ડો.કલ્યાણ વૈષ્ણવ - દલિત સાહિત્યકારશ્રી
ડો.કલ્યાણ વૈષ્ણવ.
જન્મતારીખ=1 જૂન ઇ.સ.1955.
જન્મસ્થળ=બેટાવાડા તા.કપડવંજ જિ.ખેડા. હાલનું સરનામું=120/2 સેકટર-6બી, ગાંધીનગર-382006. અભ્યાસ=એમ.એ./પીએચ.ડી. (હિન્દી) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર (એમ.એન.કોલેજ, વિસનગર) સંપર્ક=97259-56490. પ્રકાશિત પુસ્તકો= (1) ‘આંખ’ (દલિત કાવ્યસંગ્રહ) (2) ‘અકબંધ આકાશ’ (કાવ્યસંગ્રહ) (3) ‘નરેશ મહેતા કે કાવ્ય કા અનુશીલન’ (પીએચ.ડી.થિસીસ પુસ્તક રુપે) પારિતોષિક= (1) ‘ભારત શિક્ષારત્ન એવોર્ડ’ દિલ્હી ડિસેમ્બર-2012. (2) ‘હિન્દી સાહિત્ય અકાદમી’ –રાજસ્થાન. (3) ‘હિન્દી સાહિત્ય અકાદમી’-મધ્યપ્રદેશ. નોંધ= ડો.કલ્યાણ વૈષ્ણવ હિન્દીનાં અધ્યાપક તરીકે વિસનગરની સરકારી એમ.એન.કોલેજમાં વર્ષોથી અધ્યાપન કાર્ય કરે છે. ડો.વૈષ્ણવ વર્ષોથી કવિતાઓ લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ’ ઇ.સ.2003માં સંગ્રહસ્થ થાય છે. ત્યારે તેમની કવિતામાં રહેલું વિત્ત ઘણાં જ દલિત વિવેચકોને પારખેલું. કવિશ્રી ભી. ન.વણકરે ‘આંખ’ની પ્રસ્તાવના લખીને ડો.કેકે.વૈષ્ણવને કવિતાઓને સુપેરે ખોલી આપી હતી. કવિશ્રીને નાનપણથી ઘણી જ આપદાઓ વેઠવી પડેલી છે. ધનાભગત તરીકે ઓળખાતા દાદાજીનાં ઘેર સમાજનાં લોકોની આવજા રહેતી. ગોર મહારાજ, વહીવંચાવાળા, તુરી-બારોટ અને ભગત-ભિખારીને એવાતચીતમાં સમાજની વરવી દશાનો પણ ઉલ્લેખ થતો.અન્ય લોકોનો રંજાડ, અત્યાચાર અને જુલ્મોની વાતો ચર્ચાતી રહેતી, ત્યારે કવિશ્રી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી હતાં. તે વખતે પ્રથમવાર સામાજિક વિષમતાનો એમણે ખ્યાલ આવેલો. નાનપણમાં મનમાં રોપાયેલાં આ સામાજિક વિષમતાનાં બીજ એમની કવિતામાં દર્દરુપે વિકસ્યાં છે. ગામનાં કૂવે અને નદીનાં કિનારે દલિતોને પાણી ભરવાની થતી કનડગત પણ ડો. વૈષ્ણવે અનુભવી છે. આ અનુભવ પણ એમનેકવિતામાં ખપ લાગ્યો છે. ગ્રેજ્યુએટ થયા પછી ગામમાં રહેવાનું થયું ત્તે દિવસોમાં મુખી અને ગામ લોકોનો વ્યવહાર કવિને દઝાડી ગયો હતો. ‘લાચાર થઇ જાતિવાદનાં ઝનૂનને જોતો રહ્યો ને બસ અંતરનો આક્રોશ...ઉભરાતો રહ્યો....લ્હાય જેવી ગામની ધરતી પર દાઝેલાં કદમ વિદ્યાનગર ભણી ચાલ્યાં..’ યુનિવર્સિટીમાં એમ.એ.નાં અભ્યાસ દરમ્યાન ગામની ધરતી પર થયેલ અપમાન, અત્યાચાર અને અન્યાયની લાગણીઓને એમણે શબ્દમાં ઢાળી. ઇ.સ.1982થી તેમનાં સર્જન શરુઆત થઇને આ કવિને શોષક અને શોષિત પ્રજાનો પ્રત્યક્ષ અનુભવ છે. જેને કારણે એમની કવિતાઓમાં સચ્ચાઇનો રણકો સંભળાય છે. તેઓ હિન્દી સાહિત્ય સાથે સંકળાયેલાં હોવાથી કવિતામાં સૂક્ષ્મ પરિણામ કઇ રીતે આવી શકે તેની એમને જાણ છે. એમની કવિતામાં રહેલો આક્રોશ મુખર થઇને કવિતાની લાક્ષણિકતાઓને કુંઠિત કરતો નથી. બલ્કે કવિતાની સંયોજનામાં રહેલાં સૂક્ષ્મતત્વો સાથે તાલ મિલાવીને એક પડકાર ઉભો કરે છે. આક્રોશ અને વિદ્રોહમાંથી ઉભો થયેલો આ પડકાર ડો.વૈષ્ણવની કવિતાનો પ્રધાનસૂર છે. સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલાં આ કવિ હિન્દી પત્રિકા ‘કલમ’નાં પ્રમુખ સંપાદક છે. હિન્દીમાં એમને સાહિત્યસર્જન થકી પ્રભાવ પાડ્યો છે. હવે પછી તેઓ અનેક પડકાર ઝીલીને ગુજરાતી દલિત કવિતાનો પ્રભાવ વિસ્તારશે તેવી અપેક્ષા....
= લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:8 અંક:10 સળંગ અંક:94, ઓગસ્ટ=2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4. ============================================================
Comments
Post a Comment