દલિત સાહિત્યકાર શ્રી બી કેશરશિવમ

શ્રી. બી.કેશરશિવમ. જન્મ તારીખ-28 સપ્ટેમ્બર 1940. જન્મસ્થળ-કલોલ (ઉતર ગુજરાત) વતન-કલોલ (ઉતર ગુજરાત) હાલનું સરનામું=’શૂળ’ પ્લોટનંબર-138/2, સેકટર-1 બી, ગાંધીનગર.-382007. અભ્યાસ-એમ.એ../એલ.એલ.બી. સંપર્કસૂત્ર=079-23237835. (મો.)=9898029217. પ્રકાશિત પુસ્તકો= નવલકથાઓ=’શૂળ’ (ઇ.સ.1995), ‘મૂળ અને ધૂળ’ (ઇ.સ.2000), ‘પત્ની’ (ઇ.સ.2004) વાર્તાસંગ્રહો=’જન્મદિવસ’ (ઇ.સ.2000), ‘રાતી રાયણની રતાશ’ (ઇ.સ.2001), ‘ડો.સીમા’ (ઇ.સ.2003) ’લક્ષ્મી’ (ઇ.સ.2001), ‘અધૂરું ત્રાગુ’ (ઇ.સ.2004), ‘મધપૂડો’ (ઇ.સ.2005), ‘શહીદ !’ (ઇ.સ.2006) ‘માણકી’ (ઇ.સ.2007) અને ‘વિમળા’ (ઇ.સ.2008) નિબંધસંગ્રહ=’ગાય-જો-ડેરો’ (ઇ.સ.2000), ‘હયાતીનાં હસ્તાક્ષર’ (ઇ.સ.2007) આત્મકથા=’પૂર્ણસત્ય’ ભાગ-1 (ઇ.સ.2002) પારિતોષિક= (1) સંતોકબા સુવર્ણચંદ્રક. (2) ‘જન્મદિવસ’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું બીજું ઇનામ. (3) નવલકથા ‘મૂળ અને ધૂળ’ને ‘સંદેશ નવલકથા-સ્પર્ધા’નું બીજું ઇનામ. (4) ગુજરાત સમાચાર અને સંદેશનાં વાર્તા-સ્પર્ધાનાં ઇનામો. નોંધ=શ્રી બી.કેશવશિવમએ નિવૃત થયા પછી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ હાથ ધરી છે. ઇ.સ.1995થી ઇ.સ.2010 સુધીની તેમની 15 વર્ષની સાહિત્યયાત્રામાં ત્રણ નવલકથાઓ, નવ વાર્તાસંગ્રહો, બે નિબંધસંગ્રહ અને એક આત્મકથા મળીને પંદરેક જેટલાં પુસ્તકો પ્રગટ થયા છે. એમને ‘પૂર્ણસત્ય’ આત્મકથાને આંતરરાષ્ટ્રીય ખ્યાતી મળી છે. શ્રી બી.કેશવશિવમ દલિત સમસ્યા સાથે નિસ્બત રાખીને લખતાં લેખક છે. એ દલિત સાહિત્ય પ્રત્યે પૂરેપૂરા પ્રતિબધ્ધ છે. એ સભાન સર્જક છે. વાર્તા-નવલકથાનાં મૂળભૂત લક્ષણોને એ જાણે છે. એમની નિસ્બત સમાજ સાથે હોવાથી સર્જનમાં સામાજિક વાસ્તવનું નિરુપણ કરવાનું એ ચૂકતાં નથી. ટૂંકા ગાળામાં આટલા બધાં પુસ્તકોનું સર્જન કરવું એ નાનીસૂની ઘટના નથી. હજીયે એમની સાહિત્ય સાધના અવિરત ચાલું રહેશે તેવી આશા બંધાય છે.’ -લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:4 અંક:5 સળંગ અંક:41, માર્ચ-2010 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.1/2. ========================================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા