શ્રી કે.આર.નારાયણન(રાષ્ટ્રપતિશ્રી)
શ્રી કે.આર.નારાયણન
(ભારતનાં 13માં અને દલિતસમાજનાં સૌપ્રથમ રાષ્ટ્રપતિશ્રી..) ઇ.સ.1920માં 27 ઓક્ટોબરમાં કેરળનાં ઉઝહવ્વુરમાં જન્મ..(મૂળ નામ- કોચેરિલ રમણ વૈધન.) અંગ્રેજીમાં એમ.એ.(અનુસ્નાતક) લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસ.સી... ઇ.સ.1943માં ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરુઆત કરી.. ઇ.સ.1944માં મદ્રાસના ‘ધ હિંદુ’નાં સંપાદક વિભાગમાં જોડાઇને પત્રકારત્વનાં ક્ષેત્રે પ્રવેશ.. ઇ.સ.1944માં ‘ટાઇમ્સ ઓફ ઇંડિયા’ મુંબઇમાં ખબરપત્રી તરીકે.. ઇ.સ.1945થી ઇ.સ.1948 સુધી મુંબઇનાં ‘સોશિયલ વેલ્ફેર’ સાપ્તાહિકમાં લંડન ખાતેનાં ખબરપત્રી. ઇ.સ.1949માં ભારતની વિદેશ સેવામાં જોડાયાં.. ઇ.સ.1949થી ઇ.સ.1960 સુધી એ વિવિધ હોદ્દાઓ પર રહ્યાં.. ઇ.સ.1961-62માં ઓસ્ટ્રેલિયા ખાતેનાં ભારતનાં હાઇકમિશ્નર તરીકે.. ઇ.સ.1962-63માં હેનોઇ ખાતે કોંસલ જનરલ તરીકે નિયુક્ત.. ઇ.સ.1963-64માં વિદેશ મંત્રાલયનાં એક્સ્ટર્નલ પબ્લિસિટી વિભાગનાં નિયામકશ્રી તરીકે.. ઇ.સ.1964થી ઇ.સ.1967 સુધી વિદેશ વિભાગનાં ચાઇના ડિવિઝનનાં નિયામકશ્રી તરીકે.. ઇ.સ.1967થી ઇ.સ.1969 સુધી થાઇલેંડ ખાતેનાં ભારતનાં એલચી તરીકે નિયુક્ત.. ઇ.સ.1969થી ઇ.સ.1970 સુધી નીતિ-આયોજન વિભાગનાં સંયુક્ત સેક્રેટરીશ્રી તરીકે સેવારત.. ઇ.સ.1970થી ઇ.સ.1972 સુધી બિનજોડાણની નીતિનો અભ્યાસ કરવાં જવાહરલાલ ફેલોશીપ એનાયત કરવામાં આવી હતી.. ઇ.સ.1972થી તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં તથા સેંટર ફોર ડેવલપમેંટલ સ્ટડીઝ, ત્રિવેન્દ્રમનાં ફેલો તરીકે..અમેરિકાની ટોલેડો યુનિવર્સિટીએ ડોકટરેટની માનાર્હ ડિગ્રી આપી..
ઇ.સ.1973થી ઇ.સ.1975 સુધી તુર્કીસ્તાન ખાતે ભારતનાં એલચી તરીકે નિયુક્ત.. ઇ.સ.1975થી ઇ.સ.1976 સુધી વિદેશમંત્રાલયમાં આફ્રિકા, પશ્ચિમ એશિયા અને અગ્નિ એશિયાનાં વધારાનાં સેક્રેટરીશ્રી તરીકેનો કારભાર સંભાળ્યો.. ઇ.સ.1976માં ભારતનાં વિદેશ મંત્રાલયનાં સેક્રેટરી તરીકે નિયુક્ત.. ઇ.સ.1976થી ઇ.સ.1978 સુધી ચીન પ્રજાસત્તાકનાં પાટનગર બેજિંગ ખાતે ભારતનાં એલચી.. ઇ.સ.1978થી ઇ.સ.1980 સુધી જવાહરલાલ યુનિવર્સિટીમાં કુલપતિ પદે નિયુક્ત.. ઇ.સ.1979માં યુનોની સામાન્ય સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.. ઇ.સ.1980થી ઇ.સ.1984 સુધી અમેરિકા ખાતે ભારતનાં રાજદૂત તરીકે નિયુક્ત.. ઇ.સ.1984માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા.. ઇ.સ.1985માં કેન્દ્ર સરકારનાં આયોજન ખાતાનાં રાજ્યકક્ષાનાં પ્રધાન બન્યા.. ઇ.સ.1985-86 દરમિયાન વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાનાં પ્રધાનપદે..અને ત્યાર બાદ એટમિક એનર્જી, વિજ્ઞાન, ટેકનોલોજી અને સમુદ્રીય વિકાસખાતાનાં મંત્રી બન્યા.. ઇ.સ.1989માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા.. ઇ.સ.1991માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા.. ઇ.સ.1992માં ‘અંનકટાડ’ની આંતરરાષ્ટ્રીય પર્ષદમાં ભારતીય પ્રતિનિધિ તરીકે હાજર રહ્યાં..
ઇ.સ.1992-97 સુધી ભારતનાં ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે.. ઇ.સ.1997માં જુલાઇમાં તેઓ ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.. ઇ.સ.1998માં 29 એપ્રિલનાં રોજ વિશ્વની લબ્ધપ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘અપીલ ઓફ કોંશયંસ ફાઉંડેશન’ દ્વારાં ‘વર્લ્ડ સ્ટ્રેટસમેન’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. ઇ.સ.1998માં 12મી લોકસભાનાં મધ્યસત્ર ચૂંટણી પછીનાં પરિણામોની આંટીઘૂંટી વખતે કુનેહથી કામ લીધેલું.. ’ઇંડિયા એંડ અમેરિકા’, ‘એસેઝ ઇન અંડરસ્ટેંડિંગ’, ‘નોન-એલાયનમેંટ ઇન કંટેમ્પરરી ઇંટરનેશનલ રિલેશનસ’ અને ‘ઇમેજીઝ એંડ ઇનસાઇટસ’ જેવાં વિદ્વતાપૂર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે..
Comments
Post a Comment