ગુજરાતી દલિત કવિશ્રી અશોક ચાવડા.
ગુજરાતી દલિત કવિશ્રી અશોક ચાવડા. જન્મતારીખ-23 ઓગસ્ટ 1978. જન્મસ્થળ=ભાવનગર (ગુજરાત) વતન-મનડાસર ગામ (તા.ચોટીલા. જિ.સુરેન્દ્રનગર.) હાલનું સરનામું= 3, મધુબન એપાર્ટમેંટ, જૂના વાડજ, અમદાવાદ.-13. અભ્યાસ=બી.એ./બી.કોમ/એલ.એલ.બી. પીએચ.ડી. વ્યવસાય=આયુર્વેદિક કોલેજ, જામનગરમાં પબ્લિક રિલેશન ઓફિસરશ્રી સંપર્ક=94266-80633. ઇ.મેલ એડ્રેસ=a.chavda@yahoo.com.in વેબસાઇડ=www.ashokchavda.com પ્રકાશિત પુસ્તકો= (1) ‘પગલાં તળાવમાં’ (ગઝલસંગ્રહ)ઇ.સ.2003 (2) ‘પગરવ તળાવમાં’ (ગઝલસંગ્રહ) ઇ.સ.2012 (3) ‘તું કહું કે તમે’ (ગીતસંગ્રહ) ઇ.સ.2012. (4) ‘પીટ્યો અશ્કો’ (હાસ્ય-વ્યંગ કવિતાસંગ્ર્હ) ઇ.સ.2012. (5) ‘ગઝલિસ્તાન’ (ભારત-પાકિસ્તાનની ઉર્દૂ ગઝલોનો પદ્યાનુવાદ) ઇ.સ.2012. (6) ‘ડાળખીથી સાવ છૂંટા’ (પ્રતિબધ્ધ કવિતાસંગ્રહ) ઇ.સ.2012. (7) ‘શબ્દોદય’ (વિવેચનસંગ્રહ) ઇ.સ.2012. (8) ‘કંસાઇઝ ડિક્શનરી ઓફ પ્રેકટિસક વર્બ્સ’(વંડર બુક ગેલેરી) ઇ.સ.2012. વિશેષ નોંધ= આમ, વર્તમાન ગુજરાતી સાહિત્યમાં ગઝલ-ગીત કે ગદ્ય કવિતા, વિવેચન અને અનુવાદ એમ અનેકવિધ સાહિત્યનાં સ્વરુપો સાથે પૂરી નિષ્ઠા સાથે રમમાણ રહેતા કોઇ એક જ યુવા સર્વાંગી સાહિત્યકારનું જો નામ લેવું હોય તો તે માત્ર એક જ છે ડો.અમૃત ચાવડા. તેઓશ્રી ‘બેદિલ’ પૂર્વે ‘કવિલોક’, ‘કુમાર’, ‘ઉદ્દેશ’ જેવાં સાહિત્યિક સામયિકોમાં સહ-સંપાદક રુપે કાર્યરત રહી ચૂકેલાં આ કવિ પોતાની આગવી સાહિત્યિક-સજ્જતા ધરાવે છે. 2003માં તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીનાં અનુદાનથી ‘પગલાં તળાવમાં’ ગઝલસંગ્રહનાં પ્રકાશન સાથે ગુજરાતી સાહિત્યમાં ‘પગલાં’ પાડી પોતીકી કેડી કંડારી, જેનો ‘પગરવ’ આજે પણ યથાવત છે. સાહિત્યનાં તમામ શિષ્ટમાન્ય સામયિકો-સંપાદનોમાં તેમની સૂચક સાહિત્યિક હાજરી હોય છે. તેમણે પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિક ‘કુમાર’નું ડિજિટલાઇઝેશન તેમ જ ‘બૃહદ બુધ કવિસંમેલન’ અને ‘સર્જક અને શબ્દ’ અંતર્ગત ગુજરાતી સાહિત્યને વિજાણું પત્રકારત્વનાં માધ્યમોમાં નોંધપાત્ર ઢાળવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મુદ્રિત તેમ જ વિજાણું પત્રકારત્વનાં માધ્યમોમાં નોંધપાત્ર ખેડાણ કરનાર શ્રીઅશોક ચાવડાને યુવા વયે ‘ઓલ ઇંડિયા રેડિયો’ તરફથી રાષ્ટ્રીય કક્ષાનાં સર્વભાષી કવિસંમેલન ‘નેશનલ સિમ્પોઝિયમ ઓફ પોએટ્સ-2009’માં ગુજરાતી કવિ તરીકે પસંદગી પામવાનું સન્માન મળ્યું છે. આ માટે તેમની ‘માટી’ ગઝલનો તમામ ભારતીય 24 ભાષામાં અનુવાદ થયો છે. દુરદર્શનની ગાંધીવિચારધારા ટેલિસીરીઝ માટે તેમણે ગા6ધીવાદી સ6સ્થાઓ પરની દસ્તાવેજી ફિલ્મોનું લેખન કર્યું છે. તો આકાશવાણી, ઇટીવી., અને અન્ય ચેનલો, વર્તમાનમત્રો, સામયિકો માટે પણ તેમણે લેખનકાર્ય કર્યું છે. વક્તા, ઉદઘોષક અને ઇંટરવ્યૂઅર તરીકે પણ તેઓ કાર્યકર છે. મુખ્યત્વે મુખ્યધારામાં રત અશોક ચાવડએ જાણીતા કર્મશેલ અને ગુજરાતી લેખકમંડળનાં પ્રમુખ શ્રી મનીષી જાનીનાં માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી દલિત કવિતાનો ઉદભવ અને વિકાસ’ વિષય ઉપર લઘુ સંશોધન કર્યું છે. તો ગુજરાત યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ અને જાણીતા મીડિયા તજજ્ઞ ડો.ચંદ્રકાંત મહેતાનાં માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતનાં દલિત સામયિક પત્રકારત્વની વિકાસયાત્રા’ વિષય ઉપર પીએચ.ડી.નું સંશોધન કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીનાં .માસ કોમ્યુનિકેશન’ વિષયમાં સર્વ પ્રથમ દલિત પીએચ.ડી. ધારક એવી આ બહુમુખી યુવા પ્રતિભા દલિત સાહિત્યની સેવા કરશે એવી અપેક્ષા.. લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:7 અંક:4 સળંગ અંક:76, ફેબ્રુઆરી:2013.-માંથી સાભાર)
========================================
Comments
Post a Comment