શ્રી નગીનચંદ્ર ડોડિયા-દલિત સાહિત્યકારશ્રી

દલિતસર્જકશ્રી નગીનચંદ્ર ડોડિયા. જન્મતારીખ= 1લી જૂન ઇ.સ.1951. જન્મસ્થળ=પાટણ, વતન=પાટણ. હાલનું સરનામું=23, ખોડિયારનગર સોસાયટી, મોતીશાગેટ, ટેકરા ઉપર, પાટણ (ઉતર ગુજરાત) પીનકોડ નંબર=384265. અભ્યાસ=એમ.એ. વ્યવસાય=પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી. સંપર્ક (ઘર-02766-292861) મોબાઇલનંબર-99245-54878. પ્રકાશિત પુસ્તકો= ’પિંજિકા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થવામાં... નોંધ-શ્રી નગીનચંદ્ર ડોડિયા એક મહત્વનાં દલિત કવિ છે. જ્યારે દલિત કવિતાનો ઉદભવકાળ હતો તે સમયથી એમની કાવ્યરચનાઓ પ્રગટ થવા માંડી હતી. હજી સુધી એમનો એકપણ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી, પરંતુ; તેમનાં બે કાવ્યસંગ્રહો પ્રગટ થાય તેટલાં કાવ્યો એમણે લખ્યાં છે. પ્રારંભમાં ભગીનચંદ્ર પરમારનાં નામે લખતાં આ કવિને લોકો સમક્ષ પુસ્તકાકારે પ્રગટ થવાની જરાય મહત્વાકાંક્ષા નથી. લગભગ 1980 પછી કવિતા લખવાની શરુઆત કરનાર આ કવિ હવે ટકોરાબંધ રચનાઓ થકી આપણી સમક્ષ પ્રગટ થયા ત્યારે એમનાં કાવ્યો માણવાની મજા પડશે તેમ નિ:શંક કહી શકાય. આ કવિને પહેલાં ધોરણથી જ કવિતા ગમતી હતી. બીજા ધોરણમાં આખા વર્ગને મોઢે કવિતાઓ ગવડાવતાં.આઠમા ધોરણથી છંદોબધ્ધ કવિતાઓનું ભાવન એમને આગળ જતાં ખૂબ ખપમાં આવ્યું છે. શ્રી ડોડિયા વણકર જ્ઞાતિમાંથી આવતા હોવાથી હાથશાળ પર વણતાં વણતાં ગીતો ગાતા પિતા પાસેથી લયઢાળનો એમને વારસો મળ્યો છે. દલિતપ્રેમી રાજવી મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડને તેમની મોજડીમાં ઉંટી ઝેર મૂકી મારી નખાયેલા તે રાસડો ગાઇ કવિને શબ્દલય તરફ એમની માતૃશ્રી પણ દોરી ગયાં. એમનો પ્રિય છંદ શિખરિણી છે. શ્રી ડોડિયામાં દલિત લલિતની કોઇ સભાનતા વિના કવિતા પ્રગટીને શબ્દસ્થ થઇ હોવાથી એમાં કાવ્યાત્મકતા અને દલિત સમસ્યાનો સમંવય સધાયો છે. ’કવિલોક’, ‘શબ્દસૃષ્ટિ’, ‘નિરીક્ષક’, ‘કસ્તૂરી’, ‘કાળોસૂરજ’, ‘લોક પડકાર’, ‘અભ્યુદય’, ‘હમસફર’, ‘કફન’ જેવાં સામયિકોમાં શ્રી નગીનચંદ્ર પરમારનાં નામે એમનાં કાવ્યો પ્રગટ થતાં રહ્યાં છે. તો દલિત કવિતાનાં અનેક સંપાદનોમાં એમની રચનાઓનો સ્માવેશ થતો રહ્યો છે. ‘ગરીબોનું ગીત’, અને ‘અ6ધારમાં ડૂબી ગયેલાં સૂરજો’ ગઝલ-બંન્ને દલિત કવિતા એવું નામાકરણ થયા અગાઉ રચાઇ છે. શ્રી ડોડિયાની દષ્ટિએ કવિતામાં કાવ્યત્વ હોવું જરુરી છે, વિષય અને પ્રતિબધ્ધતા સાયાસો તરફ દોરી જનારી બાબતો છે. એમણે ક્યારેય કોઇ કવિતા ઇરાદાપૂર્વક રચી નથી. એમની રચના ‘બાપ મારો’ દલિત કવિતામાં નોંધપાત્ર રચના ગણાય છે. શ્રી રાજુ સોલંકીએ એનો અંગ્રેજી અનુવાદ કરેલો છે. ‘ગરીબોનું ગીત’ રચના દલિત સાહિત્યમાં બહોળો આવકાર પામી છે. એનાં પ્રથમ પ્રકાશન સમયે જાણીતા સાહિત્યકાર સરોજ પાઠકે એમની ‘શ્રી’ સામયિકની કોલમમાં આ ગીતની પંક્તિઓનો વિશેષ ઉલ્લેખ કરેલો. શ્રી નગીનચંદ્ર ડોડિયાનો કવિ તરીકે પ્રથમ સ્વીકાર એમની કોલેજનાં જિતેન્દ્ર કા.વ્યાસે કરેલો. શ્રી ડોડિયાનાં વિકાસ અને પ્રોત્સાહનમાં અનેક સાહિત્યકારોએ રસ દાખવ્યો છે. હાલ તો શ્રી ડોડિયાનાં પ્રથમ કાવ્ય-સંગ્રહની રચનાઓ સત્વરે આપણી સમક્ષ પ્રગટે તેવી ઇંતેજારી છે.’= લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:6 અંક:10 સળંગ અંક:70, ઓગસ્ટ=2012 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.1/2. =============================================================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા