ડો,મહેશ દાફડા દલિત સર્જકશ્રી
દલિત સર્જક પ્રો.મહેશ દાફડા.
જન્મતારીખ=4 સપ્ટેમ્બર ઇ.સ.1967. જન્મસ્થળ=સરંભડા, વતન-સરંભડા તા.-જિ.અમરેલી. હાલનું સરનામું-ભાવનગર, 5613, નિલકંઠનગર, ‘જનયિત્રી’ ઘોઘારોડ,-ભાવનગર. અભ્યાસ=એમ.એ./બી.એડ/પીએચ.ડી. વ્યવસાય=મદદનિશ શિક્ષક (અંગ્રેજી), સનાતન ધર્મ હાઇસ્કૂલ, ભાવનગર. મોબાઇલ નંબર=94269-66653. પ્રકાશિત પુસ્તકો- (1) ‘યુગપુરુષ ડો.ભીમરાવ આંબેડકર. (2) ‘શિક્ષણની ભૂગોળ’ (શૈક્ષણિક લેખોનો સંગ્રહ) (3) ‘કડવા ઘૂંટડા’ (દલિત વાર્તાસંગ્રહ) (4) ‘દલિત સાહિત્ય:સંજ્ઞા, ઉદભવ અને વિકાસ’
વિશેષ સિધ્ધિ:= (1) શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તા.5-6-2005 ભાવનગર. (2) શ્રેષ્ઠ નાટ્યકૃતિ એવોર્ડ માન.મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને સૌરભ પટેલનાં હસ્તે તા.2-6-2004 ભાવનગર. (3) રાજ્યકક્ષાનો ‘ગુજરાત ગવર્નમેંટ ટેકનોલોજી’ એવોર્ડ બેસ્ટઇફર્ટ માન.શિક્ષણમંત્રી શ્રી આનંદીબેન પટેલ હસ્તે તા.27-1-2006 અમદાવાદ. (4) ‘વિશિષ્ટ વ્યક્તિ સન્માન’ એવોર્ડ રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોહ-ન્યૂ દિલ્હી, અધ્યક્ષશ્રી ફકીરભાઇ વાઘેલાનાં હસ્તે તા.15-9-2006. ભાવનગર. (5) ઇંટરનેશનલ સંસ્થા રોટરી કલબ, ભાવનગર દ્વારાં ‘વોકેશનલ એવોર્ડ’ તા.12-11-2006 ભાવનગર. (6) શાળા કક્ષાએ બે વાર ‘શ્રેષ્ઠ શિક્ષક’ સન્માન તા.14-2-1998 તથા તા.9-2-2005. (7) ગુજરાત સમાચાર તથા એર ઇંડિયા દ્વારાં આયોજિત બોલ્ટ એવોર્ડ સ્પર્ધામાં ‘બોલ્ટ પાર્ટીશીપેશન એવોર્ડ’ 2006-2007 – અમદાવાદ, (8) ભાવનગર શહેર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારાં ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ તા.24-12-2008 નોંધ= છેલ્લા પાંચેક વર્ષમાં શ્રી મહેશ દાફડા વાર્તાકાર, કવિ, વિવેચક, સંશોધક તરીકે ઉભરી આવેલાં દલિત સાહિત્યકાર છે. વ્યવસાયે શિક્ષક એવા આ સાહિત્યકારે શૈક્ષણિક ક્ષેત્રે પણ મહત્વની કામગીરી પ્રાપ્ત કરી છે. તા.5-6-2005માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ અને તા,24-12-2008માં ભાવનગર શહેર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેઓ સારા ઉદઘોષક પણ છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં તેમ જ રાજ્યમાં શ્રેષ્ઠ વક્તા તરીકે તથા ઉદઘોષક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. અમરેલી જિલ્લાનાં નાનકડાં સરંભડા ગામમાં જન્મેલાં આ લેખકનું કાર્યક્ષેત્ર ભાવનગર છે. દાન વાઘેલાનાં સંપર્કમાં રહીને એમણે દલિતધારામાં ઉત્તરોત્તર પોતાની કૃતિઓ દ્વારાં સતત ધ્યાન ખેંચ્યું છે. કવિતામાં તેઓની રુચિ ગઝલ તરફ વિશેષ રહી છે. ટૂંકી વાર્તાની લાક્ષણિકતાઓ પ્રત્યે વફાદાર રહીને એમણે નમૂનેદાર વાર્તાઓ પણ આપી છે. તેમની કવિતાઓ અને વાર્તાઓમાં છેવાડાનાં માનવીની પીડા તો છે જ પરંતુ, પાત્રોની ખુમારીગત ચેષ્ટાઓમાં તેમની સર્જનશક્તિનાં ચમકારા વારંવાર દેખાયા કર્યા છે. શિક્ષણક્ષેત્રે એમની પ્રગતિ અવિરત ચાલુ રહી છે. ઘણાં સન્માનો પ્રાપ્ત કરીને તેઓ ભાવનગરમાં એક ઉત્તમ શિક્ષક તરીકે સતત ધ્યાન ખેંચતા રહ્યા છે. ડો.બાબાસાહેબનાં કાર્યોથી તેઓ પ્રભાવિત છે. એટલે તો યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકરનાં વિવિધ કાર્યોની અણજાણ વાતોને તેઓ પુસ્તક રુપે આકારિત કરી શક્યા છે.
શ્રી દાફડાને સૌરાષ્ટ્રની તળ બોલીનો વિશેષ અનુભવ છે. એમની રચનાઓમાં તળ બોલીનો પ્રયોગ વિશેષ ધ્યાનાકર્ષક રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જે દલિત લેખકો આવ્યાં તેમાં વાર્તાક્ષેત્રે ડો.દાફડાનું મહત્વનું યોગદાન જણાય છે. આ લેખકમાં સાહિત્યક્ષેત્રે કશુંક નવું કરવાની ભારોભાર ખેવના જણાય છે. તેથી તો છેલ્લાં પાંચ વર્ષોમાં એમની રચનાઓમાં રહેલી વિવિધતાને કારણે તેઓ પરિપકવ થઇને બહાર આવ્યાં છે. શ્રી દાફડા એમનાં સર્જનથી હજી પણ ભાવકોને પોતાનાં સાહિત્યથી પ્રભાવિત કરશે, તેવી અપેક્ષા જરુર રાખી શકાય’. = લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:8 અંક:7 સળંગ અંક:91, મે=2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4. =============================================================
Comments
Post a Comment