ગુજરાતી દલિત કવિશ્રી દાન વાધેલાસાહેબ.

ગુજરાતી દલિત કવિશ્રી દાન વાધેલાસાહેબ. જન્મતારીખ=20 એપ્રિલ 1955. જન્મસથળ-ખદરપુર (મોસાળ) વતન-ગામ-માખણિયા તા.તળાજા. જિ.ભાવનગર. હાલનું સરનામું- 11, દેશવીર મેંશન, કૃષ્ણ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કેન્દ્રિય વિદ્યાલય પાછળ, કુંભારવાડા-ભાવનગર-364006. અભ્યાસ=પી.ટી.સી., / એમ.એ./બી.એડ. વ્યવસાય=પ્રધાનાચાર્ય, રેલ્વે વિદ્યાલય ભાવનગર પરા-364003. સંપર્કસૂત્ર.98986-32560. પ્રકાશિત પુસ્તકો= (1) ‘દ્વિદલ’ ઇ.સ.1978 પથિક સાથે સહિયારો કાવ્યસંગ્રહ પ્રગટ. (2) ‘ત્રિજ્યા’ ઇ.સ.1986 ગીત-ગઝલ-સોનેટસંગ્રહ પ્રગટ. (3) ‘સુરોર્મિ’ ઇ.સ.1988 ગીત-ગઝલસંગ્રહ પ્રગટ. (4) ‘સ્વયંભૂ’ ઇ.સ.2003 ગીત-ગઝલસંગ્રહ પ્રગટ. (5) ‘જઠરાગ્નિ’ ઇ.સ.2011 દલિત કાવ્યધારા, ગીત-ગઝલ, સોનેટ અને અછાંદસ કાવ્યસંગ્રહ પ્રગટ. આગામી પ્રકાશનાધિન= (1) ‘પ્રચ્છન્ન’ કાવ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહોનો વિવેચનસંગ્રહ. (2) કવિ કિસન સોસાનાં જીવન-કવન ઉપર અધ્યયાનસંગ્રહ. (3) ‘ગાપૃથ્વિ ગા’ સંસ્કૃતવૃત્તબધ્ધ દીર્ઘકથા-કાવ્ય. મળેલાં પુરિતોષિકો= (1) ઇ.સ.1989માં માનનીયશ્રી ગુજરાત ગવર્નરશ્રીને હસ્તે સાહિત્યિક અને શૈક્ષણિક ગૌરવ સન્માન. (2) પશ્ચિમ રેલ્વે દ્વારાં શ્રેષ્ઠ પ્રધાનાચાર્ય અને શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર-ઇ.સ.2006. (3) પૂજ્ય મોરારીબાપુ દ્વારાં ‘અસ્મિતાપર્વ’માં સન્માન અને કથાપ્રસંગોમાં કાવ્યાસ્વાદ. (4) સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારાં સન્માન.. વિશેષ નોંધ= કવિ તરીકે દાન વાધેલાનું ગુજરાતી દલિત સાહિત્યમાં મહત્વનું પ્રદાન છે.એમની કાવ્યસાધના ઇ.સ.1973 આસપાસ શરુ થઇ. પરંતુ, તેઓ કવિ તરીકે 1975ની આસપાસ સક્રિય થયાં. ગુજરાતનાં નામાંકિત સામયિકોમાં તેમની કવિતાઓ છપાતી હતી ત્યારથી એ અભ્યાસીઓનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. કવિતાની એમની 35 વર્ષની સાધના દરમિયાન એમણે છાંદસ-અછાંદસ બધા જ પ્રકારની કવિતાઓ લખી છે. ખાસ કરીને ગીત, ગઝલ અને સોનેટમાં એમની હથોટી છે. નાનકડાં ગામમાં જન્મ થયાં પછી વતન ભાવનગરમાં એમનો ઉછેર થયો છે. કહેવાય છે કે ભાવનગર સંસ્કારનગરી છે. આ નગરીમાં કવિઓની સંખ્યા અપાર છે. પરંતુ, બધા જ કવિઓમાં સત્વશીલ કવિઓ જૂજ પ્રમાણમાં છે. આ જૂજ પ્રમાણનાં સત્વશીલ કવિઓમાં દાન વાધેલાની ગણના થાય છે. રેલ્વેની સ્કૂલની સ્કૂલમાં પ્રધાનાચાર્ય તરીકે ફરજ બજાવતાં બજાવતાં એમણે સાહિત્યશોખને જાળવી રાખ્યો છે. દાન વાઘેલા એક ધબકતાં કવિ છે. એમની કવિતામાં ધબકતાં સંવેદનો ધારદાર રીતે અભિવ્યક્ત થાય છે. ‘જઠરાગ્નિ’ એમનો શુધ્ધ દલિત કવિતાઓનો સંગ્રહ છે. મોહન પરમારનાં શબ્દોમાં કહીએ તો તેમની દલિત કવિતા લલિત કવિતાની સ્પર્ધામાં સહેજેય ઉણી ઉતરતી નથે જ નથી. તેઓ કવિતા ઉપરાંત, વાર્તા, વિવેચન, આસ્વાદ વગેરેમાં પણ રસ-રુચિ ધરાવે છે. છેલ્લા કેટલાંય સમયથી તેઓ વાર્તાકાર તરીકે પણ ઓળખ ઉભી કરી શક્યા છે. સામાજિક વ્યવસ્થા અને રીતરિવાજોથી ત્રસ્ત એવાં આ સર્જક ગીત સ્વરુપને કવિતાનું મુખ્ય સીમાસ્તંભ ગણે છે. આગવી મૌલિકતાથી સાહિત્યનું ખેડાણ કરતાં આ સર્જક પાસે સાહિત્ય વિશેની પૂરતી સમજ છે. એમની સર્જનાત્મક શક્તિઓ ઘણી રચનાઓમાં દેખાઇ છે. હજી પણ એમનું સાહિત્ય સર્જન ચાલું છે. ભવિષ્યમાં એમની કલમે હજી પણ બલિષ્ટ કૃતિઓ રચાશે, તેમાં બેમત નથી. લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક:1 સળંગ અંક:61, નવેમ્બર:2011.-માંથી સાભાર) ================================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા