ડો.આર,એચ.વણકર (પ્રો.ડો.વણકરસાહેબ)
ડો.આર.એચ.વણકર.(ડો.રમણિકભાઇ વણકર)
જન્મતારીખ=1-જૂન ઇ.સ.1954. જન્મસ્થળ=મું લાલ માંડવા, તા,કપડવંજ, જિ.ખેડા. હાલનું સરનામું-‘પ્રકૃતિ’ મારુતી સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી પાસે, ઢાંક માર્ગ-ઉપલેટા-360490. અભ્યાસ=બુ.અ.પ્ર./એમ.એ./પીએચ.ડી. (હિન્દી વિષય)
વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર, શ્રીમતી આર.પી.ભાલોડિયા મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ-ઉપલેટા. સંપર્ક (ઘર-02826-223585) મો.94285-85943. પ્રકાશિત પુસ્તકો= (1) ‘તુલશી મુક્તાવલી (અનુવાદ) ઇ.સ.1996. (2) ‘તુલશી દોહાવલી’ (સંપાદન) ઇ.સ.2003. (3) ‘ટોલ્સટોય’ (અનુવાદ) ઇ.સ.2003. (4) ‘દલિત સાહિત્ય આંદોલન’ ઇ.સ.2003. (5) ‘દાદુનું જીવનદર્શન’ ઇ.સ.2006. (6) ‘ગુજરાતી દલિત સાહિત્યકાર પરિચય કોશ’ ઇ.સ.2006 (7) ‘હિન્દી કી શ્રેષ્ઠ દલિત કહાંનિયા’ ઇ.સ.2007. (8) ‘શિક્ષણ:ઓશોની દષ્ટિએ’ ઇ.સ.2008. (9) ‘દલિત ડેપ્યુટી કલેકટર’ (નાટક) ઇ.સ.2009. (10) ‘રશ્મિરથી’ સમગ્ર મૂલ્યાંકન ઇ.સ.2010. (11) ‘છાપરું’ (નવલકથા-અનુવાદ) ઇ.સ.2010. (12) ‘જૂઠન’ (આત્મકથા-અનુવાદ નોંધ) ઇ.સ.2013 નોંધ=ડો.આર.એચ.વણકરે પ્રારંભમાં દેવગઢ બારીયાથી બુ.અ.પ્ર.કરીને જામનગર જિલ્લાનાં જુવાનપુર ગામમાં નોકરીની શરુઆત કરી અને એક વર્ષ બાદ તા.23-9-1977થી માદરે વતન લાલ માંડવા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયાં. સતત પંદર વર્ષ સુધી ગામમાં નોકરી કરી તે દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ હિન્દી ભવનમાંથી બી.એ.ની પદવી અને ત્યારબાદ મહાદેવભાઇ દેસાઇ મહાવિદ્યાલય, અમદાવાદથી પારંગત (એમ.એ.) થયાં. ઇ.સ.1992માં સરદાર વલ્લભભાઇ પટેલ વિશ્વવિદ્યાલય, વિદ્યાનગરથી ‘તુલસી કાવ્ય મેં રસપરિકલ્પના’ વિષય ઉપર સંશોધન કાર્ય કર્યું. ડો.વણકરે સંપાદિત, અનુવાદનાં તેમ જ સ્વતંત્ર પુસ્તકો દ્વારાં સાહિત્યની સેવા કરી છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં સંશોધન લેખો લખ્યાં છે. જેમાં કબીરવાણી, ભાષા, દલિતચેતના, હયાતી, કવિતા, બયાન, અપેક્ષા, નાગફની જેવી પત્રિકાઓમાં સ્વતંત્ર અને ચિંતનીય લેખો પ્રકાશિત થયા છે. તેઓએ આંતરરાષ્ટ્રીય સેમિનારો (ધુલિયા અને ભૂષાવળ) મુકામે રીસોર્સ પર્સન તરીકે ભાગ લીધેલ છે. નેશનલ સેમિનારોમાં અનેક જગ્યાએ ભાગ લઇને સંશોધન પેપરો રજૂ કરેલ છે. આકાશવાણી રાજકોટથી મેઘાણી પર ગુજરાતીમાં વાર્તાલાપ આપેલ છે. તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનાં માન્ય માર્ગદર્શક શિક્ષક છે. તેમનાં માર્ગદર્શન હેઠળ ચાર વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરી રહેલ છે. તેઓ હાલમાં સાહિત્યની એક પત્રિકાનાં સંપાદક છે. જેનું નામ છે ‘શબ્દસંચાર’. જે બે ભાષાઓમાં પ્રકાશિત થાય છે. હિન્દી અને અંગ્રેજી, હાલમાં તેઓ યુ.જી.સી. દ્વારાં મેજર રીસર્ચ પ્રોજેક્ટ, વિષય: ‘હિન્દી એવંમ ગુજરાતી કા તુલનાત્મક અધ્યયન’ ઉપર કાર્ય કરી રહ્યાં છે. તેઓશ્રી મહિલા કોલેજ ઉપલેટામાં હિન્દીનાં વરિષ્ઠ પ્રોફેસર છે. હાલ તેઓ પોતાની સર્વિસની સાથે સાથે સમાજની સેવા પણ કરે છે. અને ભવિષ્યમાં પણ તેઓ કરશે. વિશેષમાં તેમનું મહત્વનું કાર્ય તો ગુજરાતી દલિત સાહિત્યકાર પરિચય કોશ છે. આ પુસ્તકમાં ગુજરાતીનાં લગભગ દલિત સાહિત્યકારનો પરિચય આપીને વિશિષ્ટતાઓ તારવી બતાવી છે. ઓમપ્રકાશ વાલ્મિકીની ‘જૂઠન’ આત્મકથાનો અનુવાદ પણ એમનું મહત્વનું કાર્ય છે. સર્જનાત્મક સર્જન ઓછું, પરંતુ; વિવેચન અને અનુવાદક તરીકેની એમને કારકિર્દી પ્રશસ્ય છે.’ = લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:8 અંક:9 સળંગ અંક:93, જુલાઇ=2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4. ==================================
Comments
Post a Comment