શ્રી પ્રવીણ ગઢવી (દલિત સાહિત્યકારશ્રી)

પ્રવીણ ગઢવી. જન્મતારીખ=15 મે 1951. જન્મસ્થળ=મોઢેરા (જિ,મહેસાણા) વતન-મોઢેરા. હાલનું સ્થળ=આસવલોક, 466/2, સે-1, ગાયત્રીમંદિર પાસે, ગાંધીનગર-382007. અભ્યાસ-એમ.એ.(અંગ્રેજી સાહિત્ય) વ્યવસાય=ભારતીય વહીવટી સેવા. સંપર્ક મો.નં=99784-05097. પ્રકાશિત પુસ્તકો= કવિતા==’આસવદ્વીપ’, ‘મધુ વાતાઋતાયતે’, ‘બેયોનેટ’, પદછાયો’, ‘તુણીર’ વાર્તાસંગ્રહો==’સૂરજનાં પંખી’, ‘પ્રતીક્ષા’, ‘મલાકા’.’અંતરવ્યથા’, ’સ્વર્ગ ઉપર મનુષ્ય’. વિવેચન==’સોહામણી રુપેણ’ (લોકગીતો), ‘મધ્યકાલીન કાવ્ય વિનોદ’ (આસ્વાદ), ‘શબ્દપાન’. ભાષાંતર=’ધી વોઇસ ઓફ ધી લાસ્ટ’, ‘સૂર્યોદય કી પ્રતીક્ષા’. સંપાદન=’ચારણ કવિચરિત્ર’ (ચારણી સાહિત્ય ઉપર લેખો), ‘દુંદુભી’ (દલિત કવિતા) ‘હરીશ મંગલમ અને દલપત ચૌહાણ સાથે. પારિતોષિક= (1) ‘સૂરજ પંખી’ ટૂંકીવાર્તાસંગ્રહને ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. (2) કલેકટર, અમરેલી તરીકે સ્વાંત સુખાય ‘કલાપી તીર્થ’ને ગુજરાત સરકારનો પુરસ્કાર પ્રાપ્ત. નોંધ=શ્રી પ્રવીણ ગઢવી આઇ.એ.એસ. અધિકારી છે. એમણે જિલ્લા કલેકટરથી માંડીને કેટલીક કચેરીઓમાં નિયામક અને કમિશ્નરશ્રી તરીકે સેવાઓ આપેલી-બજાવેલી છે. તેમનાં આશરે વીસેક જેટલાં પુસ્તકો પ્રગટ થયેલાં છે. તેઓ 1970થી સાહિત્ય સાધના કરી રહ્યાં છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર અને કવિ તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેઓ મુખ્યધારાનાં પ્રવાહમાં રહીને સતત દલિત સાહિત્યની કૃતિઓ રચતાં રહ્યાં છે. શ્રી પ્રવીણ ગઢવી દલિત સાહિત્યનાં આંદોલનમાં પ્રારંભથી જ જોડાયેલાં રહ્યાં છે. તેઓ અદલિત હોવા છતાંયે પૂરી નિષ્ઠા અને પ્રતિબધ્ધતાથી દલિત સાહિત્યનું ખેડાણ કરી રહ્યાં છે. ગુજરાતી દલિત સાહિત્યમાં જો સહુ પ્રથમ માત્ર દલિત વાર્તાઓનો જ વાર્તાસંગ્રહ પ્રગટ થયો હોય તો તે પ્રવીણ ગઢવીનો ‘અંતરવ્યથા’ છે. તેઓ અદલિત હોવા છતાંયે દલિત સાહિત્ય પરત્વેની પ્રતિબધ્ધતાને કારણે દલિત સાહિત્યકાર તરીકે સ્વીકૃતિ પામ્યાં છે. દલિત સાહિત્યમાં મહત્વનાં વાર્તાકાર તરીકે એમની ગણના થાય છે. જેવા એ વાર્તાકાર છે તેવા જ એ મહત્વનાં કવિ પણ છે, એમની કવિતાઓનું સૂક્ષ્મ કવિકર્મ એમને સ્થાપિત કવિઓની હરોળમાં મૂકી આપે છે.’ -લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:4 અંક:2 સળંગ અંક:38, ડિસેમ્બર-2009 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.1/2’ ==============================================

Comments

  1. सर मै आपके वार्ता संग्रह उपर महाराष्ट्र मे phd कर रहा हू मुझे आपके सब वार्तासंग्रह मिले लेकिन प्रतीक्षा वार्ता संग्रह नाहि मिला ....और आपके साथ थोडी बातचीत भी करणी है तो मुझे तुम्हारा मोबाईल नंबर चाहीये...
    अमोल कवडे 9921433638

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા