દલિત સર્જક શ્રી પ્રવીણ જોષી.
પ્રવીણ જોષી
જન્મતારીખ=7 જૂન ઇ.સ.1968. જન્મસ્થળ=પસવાદળ, તા.વડગામ જિ.બનસકાંઠા. (ઉતર ગુજરાત) હાલનું સરનામું=ખોડિયાર મંદિર પાસે, લાલ બાગ, સદરપુરા રોડ (તા.પાલનપુર. ઉતર ગુજરાત)
અભ્યાસ-એમ.એ./એમ.એડ/એલ.એલ.બી. વ્યવસાય=માધ્યમિક શિક્ષક, શ્રી વિદ્યાનિકેતન માધ્યમિક શાળા, મુ.પો.ધાણધા (તા.પાલનપુર) સંપર્ક=98794-23363. પ્રકાશિત પુસ્તકો= (1) ‘વણસૂંઘ્યાં ફૂલડાં’ (નવલકથા) (2) ‘પરણેતર’ (નવલકથા) (3) ‘કોકિલ’ (કાવ્યસંગ્રહ)
(4) ‘કલંકિની’ (વાર્તાસંગ્રહ) (5) ‘પરદેશ અનુભવો’ (સંપાદન) (6) ‘ઝરુખો જુએ તારી વાટ’ (નવલકથા) આગામી પુસ્તકો=
(1) ‘જાતિવાદ’ (2) ‘ચમક ચમક ચમકે તારા’ (બાળગીત) (3) ‘સંભારણાં’ (પ્રેરકપ્રસંગો) પારિતોષિકો= (1) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે નિબંધસ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં પ્રશસ્તિપત્ર અને ઇનામ પ્રાપ્ત (ઇ.સ.1990) (2) કોલેજ કક્ષાએ નિબંધલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતાં સન્માન (ઇ.સ.1991) નોંધ=’શ્રી પ્રવીણભાઇ જોષી માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ‘રખેવાળ દૈનિક’, ‘જનસેતુ દૈનિક’, ‘બી.કે.ન્યૂઝ દૈનિક’ સાથે જોડાયેલ તથા તેમાં કોલમ લખતાં તેમ જ નવલકથા, વાર્તાઓ, કાવ્યો વગેરે સમયાંતરે પ્રગટ થતું રહેતું. સામાજિક પ્રવૃત્તિઓની સાથે જોડાયેલ તથા દલિત સમાજ જનજાગૃતિ માટે સતત ચિંતનશીલ, નબળા વર્ગનાં બાળકો માટે સતત ઉત્સાહી. કન્યા કેળવણી માટે સતત પ્રયત્નશીલ. ડો.બાબાસાહેબ આંબેડકરનાં વિચારોને વરેલ તથા એમનાં માર્ગે આગળ જવા માટે કૃતનિશ્ચયી. એમણે બાબાસાહેબનાં વિચારોને પોતાના સર્જનમાં વણી લઇને દલિતધારાને અનુરુપ રચનાઓને પણ લખી છે. એ સામાજિક અન્યાયો સામે ઝઝૂમતાં લેખક છે. એમની કૃત્તિઓમાં દલિતધારાને પોષતી રચનાઓ ઓછી હોવા છતાં જેટલી છે તેટલી રચનાઓમાં એ દલિતોનાં હિતચિંતક તરીકેની ઓળખ ઉભી કરે છે. જુદા-જુદા દૈનિકોમાં કોલમ નિમિત્તે એમણે દલિતોનાં પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. એમની લોકપ્રિય થયેલી કાવ્યરચના ‘બણબણતી માખી’માં ભલે કાવ્યત્વ ઝાંખું-પાંખું હોય, પરંતુ તેમાં રહેલો વેધક કટાક્ષ પ્રવીણ જોષીને દલિત કવિ તરીકે સ્થાપી આપે છે. પોતાની કવિતાઓમાં મુખર થયા વિનાં હવે દલિત કવિતાને બુલંદ ચહેરો ઉપસાવી આપે તેવી પ્રવીણભાઇ પાસે અપેક્ષા રહે છે.’
-લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:9 અંક:1 સળંગ અંક:97, નવેમ્બર-2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4.
=================================
Comments
Post a Comment