દલિત સાહિત્યકારશ્રી અમૃત મકવાણા
શ્રી અમૃત મકવાણા.
જન્મતારીખ-તા.28 માર્ચ 1972. જન્મસ્થળ-મુ.પો.નવાગામ તા.માંડલ (જિ.અમદાવાદ) વતન=મું.પો.નવાગામ, તા.માંડલ જિ..અમદાવાદ. હાલનું સરનામું-ગાયત્રીપાર્ક, નાડોદા છાત્રાલય પાસે, 80 ફૂટ રોડ, વઢવાણ-સુરેન્દ્રનગર. વ્યવસાય=સંસ્થા સંચાલન. સંપર્ક=મો.નં.99130-15323. પ્રકાશિત પુસ્તકો= (1) ‘લિસોટા’ (ઇ.સ.2003 વાર્તાસંગ્રહ) (2) ‘ખારાપાટનું દલિત લોકસાહિત્ય’ (ઇ.સ.2005 સંપાદન-સંશોધન) (3) ‘હદયાનુભૂતિ’ (ઇ.સ.2007-સંપાદન) પારિતોષિક= (1) દલિત સાહિત્ય અકાદમી દ્વારાં શ્રેષ્ઠવાર્તાસંગ્રહ એવોર્ડ ઇ.સ.2009. (2) દાસી જીવણ એવોર્ડ (ઇ.સ.2013) નોંધ=’શ્રી અમૃત મકવાણાએ ‘લિસોટો’ (ઇ.સ.2003)નામનો એક દલિત વાર્તાસંગ્રહ આપ્યો છે. આ સંગ્રહની ‘વેઠ’, ‘લિસોટો’ જેવી વાર્તાઓ સાચે જ ધ્યાનપાત્ર છે. ‘વેઠ’ વાર્તા તો દલિત વાર્તાનાં કોઇપણ સંપાદનમાં સ્થાન પામી શકે એવી વાર્તા છે. જાહેરજીવનમાં કાર્યશીલ એવા આ વાર્તાકારે જીવનને સાવ નજીકથી જોયું છે. ‘મારે તો આક્રોશ અને વિદ્રોહનાં મૂળમાં પડેલી, સળગતી સવારની વાત કહેવી છે. સમાજ રચનાનાં ઓઠા તળે વેઠિયા અને ઉપેક્ષિત બનેલા અધમૂઆઓની આહ રહેલી છે મારે જે કહેવું છે, ગાવું છે તેમાં જો કલાતત્વ અવરોધક ન બને તો મારે એવા કલાકાર નથી થાવું..’ ‘લિસોટા’ વાર્તાસંગ્રહનાં નિવેદનમાં આ રીતે કહેતા આ લેખક પાસેથી ઘણી નમૂનેદાર વાર્તાઓ મળી છે. ‘લિસોટો’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં જોસેફ મેકવાનએ અમૃત મકવાણાને પોંખતાં જણાવ્યું છે કે ‘ભાઇ અમૃત મને મારા ગોત્રનો જ વસ્યો છે, ભલે આ વાર્તાઓ રહી, એમાં ઝિલાઇ રહેલું સાચું જીવન અવતર્યું છે.’ જોસેફ મેકવાન જેવા ગ્રામ પરિવેશનાં જાણતલનાં આશિર્વાદ અમૃત મકવાણાને મળ્યાં છે. દલિત સાહિત્યમાં જે વાર્તાકારો હમણાં વાર્તા લખવા માતે અગ્રેસર છે તેમાં ધરમાભાઇ શ્રીમાળી, દશરથ પરમાર, સંજય ચૌહાણ અને અમૃત મકવાણાને ગણી શકાય. પ્રમાણમાં ઓછું લખતાં આ લેખક ઉચ્ચ અભ્યાસ બાદ આશ્રમશાળા, આર્ટસ કોલેજ, ગુજરાત વિદ્યાપીઠ, નવોદય વિદ્યાલય તથા પી.ટી.સી. કોલેજનાં આચાર્ય તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. અંતે નોકરી નહીં કરવાનો નિર્ણય કરીને એમણે જાહેરજીવનમાં ઝંપલાવ્યું છે. આ લેખકમાં સાહિત્ય પ્રત્યેની લગન હોવાને કારણે જાહેરજીવનમાં વ્યસ્ત હોવા છતાં તેઓ અવારનવાર વાર્તાઓ લખીને પોતાનાં અસ્તિસ્ત્વનું પ્રમાણ આપતાં રહ્યાં છે. અમૃત મકવાણામાં અનુભવ, વાર્તાકળા અને નિષ્ઠા હોવાને કારણે તેઓ હજીયે સતત વાર્તાઓ લખી શકશે. ખરેખર ખારાપાટ બાજુનાં પોતાનાં જીવન અનુભવોને સચ્ચાઇ સાથે પ્રગટ કરવા જોઇએ. એ થશે ત્યારે અમૃત મકવાણાનું નામ ચોમેર ગુંજી ઉઠશે એમાં જરાય શંકા નથી.’ -લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:8 અંક:4 સળંગ અંક:88, ફેબ્રુઆરી-2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4. ============================================
Comments
Post a Comment