‘મારી હકીકત’ લે.નર્મદ-પ્રો.રમેશ સાગઠિયા



મારી હકીકત લે.નર્મદ-
સાહિત્ય સ્વરુપ-આત્મકથા. ઇ.સ.1866.
આ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જેમને અર્વાચીનોનાં આદ્ય તરીકે ઓળખવામાં આવે છે કવિ નર્મદની આત્મકથા છે. જેમાં એમણે પોતાનાં જીવનનાં આરંભનાં તેત્રીસ વર્ષોની વિગતો આપી છે. ગુજરાતી સાહિત્યનું સૈધ્ધાંતિક કહી શકાય એવું આત્મકથાનું એ રુપ છે. આત્મનિરીક્ષણ, ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનો એક ઉત્તમ નમૂનો આપવો અને પોતાનાં જીવનનું નિખાસલ સત્યકથનનાં ઉદ્દેશ સાથે આ આત્મકથા લખાયેલી છે. એમાં બાળપણથી માંડીને એમનાં સિધ્ધિનાં શિખરો સુધીની યશકથા પણ જોવા મળે છે. ઇ.સ.1866માં લખાયેલી પણ ઇ.સ.1934માં પ્રગટ થયેલી છે. એ લખે છે મને દલપતરામની થતી પ્રશંસાની ઇર્ષા થતી, અહંકાર, મોટાઇનો ગુણ, સુરતી વિચાર અને મિજાજી વ્યક્તિત્વ,  મિથ્યાભિમાન અને આવેશી પ્રકૃતિ, બડાશની કુટેવ વગેરેની નોંધ કરીને પોતાનાં દોષ પણ વર્ણવ્યા છે. તૂટક લખાણ, અધૂરી મળતી માહિતી, પ્રવાહી શૈલીનો અભાવ, જુદી જુદી નોંધને ભેગી કરી લખવાનો પ્રયાસ, ક્યાંક પ્રાકૃતપણું, બરછટપણું અને ભાષા અને શબ્દ પસંદગીમાં ક્યાંક દોષ દેખાય છે, પણ આજથી દોઢસો વર્ષ પૂર્વેનાં આપણા ગુજરાતી સાહિત્યકારશ્રીની શબ્દશ્રીને વધામણાં જ કરાય. સમય અને સ્થિતિ સંદર્ભે યશવર્તી કૃતિ કહી શકાય. શીર્ષક પ્રમાણે જ નર્મદે પોતાની જીવનની સત્ય હકીકતથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રો.ડો.રમેશ સાગઠિયા.-જૂનાગઢ.    

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા