ગુજરાતી દલિત કવિશ્રી પુરુષોતામ જાદવ

શ્રી પુરુષોત્તમ જાદવ. જન્મતારીખ-11 ડિસેમ્બર ઇ.સ.1960. જન્મસ્થળ-અમદાવાદ, વતન-જામળા(જિ.મહેસાણા) હાલનું સરનામું=’ઇલાનિકેતન’ 1245/2 સેકટર-4/સી. ગાંધીનગર-382006. અભ્યાસ-બી.એ. વ્યવસાય-સચિવાલય ગાંધીનગર ખાતે સરકારી ઓફિસરશ્રી. સંપર્ક-મો.93271-79557. પ્રકાશિત પુસ્તકો= બે કાવ્યસંગ્રહો થાય એટલાં કાવ્યો પ્રગટ, દલિત સાહિત્યને લગતાં અનેક લખાણો પ્રગટ થયાં છે, પ્રથમ પુસ્તક ક્યારે પ્રગટ તાય તે નક્કી નહીં, પણ શ્રી પુરુષોત્તમ જાદવ પોતાની દલિત કવિ અને લેખક તરીકે આગવી ઓળખ ઉભી કરી શક્યા છે.. વિશેષ નોંધ=પુરુષોત્તમ જાદવ મુખ્યત્વે કવિજીવ છે. સમાજમાં થતાં અભ્યાયો સામે પ્રતિકાર રુપે એમનામાં દલિત કવિતા જન્મી છે. ઇ.સ.1981 તથા ઇ.સ.1985માં અનામત વિરોધી તોફાનોવખતે જ એમણે દલિત કવિતાઓ લખવાની શરુઆત કરેલી, ઇ.સ.1985માં એમણે પ્રથમ દલિત કવિતા ‘દિશા’ સામયિકમાં પ્રસિધ્ધ કરી. આ પ્રથમ કવિતાથી જ પુરુષોત્તમ જાદવની ઓળખ સ્થાપિત થઇ ગઇ હતી. એક હોનહાર દલિત કવિ દલિત કવિતાને મલ્યો. ઇ.સ.1985 પછી સંજોગોવશાત વધુ દલિત કવિતાઓ લખી શક્યા નહીં, ઇ.સ.1994માં સુધી એમણે વિરામ કર્યો. ઇ.સ.1994 પછી એમની કાવ્યધારા અસ્ખલિત વહેતી રહી છે. અનેક ઉત્તમ પ્રકારની દલિત કવિતાઓ લખી તેઓ સતત ધ્યાન ખેંચતા રહ્યા છે. કોલેજકાળ દરમિયાનથી એમનાં અંતરમાં સાહિત્યનાં બીજ રોપાયાં હતાં. ઇ.સ.1979માં કોલેજકાળ દરમિયાન એમણે લલિત કવિતાનો કક્કો ઘૂંટેલો. ઇ.સ.1981માં એમનું પહેલું લખાણ નિબંધ સ્વરુપે પ્રગટ્યું, જે ગુજરાત કોલેજનાં મુખપત્ર ‘વિદ્યાવિકાસ’માં પ્રથમ સ્થાન પામ્યું. પુરુષોત્તમ જાદવનું જીવન અમદાવાદની ચાલીમાં પસાર થયેલું. દલિતોની અનેક પેટાજાતિઓ વચ્ચે એ ઉછેર્યા છે, જેથી એમનામાં જાતિગત ભેદભાવ જરાય નથી. એટલે તો તેઓ કવિતાઓ દ્વારાં સમાનતાનો હક માગે છે. પુરુષોત્તમ જાદવ ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને વરેલાં છે. ડો.બાબાસાહેબ આંબેડકસાહેબે ચિંધેલાં માર્ગે ચાલતાં એ સહેજે અચકાતા નથી. પુરુષોત્તમ જાદવે દલિત કવિતાની વિવિધ છટાઓ દ્વારાં દલિત કવિતાને નવો રાહ ચીંધ્યો છે. બે કાવ્યસંગ્રહ થાય એટલી કવિતાઇ પ્રગટ કર્યા છતાંયે એ હજી કાવ્યસંગ્રહ કરવા જેટલી ધીરજ ગુમાવી બેઠા નથી. એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થશે ત્યારે સાચે જ દલિત કવિતામાં નવા પ્રાણ સીંચશે. એમનાં કવિશબ્દમાં જબરજસ્ત તકાત છે આ કવિ શબ્દરુપે અન્યાય કરનારને વીંધી નાંખે છે, એટલે તે એ કહે છે : ‘ભલે મારી પાસે બંધૂક નથી, પણ કવિતા તો છે’. આવા વિલક્ષણ અને અનેક પ્રકારની શક્યતાઓ ધરાવતાં દલિત કવિને સાહિત્ય પરમારની ‘વ્યથાપચ્ચીસી’ કાવ્યસંગ્રહ અને લક્ષ્મણ ગાયકવાડની ‘ઉચલ્યા’ (ઉઠાવગીર) કૃતિઓ ગમે છે. દલિત સાહિત્યકારોમાં મોહન પરમાર અને નીરવ પટેલ એમનાં ગમતાં સાહિત્યકારો છે. લલિત સાહિત્યકારમાં હજી પુરુષોત્તમ જાદવને ગમે તેવો સાહિત્યકાર પેદા થયો નથી. અગાઉ કહ્યું તેમ પુરુષોત્તમ જાદવનો ઉછેર દલિત-મુસ્લિમ મિશ્રિત વાતાવરણમાં થયેલો છે. તેમણે અનુભવ્યું છે કે મુસ્લિમો દલિતો પ્રત્યે ભેદભાવ રાખતાં નથી, મુસલમાનોએ દલિતોને ડરાવ્યાં હોય એવું એમનાં સ્મરણમાં નથી. વિશેષમાં ‘પગનું કાં’ક કરો’ એમની જાણીતી અને ઉત્તમ રચના છે. આ રચના દ્વારાં પુરુષોત્તમ જાદવ વિવિધ રુચિઓ ધરાવતાં સાહિત્ય રસિકોમાં પોખાયા. દિવંગત શ્રી જયંત કોઠારીએ ઉક્ત કવિતા સંદર્ભે પત્રમાં ભરપેટ વખાણ કરેલાં. તો દિવંગત શ્રી દિગીશ મહેતાએ પત્રમાં કાવ્યમાંના કેટલાંક શબ્દોનાં અર્થ પૂછ્યાં હતાં. અને આ કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ કરી ઇંટરનેટ પરની કાવ્ય સ્પર્ધામાં પણ મૂક્યું હોવાની કવિને જાણ કરેલી.. આવા હોનહાર દલિત કવિ શ્રી પુરુષોત્તમ જાદવ વિશે તો ઘણું કહી શકાય તેમ છે એમની કાવ્યરચનાઓ ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. તે ક્યારેય મૂરઝાય નહીં તેવી ‘દલિતચેતના’ અપેક્ષા રાખે છે. હવે સત્વરે એમનો કાવ્યસંગ્રહ ગુજરાતી દલિત સાહિત્યમાં અવતરે તેવી અપેક્ષા છે.. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક:9 સળંગ અંક:69, જુલાઇ:2012.-માંથી સાભાર)

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા