શ્રી ભી.ન.વણકર (દલિતસાહિત્યનાં કવિ-વિવેચક-નિબંધકાર-વાર્તાકારશ્રી
શ્રી ભી.ન.વણકર (દલિતસાહિત્યનાં કવિ-વિવેચક-નિબંધકાર-વાર્તાકારશ્રી..) જન્મતારીખ=1 મે ઇ.સ.1942. જન્મસ્થળ=સુંદરપુર (તા.વીજાપુર, જિ.મહેસાણા) વતન=સુંદરપુર. હાલનું સરનામું= 516, ગયત્રીનગર સેકટર-27, ગાંધીનગર. અભ્યાસ-એમ.એ.(ગુજરાતી અને હિન્દી) / એલ.એલ.બી. એડવોકેટ. વ્યવસાય=નિવૃત રાજ્યપત્રિત અધિકારી (વકીલાત) સંપર્કસૂત્ર= 079-23236177. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યાદ’ (કાવ્યસંગ્રહ) ઇ.સ.1993. (2) ‘ઓવરબ્રિજ’ (કાવ્યસંગ્રહ) ઇ.સ.2001. (3) ‘અનુબંધ’ (કાવ્યસંગ્રહ) ઇ.સ.2004. (4) ‘મૌનનાં મુકામ પર’ (કાવ્યસંગ્રહ) ઇ.સ.2009. (5) વિલોપન’ (વાર્તાસંગ્રહ) ઇ.સ.2001. (6) ‘ચીસ’ (લઘુકથાસંગ્રહ) ઇ.સ.2006. (7) ‘પ્રત્યાયન’ (વિવેચન) ઇ.સ.2001. (8) ‘અનુસંધાન’ (વિવેચનસંગ્રહ) ઇ.સ.2001. (9) ‘નવોન્મેષ’ (વિવેચનસંગ્રહ)ઇ.સ.2003. (10) ‘પર્યાય’ (વિવેચનસંગ્રહ) ઇ.સ.2004. (11) ‘દલિત સાહિત્ય’ (વિવેચનસંગ્રહ) ઇ.સ.2005 (12) ‘વિવૃત્તિ’ (વિવેચનસંગ્રહ) ઇ.સ.2008. (13) ‘યથાર્થ’ (કાવ્ય-આસ્વાદગ્રંથ) ઇ.સ.2003. (14) ‘સૂર્યાયન’ (કાવ્ય-આસ્વાદગ્રંથ) ઇ.સ.2006. (15) ‘સૂર્યાનુભૂતિ’ (કાવ્ય-આસ્વાદગ્રંથ) ઇ.સ.2009. (16) ‘રણદ્વીપ’ (રેખાચિત્રસંગ્રહ) ઇ.સ.2003. (17) ‘અનુચ્છેદ’ (નિબંધસંગ્રહ) ઇ.સ.2004. (18) ‘અનહદ’ (સંતચરિત્ર) ઇ.સ.2007. પારિતોષિક= (1) રાજસ્થાન સાહિત્ય અકાદમી પ્રેરીત ગુજરાત સાહિત્ય સંગમનો આંતરભારતીય સાહિત્ય બંધુત્વ નારાયણ ગુરુ એવોર્ડ-2001. (2) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભગ-ગુજરાત સરકારશ્રીનો સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ- 2004-05. વિશેષ નોંધ=શ્રી ભી.ન.વણકરસાહેબ વર્ષોથી ગુજરાતી દલિત સાહિત્યમાં સર્જન અને વિવેચન ક્ષેત્રે કાર્યરત છે. એમણે કવિતા, વાર્તા, લઘુકથા જેવાં દલિત સાહિત્ય સ્વરુપો ઉપર હાથ અજમાવીને લેખક તરીકેની નામનાં મેળવેલ છે. ગુજરાતી દલિત સાહિત્યમાં તેઓ પ્રથમ હરોળમાં વિવેચક તરીકે પ્રસ્થાપિત થયા છે. ‘દલિત સાહિત્ય’ એ એમનો ગુજરાતી દલિત સાહિત્યને લગતો ઇતિહાસ ગ્રંથ છે. જે કદાચ દલિત સાહિત્યમાં પ્રથમ છે. વાર્તા, નવલકથાઅ વગેરેને ઐતિહાસિક પરિપ્રેક્ષમાં ઝીણવટપૂર્વક તપાસ્યાં છે. તેઓ ગુજરાતની જ નહીં, પણ જુદા જુદાં પ્રાંતની અને વિદેશની કવિતાઓનાં આસ્વાદો કરીને નોંધપાત્ર કાર્ય કર્યું છે. ગુજરાતી દલિત સાહિત્યની કૃત્તિઓની તટસ્થતાપૂર્વક વિવેચના કરનાર તેઓ એકમાત્ર પૂર્ણસમયનાં વિવેચક છે. લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:4 અંક:3 સળંગ અંક:39, જાન્યુઆરી:2010.-માંથી સાભાર) ===================
Comments
Post a Comment