Posts

Showing posts from March, 2015

ડો.કલ્યાણ વૈષ્ણવ - દલિત સાહિત્યકારશ્રી

ડો.કલ્યાણ વૈષ્ણવ. જન્મતારીખ=1 જૂન ઇ.સ.1955. જન્મસ્થળ=બેટાવાડા તા.કપડવંજ જિ.ખેડા. હાલનું સરનામું=120/2 સેકટર-6બી, ગાંધીનગર-382006. અભ્યાસ=એમ.એ./પીએચ.ડી. (હિન્દી) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર (એમ.એન.કોલેજ, વિસનગર) સંપર્ક=97259-56490. પ્રકાશિત પુસ્તકો= (1) ‘આંખ’ (દલિત કાવ્યસંગ્રહ) (2) ‘અકબંધ આકાશ’ (કાવ્યસંગ્રહ) (3) ‘નરેશ મહેતા કે કાવ્ય કા અનુશીલન’ (પીએચ.ડી.થિસીસ પુસ્તક રુપે) પારિતોષિક= (1) ‘ભારત શિક્ષારત્ન એવોર્ડ’ દિલ્હી ડિસેમ્બર-2012. (2) ‘હિન્દી સાહિત્ય અકાદમી’ –રાજસ્થાન. (3) ‘હિન્દી સાહિત્ય અકાદમી’-મધ્યપ્રદેશ. નોંધ= ડો.કલ્યાણ વૈષ્ણવ હિન્દીનાં અધ્યાપક તરીકે વિસનગરની સરકારી એમ.એન.કોલેજમાં વર્ષોથી અધ્યાપન કાર્ય કરે છે. ડો.વૈષ્ણવ વર્ષોથી કવિતાઓ લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ’ ઇ.સ.2003માં સંગ્રહસ્થ થાય છે. ત્યારે તેમની કવિતામાં રહેલું વિત્ત ઘણાં જ દલિત વિવેચકોને પારખેલું. કવિશ્રી ભી. ન.વણકરે ‘આંખ’ની પ્રસ્તાવના લખીને ડો.કેકે.વૈષ્ણવને કવિતાઓને સુપેરે ખોલી આપી હતી. કવિશ્રીને નાનપણથી ઘણી જ આપદાઓ વેઠવી પડેલી છે. ધનાભગત તરીકે ઓળખાતા દાદાજીનાં ઘેર સમાજનાં લોકોની આવજા રહેતી. ગોર મહારાજ, વહીવંચા...

શ્રી શિરીષ પરમાર=દલિત સાહિત્યકારશ્રી

શ્રી શિરીષ પરમાર. જન્મતારીખ=23 ઓકટોમ્બર ઇ.સ.1939. જન્મસ્થળ=અમદાવાદ. વતન=અમદાવાદ. હાલનું સરનામું-639, ખસીપુર, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-22. અભ્યાસ-જૂની એસ.એસ.સી. (મેટ્રીક) અને ચિત્રકલાનો અભ્યાસ. વ્યવસાય=કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત. સંપર્ક=99130-96245. પ્રકાશિત પુસ્તકો= (1)=’થીજી ગયેલી રાત’ (ઇ.સ.1986-નવલિકાસંગ્રહ) (2)=’સીમનાં અંધારાં’ (ઇ.સ.1991-ભૂતકથાઓ) (3)=’નાથબાબાનો ચમત્કાર’ (ઇ.સ.1997-બાળવાર્તાઓ) પારિતોષિક= (1) ‘નવચેતન’ માસિક દ્વારાં ‘ઘરનો સાદ’ વાર્તાને ઇ.સ.1981-82નો કુમારી અલ્પના ગુણવંત શાહ વાર્તાચંદ્રક. (2) ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીનો ડો.આંબેડકર ફેલોશીપ ચંદ્રક. નોંધ-શિરીષ પરમાર એક એવા સર્જક છે કે જ્યારે દલિત સાહિત્યકારોમાં એકાદ-બે સર્જકો સર્જન કરી રહ્યાં હતાં ત્યારે તેઓ વાર્તાઓ લખતાં હતાં. ચિત્રકામ ઉપરાંત સાહિત્ય વાંચન તથા લેખનની રુચિને કારણે ‘ચાંદની’, ‘રંગતરંગ’, ‘આરામ’, ‘નવચેતન’, ‘શ્રીરંગ’ જેવા સામયિકોમાં એમની નવલિકાઓ પ્રગટ થઇ હતી. આ વાર્તાકાર ઇ.સ.1980 પછી તો સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઇ ગયા હતાં. શિરીષ પરમારનું વાર્તાકાર તરીકે તે વખતે ખૂબ નામ જાણીતું હતું...

શ્રી નગીનચંદ્ર ડોડિયા-દલિત સાહિત્યકારશ્રી

દલિતસર્જકશ્રી નગીનચંદ્ર ડોડિયા. જન્મતારીખ= 1લી જૂન ઇ.સ.1951. જન્મસ્થળ=પાટણ, વતન=પાટણ. હાલનું સરનામું=23, ખોડિયારનગર સોસાયટી, મોતીશાગેટ, ટેકરા ઉપર, પાટણ (ઉતર ગુજરાત) પીનકોડ નંબર=384265. અભ્યાસ=એમ.એ. વ્યવસાય=પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી. સંપર્ક (ઘર-02766-292861) મોબાઇલનંબર-99245-54878. પ્રકાશિત પુસ્તકો= ’પિંજિકા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થવામાં... નોંધ-શ્રી નગીનચંદ્ર ડોડિયા એક મહત્વનાં દલિત કવિ છે. જ્યારે દલિત કવિતાનો ઉદભવકાળ હતો તે સમયથી એમની કાવ્યરચનાઓ પ્રગટ થવા માંડી હતી. હજી સુધી એમનો એકપણ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી, પરંતુ; તેમનાં બે કાવ્યસંગ્રહો પ્રગટ થાય તેટલાં કાવ્યો એમણે લખ્યાં છે. પ્રારંભમાં ભગીનચંદ્ર પરમારનાં નામે લખતાં આ કવિને લોકો સમક્ષ પુસ્તકાકારે પ્રગટ થવાની જરાય મહત્વાકાંક્ષા નથી. લગભગ 1980 પછી કવિતા લખવાની શરુઆત કરનાર આ કવિ હવે ટકોરાબંધ રચનાઓ થકી આપણી સમક્ષ પ્રગટ થયા ત્યારે એમનાં કાવ્યો માણવાની મજા પડશે તેમ નિ:શંક કહી શકાય. આ કવિને પહેલાં ધોરણથી જ કવિતા ગમતી હતી. બીજા ધોરણમાં આખા વર્ગને મોઢે કવિતાઓ ગવડાવતાં.આઠમા ધોરણથી છંદોબધ્ધ કવિતાઓનું ભાવન એમને આગળ જતાં ખૂબ ખપમાં આવ્યું છ...

ડો.આર,એચ.વણકર (પ્રો.ડો.વણકરસાહેબ)

ડો.આર.એચ.વણકર.(ડો.રમણિકભાઇ વણકર) જન્મતારીખ=1-જૂન ઇ.સ.1954. જન્મસ્થળ=મું લાલ માંડવા, તા,કપડવંજ, જિ.ખેડા. હાલનું સરનામું-‘પ્રકૃતિ’ મારુતી સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી પાસે, ઢાંક માર્ગ-ઉપલેટા-360490. અભ્યાસ=બુ.અ.પ્ર./એમ.એ./પીએચ.ડી. (હિન્દી વિષય) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર, શ્રીમતી આર.પી.ભાલોડિયા મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ-ઉપલેટા. સંપર્ક (ઘર-02826-223585) મો.94285-85943. પ્રકાશિત પુસ્તકો= (1) ‘તુલશી મુક્તાવલી (અનુવાદ) ઇ.સ.1996. (2) ‘તુલશી દોહાવલી’ (સંપાદન) ઇ.સ.2003. (3) ‘ટોલ્સટોય’ (અનુવાદ) ઇ.સ.2003. (4) ‘દલિત સાહિત્ય આંદોલન’ ઇ.સ.2003. (5) ‘દાદુનું જીવનદર્શન’ ઇ.સ.2006. (6) ‘ગુજરાતી દલિત સાહિત્યકાર પરિચય કોશ’ ઇ.સ.2006 (7) ‘હિન્દી કી શ્રેષ્ઠ દલિત કહાંનિયા’ ઇ.સ.2007. (8) ‘શિક્ષણ:ઓશોની દષ્ટિએ’ ઇ.સ.2008. (9) ‘દલિત ડેપ્યુટી કલેકટર’ (નાટક) ઇ.સ.2009. (10) ‘રશ્મિરથી’ સમગ્ર મૂલ્યાંકન ઇ.સ.2010. (11) ‘છાપરું’ (નવલકથા-અનુવાદ) ઇ.સ.2010. (12) ‘જૂઠન’ (આત્મકથા-અનુવાદ નોંધ) ઇ.સ.2013 નોંધ=ડો.આર.એચ.વણકરે પ્રારંભમાં દેવગઢ બારીયાથી બુ.અ.પ્ર.કરીને જામનગર જિલ્લાનાં જુવાનપુર ગામમાં નોકરીની શરુઆત કરી અને એક વર્...

ડો,મહેશ દાફડા દલિત સર્જકશ્રી

દલિત સર્જક પ્રો.મહેશ દાફડા. જન્મતારીખ=4 સપ્ટેમ્બર ઇ.સ.1967. જન્મસ્થળ=સરંભડા, વતન-સરંભડા તા.-જિ.અમરેલી. હાલનું સરનામું-ભાવનગર, 5613, નિલકંઠનગર, ‘જનયિત્રી’ ઘોઘારોડ,-ભાવનગર. અભ્યાસ=એમ.એ./બી.એડ/પીએચ.ડી. વ્યવસાય=મદદનિશ શિક્ષક (અંગ્રેજી), સનાતન ધર્મ હાઇસ્કૂલ, ભાવનગર. મોબાઇલ નંબર=94269-66653. પ્રકાશિત પુસ્તકો- (1) ‘યુગપુરુષ ડો.ભીમરાવ આંબેડકર. (2) ‘શિક્ષણની ભૂગોળ’ (શૈક્ષણિક લેખોનો સંગ્રહ) (3) ‘કડવા ઘૂંટડા’ (દલિત વાર્તાસંગ્રહ) (4) ‘દલિત સાહિત્ય:સંજ્ઞા, ઉદભવ અને વિકાસ’ વિશેષ સિધ્ધિ:= (1) શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તા.5-6-2005 ભાવનગર. (2) શ્રેષ્ઠ નાટ્યકૃતિ એવોર્ડ માન.મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને સૌરભ પટેલનાં હસ્તે તા.2-6-2004 ભાવનગર. (3) રાજ્યકક્ષાનો ‘ગુજરાત ગવર્નમેંટ ટેકનોલોજી’ એવોર્ડ બેસ્ટઇફર્ટ માન.શિક્ષણમંત્રી શ્રી આનંદીબેન પટેલ હસ્તે તા.27-1-2006 અમદાવાદ. (4) ‘વિશિષ્ટ વ્યક્તિ સન્માન’ એવોર્ડ રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોહ-ન્યૂ દિલ્હી, અધ્યક્ષશ્રી ફકીરભાઇ વાઘેલાનાં હસ્તે તા.15-9-2006. ભાવનગર. (5) ઇંટરનેશનલ સંસ્થા રોટરી કલબ, ભાવનગર દ્વારાં ‘વોકેશનલ એવોર્ડ’ તા.12-11-2006 ભાવનગર. (6) શાળા કક્ષાએ...

દલિત સર્જક શ્રી પ્રવીણ જોષી.

પ્રવીણ જોષી જન્મતારીખ=7 જૂન ઇ.સ.1968. જન્મસ્થળ=પસવાદળ, તા.વડગામ જિ.બનસકાંઠા. (ઉતર ગુજરાત) હાલનું સરનામું=ખોડિયાર મંદિર પાસે, લાલ બાગ, સદરપુરા રોડ (તા.પાલનપુર. ઉતર ગુજરાત) અભ્યાસ-એમ.એ./એમ.એડ/એલ.એલ.બી. વ્યવસાય=માધ્યમિક શિક્ષક, શ્રી વિદ્યાનિકેતન માધ્યમિક શાળા, મુ.પો.ધાણધા (તા.પાલનપુર) સંપર્ક=98794-23363. પ્રકાશિત પુસ્તકો= (1) ‘વણસૂંઘ્યાં ફૂલડાં’ (નવલકથા) (2) ‘પરણેતર’ (નવલકથા) (3) ‘કોકિલ’ (કાવ્યસંગ્રહ) (4) ‘કલંકિની’ (વાર્તાસંગ્રહ) (5) ‘પરદેશ અનુભવો’ (સંપાદન) (6) ‘ઝરુખો જુએ તારી વાટ’ (નવલકથા) આગામી પુસ્તકો= (1) ‘જાતિવાદ’ (2) ‘ચમક ચમક ચમકે તારા’ (બાળગીત) (3) ‘સંભારણાં’ (પ્રેરકપ્રસંગો) પારિતોષિકો= (1) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે નિબંધસ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં પ્રશસ્તિપત્ર અને ઇનામ પ્રાપ્ત (ઇ.સ.1990) (2) કોલેજ કક્ષાએ નિબંધલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતાં સન્માન (ઇ.સ.1991) નોંધ=’શ્રી પ્રવીણભાઇ જોષી માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ‘રખેવાળ દૈનિક’, ‘જનસેતુ દૈનિક’, ‘બી.કે.ન્યૂઝ દૈનિક’ સાથે જોડાયેલ તથા તેમાં કોલમ લખતાં તેમ જ નવલકથા, વાર્તાઓ, કાવ...

દલિત સાહિત્યકારશ્રી અમૃત મકવાણા

શ્રી અમૃત મકવાણા. જન્મતારીખ-તા.28 માર્ચ 1972. જન્મસ્થળ-મુ.પો.નવાગામ તા.માંડલ (જિ.અમદાવાદ) વતન=મું.પો.નવાગામ, તા.માંડલ જિ..અમદાવાદ. હાલનું સરનામું-ગાયત્રીપાર્ક, નાડોદા છાત્રાલય પાસે, 80 ફૂટ રોડ, વઢવાણ-સુરેન્દ્રનગર. વ્યવસાય=સંસ્થા સંચાલન. સંપર્ક=મો.નં.99130-15323. પ્રકાશિત પુસ્તકો= (1) ‘લિસોટા’ (ઇ.સ.2003 વાર્તાસંગ્રહ) (2) ‘ખારાપાટનું દલિત લોકસાહિત્ય’ (ઇ.સ.2005 સંપાદન-સંશોધન) (3) ‘હદયાનુભૂતિ’ (ઇ.સ.2007-સંપાદન) પારિતોષિક= (1) દલિત સાહિત્ય અકાદમી દ્વારાં શ્રેષ્ઠવાર્તાસંગ્રહ એવોર્ડ ઇ.સ.2009. (2) દાસી જીવણ એવોર્ડ (ઇ.સ.2013) નોંધ=’શ્રી અમૃત મકવાણાએ ‘લિસોટો’ (ઇ.સ.2003)નામનો એક દલિત વાર્તાસંગ્રહ આપ્યો છે. આ સંગ્રહની ‘વેઠ’, ‘લિસોટો’ જેવી વાર્તાઓ સાચે જ ધ્યાનપાત્ર છે. ‘વેઠ’ વાર્તા તો દલિત વાર્તાનાં કોઇપણ સંપાદનમાં સ્થાન પામી શકે એવી વાર્તા છે. જાહેરજીવનમાં કાર્યશીલ એવા આ વાર્તાકારે જીવનને સાવ નજીકથી જોયું છે. ‘મારે તો આક્રોશ અને વિદ્રોહનાં મૂળમાં પડેલી, સળગતી સવારની વાત કહેવી છે. સમાજ રચનાનાં ઓઠા તળે વેઠિયા અને ઉપેક્ષિત બનેલા અધમૂઆઓની આહ રહેલી છે મારે જે કહેવું છે, ગાવું છે તેમાં જો કલાતત્વ અવરો...

દલિત સાહિત્યકાર શ્રી બી કેશરશિવમ

શ્રી. બી.કેશરશિવમ. જન્મ તારીખ-28 સપ્ટેમ્બર 1940. જન્મસ્થળ-કલોલ (ઉતર ગુજરાત) વતન-કલોલ (ઉતર ગુજરાત) હાલનું સરનામું=’શૂળ’ પ્લોટનંબર-138/2, સેકટર-1 બી, ગાંધીનગર.-382007. અભ્યાસ-એમ.એ../એલ.એલ.બી. સંપર્કસૂત્ર=079-23237835. (મો.)=9898029217. પ્રકાશિત પુસ્તકો= નવલકથાઓ=’શૂળ’ (ઇ.સ.1995), ‘મૂળ અને ધૂળ’ (ઇ.સ.2000), ‘પત્ની’ (ઇ.સ.2004) વાર્તાસંગ્રહો=’જન્મદિવસ’ (ઇ.સ.2000), ‘રાતી રાયણની રતાશ’ (ઇ.સ.2001), ‘ડો.સીમા’ (ઇ.સ.2003) ’લક્ષ્મી’ (ઇ.સ.2001), ‘અધૂરું ત્રાગુ’ (ઇ.સ.2004), ‘મધપૂડો’ (ઇ.સ.2005), ‘શહીદ !’ (ઇ.સ.2006) ‘માણકી’ (ઇ.સ.2007) અને ‘વિમળા’ (ઇ.સ.2008) નિબંધસંગ્રહ=’ગાય-જો-ડેરો’ (ઇ.સ.2000), ‘હયાતીનાં હસ્તાક્ષર’ (ઇ.સ.2007) આત્મકથા=’પૂર્ણસત્ય’ ભાગ-1 (ઇ.સ.2002) પારિતોષિક= (1) સંતોકબા સુવર્ણચંદ્રક. (2) ‘જન્મદિવસ’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું બીજું ઇનામ. (3) નવલકથા ‘મૂળ અને ધૂળ’ને ‘સંદેશ નવલકથા-સ્પર્ધા’નું બીજું ઇનામ. (4) ગુજરાત સમાચાર અને સંદેશનાં વાર્તા-સ્પર્ધાનાં ઇનામો. નોંધ=શ્રી બી.કેશવશિવમએ નિવૃત થયા પછી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ હાથ ધરી છે. ઇ.સ.1995થી ઇ.સ.2010 સુધીની તેમની 15 વ...

શ્રી પ્રવીણ ગઢવી (દલિત સાહિત્યકારશ્રી)

પ્રવીણ ગઢવી. જન્મતારીખ=15 મે 1951. જન્મસ્થળ=મોઢેરા (જિ,મહેસાણા) વતન-મોઢેરા. હાલનું સ્થળ=આસવલોક, 466/2, સે-1, ગાયત્રીમંદિર પાસે, ગાંધીનગર-382007. અભ્યાસ-એમ.એ.(અંગ્રેજી સાહિત્ય) વ્યવસાય=ભારતીય વહીવટી સેવા. સંપર્ક મો.નં=99784-05097. પ્રકાશિત પુસ્તકો= કવિતા==’આસવદ્વીપ’, ‘મધુ વાતાઋતાયતે’, ‘બેયોનેટ’, પદછાયો’, ‘તુણીર’ વાર્તાસંગ્રહો==’સૂરજનાં પંખી’, ‘પ્રતીક્ષા’, ‘મલાકા’.’અંતરવ્યથા’, ’સ્વર્ગ ઉપર મનુષ્ય’. વિવેચન==’સોહામણી રુપેણ’ (લોકગીતો), ‘મધ્યકાલીન કાવ્ય વિનોદ’ (આસ્વાદ), ‘શબ્દપાન’. ભાષાંતર=’ધી વોઇસ ઓફ ધી લાસ્ટ’, ‘સૂર્યોદય કી પ્રતીક્ષા’. સંપાદન=’ચારણ કવિચરિત્ર’ (ચારણી સાહિત્ય ઉપર લેખો), ‘દુંદુભી’ (દલિત કવિતા) ‘હરીશ મંગલમ અને દલપત ચૌહાણ સાથે. પારિતોષિક= (1) ‘સૂરજ પંખી’ ટૂંકીવાર્તાસંગ્રહને ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. (2) કલેકટર, અમરેલી તરીકે સ્વાંત સુખાય ‘કલાપી તીર્થ’ને ગુજરાત સરકારનો પુરસ્કાર પ્રાપ્ત. નોંધ=શ્રી પ્રવીણ ગઢવી આઇ.એ.એસ. અધિકારી છે. એમણે જિલ્લા કલેકટરથી માંડીને કેટલીક કચેરીઓમાં નિયામક અને કમિશ્નરશ્રી તરીકે સેવાઓ આપેલી-બજાવેલી છે. તેમનાં આશરે વીસેક જેટલાં પુસ્તકો પ્...

દલિત લેખિકા શ્રીમતી જસુમતીબહેન પરમાર

જસુમતી પરમાર. જન્મતારીખ=2જી જૂન 1958. જન્મસ્થળ-મું.વટવા તા.સિટી. જિ.અમદાવાદ. સાસરું=મું.ભુવાલડી. તા.દસક્રોઇ જિ.અમદાવાદ. હાલનું સરનામું=4 હેમાંગ પાર્ક, વેજલપુઅર અમદાવાદ-380051. અભ્યાસ=એસ.એસ.સી./પી.ટી.સી. વ્યવસાય=નિવૃત્ત શિક્ષિકા સંપર્કસૂત્ર=મો.નં-99092-64914. પ્રકાશિત પુસ્તકો=હજી સુધી કોઇ સ્વતંત્ર પુસ્તક પ્રકાશિત થયેલું નથી. પણ કેટલીક વાર્તાઓ, કેટલાંક આત્મકથનો, ગુજરાતી દલિત સાહિત્યનાં સામયિકો/સંપાદનોમાં પ્રગટ થયેલ છે. એમાના કેટલાક હિન્દી તથા અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયેલાં છે. નોંધ-ગુજરાતી દલિત સાહિત્યમાં આમ પણ સ્ત્રી લેખકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે અને એનાં પ્રમુખ કારણોમાં આર્થીક-સામાજિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક વંચિતતાઓનો સરવાળો, જે દલિત નારીને હજી આજે પણ કલમ પકડતી અટકાવી રહ્યો છે. અને એ વિટંબણાપ છતાં, જે થોડાંક આશાસ્પદ નામો ઉભર્યા છે એમાં એક નામ શ્રીમતી જસુમતી પરમારનું છે. જસુમતી કહે છે કે સ્ત્રી હોવાને કારણે સ્ત્રીઓને વેઠવા પડતાં દુ:ખો ઉપરાંત બે સંતાનોનાં પિતા સાથે પોતાનાં પ્રેમલગ્નને કારણે, અને એમાંય દલિત-દલિતનાં આંતરજ્ઞાતિય લગ્નને કારણે જીવનમાં જે જોવા-જાણવાં-માણવા-ભોગવવ...

દલિત કવિશ્રી બ્રહ્મ ચમાર-પરિચય

દલિત કવિશ્રી બ્રહ્મ ચમાર-સર્જક પરિચય. જન્મતારીખ-26-3-1982. જન્મસ્થળ- ગામ-મોરવાડા, તા-વાવ. જિ.બનાસકાંઠા.. વતન-ચલાદર તા.ભાભર જિ.બનાસકાંઠા. હાલનું સરનામું=રાધાનેસડા, પોસ્ટ-કુંડળિયા તા.વાવ. જિ.બનાસકાંઠા.-385575. અભ્યાસ-એમ.એ. / એમ.એડ. વ્યવસાય=લોકશિક્ષક (રાધાનેસડા તા.વાવ) મો.નંબર = 99133-63086. પુસ્તક= ‘અસ્તિત્વ અને ઓળખ’ (દલિત કવિતા સંપાદન) ઇ.સ.2012. પારિતોષિક= શ્રેષ્ઠ કવિતા પારિતોષિક (દેશાવીરા ચેરીટેબલ ટ્રસ્ટ ‘દલિતચેતના’નું વર્ષ 2010-11નું ‘પરિવર્તન’ને શ્રેષ્ઠ કવિતા માટેનું પારિતોષિક. નોંધ=બ્રહ્મ ચમાર કવિતામાં આક્રોશ ધગધગતા લાવા જેવો છે. તેનું કારણ બાળપણથી જ એમને સામાજિક વર્ણવ્યવસ્થાને કારણે ઘણું જ સહન કરવું પડ્યું છે, વેઠવું પડ્યું છે. પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જમવા અલગ બેસવાનું, સવર્ણને ઘેર જમવા થાળી લઇને જવાનું, પાણી ઉંચેથી સવર્ણ પાય ત્યારે જ પીવાનું, સવર્ણને સ્પર્શી જવાય તો ગંદી ગાળો ખાવાની-આ બધાને કારણે એ દલિત કવિતા લખવા પ્રેરાયા. આ કવિની ઉંચ-નીચનાં ભેદભાવ, તિરસ્કાર અને શોષણમાંથી જન્મી છે. એક દલિત હોવાને નાતે એમણે જે કાંઇ વેઠવું પડ્યું અને પડકારો અને પીડાઓનો સામનો કરવો પડ્યો છે,...