ગુજરાતી દલિત કવિશ્રી બબલદાસ ચાવડાસાહેબ.

શ્રી બબલદાસ ચાવડા. (બુધ્ધિધન વિસનગરી) જન્મતારીખ=તા.8 નવેમ્બર ઇ.સ.1922. જન્મસ્થળ=વિસનગર(જિ.મહેસાણા) વતન=વિસનગર. હાલનું સરનામું= સયાજી વિદ્યાર્થી આશ્રમ, રેલ્વે સ્ટેશન સામે, વિસનગર. અભ્યાસ=ગ્રેજ્યુએટ.(ઇ.સ.1949) સંપર્કસૂત્ર=02765-222754. પ્રકાશિત પુસ્તકો/પુસ્તિકાઓ વગેરે.=36 (છત્રીસ) પારિતોષિક=સંસ્થાકીય સામાજિક પ્રદાન બદલ સરકારી પ્રશસ્તિપત્ર, કાશ્મીરી શાલ ઓઢાડી બહુમાન અને ‘મહાત્મા ગાંધી’ એવોર્ડથી વિભૂષિત સને.2006માં સાથે રુ.1,00,000 (એક લાખ રુપિયા રોકડાં) વિશેષ=શ્રી બબલદાસ ચાવડા ઉર્ફે કવિ બુધ્ધિધન વિસનગરી ગુજરાતી સાહિત્યનાં ‘આદિ કવિ’ કહેવાય છે. એમણે એમ.એન.કોલેજ, વિસનગરમાં ભણતાં ભણતાં શ્રી હરિજન કેળવણી મંડળ સંચાલિત સયાજી વિદ્યાર્થી આશ્રમની તા.6-5-1946નાં રોજ સ્થાપના કરી. સામાજિક રીતે સંલગ્ન-જોડાયેલાં વિસનગર, ખેરાલું, વડનગર, સતલાસણા, વિજાપુર, મહેસાણા અને બનાસકાંઠાની અનુસૂચિત જાતિઓમાં 1949માં સૌપ્રથમ ગ્રેજ્યુએટ થયાં. દલિત રાઇટર્સ કોંફરંસ, હૈદ્રાબાદ(આંધ્રપ્રદેશ)માં સને 1987માં ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતનાં 19 રાજ્યોનાં બૂક સ્ટોલ્સનાં તેઓ ઉદઘાટક હતાં. મહૂ (મધ્યપ્રદેશ) ખાતે વિવિધ ક્ષેત્રનાં સંશોધકોનાં રાષ્ટ્રીય સેમિનારમાં ચેરપર્સન તરીકે ગૌરવ મેળવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ તેઓએ જેવી રીતે નામના મેળવી છે તે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇંટરનેશનલ બોર્ડ ઓફ બૂક્સ ફોર યંગ પીપલનાં સામયિકમાં ‘રાઇટર્સ એંડ ઇલસ્ટ્રેટર’માં તજજ્ઞો દ્વારાં પુસ્તકોની સમીક્ષાથી અલંકૃત થયા છે. સ્થાનિક કક્ષાએ તેઓ સમાજસેવકનાં રુપે પણ ઉભરી આવેલાં છે. વિસનગર, ખેરાલું અને વિજાપુર તાલુકાઓમાં અનુસૂચિત જાતિઓનું સ્વખર્ચે ઘનિષ્ઠ રીતે સામાજિક સર્વે કર્યું છે. તથા 1976માં ગુજરાઅ રાજ્યનાં અન્ય સ્થળોનું સેમ્પલ સર્વે પણ કર્યું હતું. તેઓ જેવા સમાજસેવી છે તેવા જ સાહિત્યસેવી છે. તેમનાં ઘણાં કાવ્યસંગ્રહો, નાટ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહો પ્રગટ થયાં છે. તાજેતરમાં જ એમનાં પ્રગટ થયેલાં પુસ્તક ‘કરુણામૂર્તિ બુધ્ધ ભગવાન’નું તા.14-1-2010નાં રોજ વડનગર ખાતે પધારેલ બૌધ્ધ લામાઓનાં હાથે વિમોચન થયું. સાહિત્યક્ષેત્રે આ એક વિરલ ઐતિહાસિક ઘટના છે. તેઓ 1984માં શરુ કરેલ દલિત સાહિત્ય સંઘ, ગુજરાતનાં પ્રમુખ તરીકે સેવાઓ બજાવી રહ્યાં છે. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:4 અંક:4 સળંગ અંક:40, ફેબ્રુઆરી:2010.-માંથી સાભાર) ==========================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા