દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’
દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’ જન્મતારીખ=17 ફેબ્રુઆરી ઇ.સ.1959. જન્મસ્થળ અને વતન –મુ.ઇશ્વરિયા (તા.વેરાવળ. જિ.જૂનાગઢ-વાયા-પ્રભાસપાટણ) હાલનું સરનામું= જય અંબેનગર, નવાપરા, છાયા-360575 જિ.પોરબંદર. અભ્યાસ-એમ.એ../ એમ.ફીલ. વ્યવસાય=શિક્ષક (નવયુગ વિદ્યાલય-પોરબંદર) સંપર્કસૂત્ર=94277-02193. પ્રકાશિત પુસ્તકો= (1) ‘મેઘમાળાનાં મણકા’ ઇ.સ.2004. (2) ‘સંત-શૂરા-સતી’ ઇ.સ.2006. (3) ‘’આંબેડકર સંદેશ’ ઇ.સ.2007 (4) ‘કર્મશીલોનાં જીવનકવન’ ઇ.સ.2008. (5) ‘સંત-શૂરા-સતી’-2 ઇ.સ.2010. (6) ‘જાતિ, વર્ણ,જ્ઞાતિ અને અટક’ (એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય) ઇ.સ.2010-2011. (7) ‘મેઘવાળ બાબા રામદેવ’ ઇ.સ.2012. (8) ‘કર્મશીલોનાં જીવનકવન’-2 ઇ.સ.2012. (9) ‘મેઘવાળ વહિવંચા બારોટ અસ્મિતા અને સાહિત્ય’ (પ્રેસમાં) આગામી પ્રકાશિત= (1) ‘દલિત લોકસાહિત્ય’ (2) ‘દલિત ટૂંકીવાર્તાઓ’ (3) ‘અટક અને ઓળખ’ (આશરે 8000 અટકોનો સંગ્રહ) પારિતોષિક= (1) ‘મેલો’ વાર્તાને સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર (રુ.2000) (2) ‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાં પ્રસિધ્ધ ગઝલ-કાવ્યએ પુરસ્કાર. (3) લાયંસ કલબ-પોરબંદર દ્વારાં આદર્શ શિક્ષક તથા કવિ લેખક તરીકે સન્માન ઇ.સ.2010, અન્ય અનેક સંસ્થાઓ દ્વારાં સન્માન.. (4) પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા (કથાકાર) દ્વારાં પુસ્તક વિમોચન તથા કવિ પુરસ્કાર સન્માન.. (5) સમાજમાં અનેકવિધ કાર્યક્રમો વખતે બહુમાન તથા ‘દલિત સમાજનાં મેઘાણી’નો ઇલ્કાબ (આશરે 150 કથા-વાર્તાઓ) વિશેષ નોંધ=શ્રી મહેન્દ્ર વાળા પોરબંદરમાં રહીને રહીને સતત કાવ્યસર્જન કરતાં રહ્યાં છે. તેઓ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાયમ અગ્રેસર રહ્યાં છે. લોકકથા. રેખાચિત્રો, ટૂંકીવાર્તાઓ, લઘુકથાઓ, નિબંધો, ભજનો,ગીતો,ગઝલ, અછાંદસ, પ્રવાસવર્ણનો વગેરે જેવાં વિવિધ સાહિત્ય સ્વરુપો અને પ્રકારોમાં આશરે બે દાયકાઓથી શ્રી મહેન્દ્ર વાળાની કલમ કાર્યરત રહી છે. શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમ જ રાજકીય અનેકવિધ કાર્યક્રમોમાં તથા પોરબંદર શહેરની એક હજાર વર્ષની ઉજવણીમાં તેઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. જન્માષ્ટમીનાં મેળા, ગ્રાહકજાગૃતિ, કોમીએકતા, વિજ્ઞાનમેળા, બરડા ડુંગર પરિભ્રમણ તેમ જ તાલુકા, જિલ્લા અને પ્રદેશકક્ષાનાં યુવા ઉત્સવો, જિલ્લા રાસ-ગરબા સોઅર્ધાઓ, ગરીબકલ્યાણ મેળાઓ, પુસ્તકપ્રદર્શન વગેરેમાં ઉદઘોષક, વ્યવસ્થાપક, નિર્ણાયક તરીકે તેઓ સેવાઓ આપી ચૂક્યા છે. શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં પણ તેમની ભૂમિકા અગ્રેસર રહી છે. એટલે એમ કહી શકાય કે એક સમાજ-સુધારક તરીકેની તેમની છબિ ઉપસી આવી છે. આ બધાની વચ્ચે એમણે કવિ તરીકે એક આગવી ઓળખ ઉભી કરી છે. દલિત સમસ્યાઓને લઇને પોતાની કાવ્યકૃતિઓમાં સામાજિક દૂષનોને નાથવા તરફની તેમની ગતિ રહી છે. નવા અર્થપૂર્ણ શબ્દોને પોતાની કવિતાઓમાં તાગી જોવાનું એમને ગમે છે. ધીમી પણ મક્કમ ગતિએ તેઓ કવિ તરીકે ઉઘાડ પામતાં રહ્યાં છે. એમની કવિતાઓમાં રહેલી વેધક શબ્દબાની એમને અન્યોથી જુદા કહેવડાવે છે. એટલે તો તેઓ છેલ્લાં પાંચેક વર્ષથી અભ્યાસીઓનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. એમણે દલિત સાહિત્ય સંબંધિત અનેક પ્રકારનું કામ કર્યું છે, પરંતુ, જેમની ઓળખ કવિ તરીકે બળવત્તર બનતી જાય છે. તેઓ આ કવિની છેલ્લા પાંચસાત વર્ષમાં લખાયેલી સબળ કવિતાઓનો સંગ્રહ પ્રગટ થશે ત્યારે આ કવિ વિવેચકોની નજરે અવશ્ય ચડશે જ એમાં બે મત નથી જ નથી. લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક: 12 સળંગ અંક:72, ઓકટોબર :2012.-માંથી સાભાર) =============================
Comments
Post a Comment