ગુજરાતી દલિત કવિશ્રી નિલેશ કાથડ.(જૂનાગઢ)
ગુજરાતી દલિત કવિશ્રી નિલેશ કાથડ.(જૂનાગઢ) જન્મસ્થળ=1 જૂન ઇ.સ.1959. જન્મસ્થળ=દડવા (તા.માણાવદર. જિ.જૂનાગઢ) વતન=દડવા. હાલનું સરનામું=દુર્વેશનગર સોસાયટી, બ્લોકનંબર-14, સરયુ એપાર્ટમેંટની બાજુમાં, જૂનાગઢ. 362001. વ્યવસાય=ભારતીય સ્ટેટ બેંક, મેનેજરશ્રી. સંપર્કસૂત્ર= મો.94261-69988 (ઘર) 0285-2627761. પ્રકાશિત પુસ્તકો. (1) ‘બોંસાઇ’ લઘુકથા સંગ્રહ-ઇ.સ.1984. (2) ‘એકલવ્યનો અંગૂઠો’ દલિત કાવ્યસંગ્રહ ઇ.સ.1987. (3) ‘અગ્નિકણ’ દલિત કાવ્યસંગ્રહ ઇ.સ.1999. (4) ‘ચૂંટણી સંકલન’ ઇ.સ.2006. (5) ‘દલિત આત્મકથન’ પ્રકાશ્ય (ટૂંક સમયમાં પ્રગટ થશે.) (6) ‘આર્તનાદ’-દલિત કવિતાસંગ્રહ – પ્રકાશ્ય. મળેલાં પારિતોષિક= (1) ભૂજ પમરાટ સાહિત્ય વર્તુળ દ્વારાં આયોજિત લઘુકથા સ્પર્ધામાં બીજો ક્રમાંક. (2) ‘હયાતી’ સામયિક વર્ષ 2000-‘01માં છપાયેલી દલિત કવિતાને ‘હયાતી કેશરશિવમ’ પુરષ્કાર (3) ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારાં સન્માનિત-2000. (4) દલિત શક્તિ મહાસંમેલન દ્વારાં સન્માનિત-2005 (સામાજિક) (6) દલિત યુવા સંગઠન દ્વારાં સન્માનિત-2003 (સામાજિક) વિશેષ નોંધ=શ્રી નિલેશ કાથડ મુખ્યત્વે કવિ જીવ છે. એમની કાવ્યસાધના અનામત વિરોધી તોફાનો પછી થઇ. એમણે ઇ.સ.1984 ‘બોંસાઇ લઘુકથા’ નામનું સંપાદન પણ કરેલું. ‘અગ્નિકણ’ એમનો કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહની રચનાઓએ સારું એવું ધ્યાન ખેંચેલું. ઇ.સ.1987માં એમણે ગુજરાતી દલિત સાહિત્યની મહત્વની કૃત્તિઓનું ‘એકલવ્યનો અંગૂઠો’ નામે સંપાદન કરેલું. આ સંપાદન પછી ગુજરાતી દલિત સાહિત્યમાં શ્રી નિલેશ કાથડ પ્રકાશમાં આવ્યાં.. શ્રી નિલેશ કાથડ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી જોડાયેલાં છે. એ અત્યારે ભારતીય સ્ટેટ બેંકમાં મેનેજર કક્ષાનાં અધિકારી તરીકે ફરજો બજાવે છે. બેંકની નોકરીની સાથોસાથ સાહિત્યસર્જન કરવું તે સહેલી વાત નથી. છતાં તેઓ અવાંતરે જુદાં જુદાં સામયિકોમાં પોતાની દલિત કવિતાઓ પ્રસિધ્ધ કરતાં રહ્યા છે. છેલ્લાં વર્ષોમાં એમની દલિત કવિતા સૂક્ષ્મતંતુઓ સાથે સંધાન રચીને બાજા દલિત કવિઓની રચનાઓથી જુદી પરિપાટી ઉપર વિહરી રહી છે. એમની અવિતાઓમાં સમાજની અનેક સમસ્યાઓને એ જુદાં દષ્ટિકોણથી જુએ છે એટલે તો એમની કવિતાઓમાં સમાજની ના રહેતાં તીક્ષ્ણ રુપે પ્રગટ થઇને અપીલ કરે છે. સામાજિક સમતામૂલક સમાજરચનાની રગેરગ પારખીને તેનાં વિવિધ રુપને એ પ્રગટાવે છે. એ સાંપ્રત સમસ્યાઓને સીધેસીધા કવિતામાં આકારતા નથી. પણ તેનાં એકાદ અંશને સ્પર્શીને જે સંવેદન પ્રગટાવે છે તે આપણને નોખું લાગે છે, એટલે તો એમની શબ્દની સાધના શ્રી જોસેફ મેકવાનને રળિયાત લાગે છે. શ્રી જોસેફ મેકવાન એમની કવિતાનું મૂલ્યાંકન કરતાં કહે છે :’જેમ કારગીલ સરહદે આપણાં બહાદુર જવાનો બંદૂકોની ધડપડાટી બોલાવે છે, આવી સાહિત્યિક કૃતિઓ દલિત સમાજનો બહુમૂલ્ય વારસો પુરવાર થશે..’ જૂનાગઢમાં મહોલ્લામાં સુપ્રસિધ્ધ ગઝલકાર શ્યામ સાધુનું નિવાસ સ્થાન હતું. તેની બાજુનાં વિસ્તારમાં જ શ્રી નિલેશ કાથડનું પન નિવાસ સ્થાન છે. એટલે શ્રી નિલેશ કાથડ શ્યામ સાધુનાં નજીકનાં પરિચયમાં છે. એમનાં પહેલાં કાવ્યસંગ્રહ ‘અગ્નિકણ’ વિશે શ્યામ સાધુ કહે છે; “ ‘અગ્નિકણ’ કવિતાસંગ્રહ જોતાં સુંદરતા-રૌદ્રતાનાં મુખ પરથી પસાર થયાની લાગણી માણી, શબ્દની અસ્પૃશ્યતાની વ્યંજના જ્યાં જ્યાં ભાવકને સ્પર્શે છે, ત્યાં આ સંગ્રહની કવિતાઓ સાદ્યંત દલિત કવિતાઓની છડી પોકારે છે....’ તો પ્રસિધ્ધ વિધ્વાન વિવેચકશ્રી ભી.ન.વણકરસાહેબને ‘અગ્નિકણ’ની કવિતાઓમાં નવયુગની આબોહવાનું સ્વાનુભૂત સંવેદન છલકાઇ ઉઠતું જણાયું છે. જેમાં એમને સચ્ચાઇનો રણકો દેખાયો છે. શ્રી નિલેશકાથડ ‘અગ્નિકણ’ (ઇ.સ.1999) પછી ખૂબ જ ધીમી ગતિએ કવિતાઓ લખે છે. પરંતુ, તેમની કવિતાઓમાં જુદાં જુદાં પ્રકારની તાકાત વરતાય છે. એમનો બીજો કાવ્યસંગ્રહ ‘આર્તનાદ’ પ્રગટ થવાની તૈયારીમાં છે ત્યારે કહેવું હોય તો એમ કહી શકાય કે તે સંગ્રહમાં આપણને એક સજ્જ દલિત કવિનો પરિચય મળશે.. લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:5 અંક:8 સળંગ અંક:56, જૂન:2011.-માંથી સાભાર) ==========================
Comments
Post a Comment