેલો
કરણદેવ જંગલમાં ભાગી જાય, અંતે રઝળપાટ કરતો કરણ મૃત્યુ પામે છે. ગુજરાતીની પ્રથમ
નવલકથા તરીકેનું માન મેળવેલી આ ગુજરાતી નવલ અનેક રીતે કાચી હોવા છતાંયે ઐતિહાસિક
રીતે અને કરુણરસની મહત્વની કથા બને છે.
Comments
Post a Comment