ગુજરાતી દલિત કવિશ્રી રાજુ સોલંકી.

શ્રી રાજુ સોલંકી= જન્મ તા.18 ઓગસ્ટ ઇ.સ.1961 જન્મસ્થળ=અમદાવાદ, વતન=અમદાવાદ, હાલનું સરનામું=202, સારથી એપાર્ટમેંટ, મુસા સુરાગ દરગાહ સામે, શાહીબાગ, અમદાવાદ-380004. અભ્યાસ=બી.એસ.સી. વ્યવસાય=સમાજસેવા. મો.નં=9898650180. પ્રકાશિત પુસ્તકો= ઇ.સ.1986માં ’મશાલ’ કાવ્યસંગ્રહ; ઇ.સ.1986માં ‘બામણવાદની બારાખડી’ શેરીનાટક, ઇ.સ.2005માં ‘ભગવા નીચે લોહી’ સંશોધન. અને અન્ય બે પુસ્તકોમાં એક ભીમ ડાયરી (સંપાદન) ડો.બાબાસાહેબ આંબેડકરની ચિંતનકણિકાઓનો સંચય, અને ‘Blood Under saffron’ (Research) વિશેષ=’રાજુ સોલંકીનો દલિત સાહિત્યમાં પ્રવેશ ઇ.સ.1981ની આસપાસ થયો, ગુજરાતી દલિત સાહિત્યમાં પ્રવેશતાં જ તેમના પરંપરાભંજક વિચારોને કારણે સતત તેઓ ધ્યાન દોરતાં રહ્યાં છે. ઇ.સ.1986માં પ્રગટ થયેલા તેમનાં કાવ્યસંગ્રહ ‘મશાલ’ની રચનાઓ જોતાં આ વાતની પ્રતીતિ થયા વિના રહેશે નહિં. સામાજિક વિષમતા અને તે સામેનો મુખર નહીં પરંતું; સૂક્ષ્મ આક્રોશ એમની કવિતાઓમાં ડોકાય છે. ‘બામણવાદની બારાખડી’ નામનાં શ્રી નાટકે ખાસ્સી એવી ચર્ચા જગવી હતી. સાહિત્ય ઉપરાંત તેમનું મહત્વનું કાર્ય સમાજ-ઘડતર રહ્યું છે. નાની ઉંમરથી જ સમાજસેવી રહ્યાં છે. આ દષ્ટિએ જોઇએ તો તેઓ દલિત સમાજનાં વિકાસમાં પાયાના કાર્યકર તરીકે ઉભરી આવ્યાં છે. કર્મશીલ તરીકે એમની ગણના ઘણાં કારણોસર થતી રહી છે. એમણે ડો.બાબાસાહેબ આંબેડકરનાં ગુજરાત સ્રકાર દ્વારાં પ્રકાશિત ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. તો ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓએ છ રાજ્યોમાં મુસ્લિમોની સામાજિક-આર્થીક પરિસ્થિતિનું સર્વેક્ષણ કરેલું. તેમાં ગુજરાતનાં ટીમ લીડર તરીકે રાજુ સોલંકીએ સેવાઓ આપેલી. બનાસકાંઠા દલિત સંગઠનનાં મુખપત્ર ‘દલિત અધિકાર’નું એમણે સંપાદન પણ કરેલું. સમાજસેવા એમનું મહત્વનું પ્રેરકબળ હોઇ, એ ક્યારેય જંપીને બેસતાં નથી. હમણાં તીસરી આઝાદી સંમેલનનાં આયોજનમાં એ વ્યસ્ત છે. દલિત સમાજનાં બાળકોમાં શૈક્ષણિક સ્તરે પાયાનું ઘડતર થાય તેવી પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા એ કાર્યરત છે. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2 (વર્ષ:4 અંક:11. સળંગ અંક:47, સપ્ટેમ્બર:2010.-માંથી સાભાર) ===================================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા