દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર.
દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર.
ઉપનામ.... ‘પથિક’
સાહિત્યિક નામ.. ડો.પથિક પરમાર.
જન્મ તારીખ.. તા.૧૫/૦૬/૧૯૫૪.
અભ્યાસ.. (૧) બી.એ.(ઇ.સ.૧૯૭૯) સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ.
(૨)એમ.એ.(ઇ.સ.૧૯૮૧) ભાવનગર યુનિ.માં પ્રથમ
કવિશ્રી નાનાલાલ પારિતોષિક વિજેતા.
(૩) પીએચ.ડી. (ઇ.સ.૧૯૯૦) માર્ગદર્શક ડો.જયંત વ્યાસ.
વિષય: “સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત:સ્વરુપ અને વિકાસ.”
પેટા તિજોરી કચેરી, ગઢડા.(ઇ.સ.૧૯૮૧થી )
જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર.(ઇ.સ.૧૯૮૨થી.)
પેંશન & પ્રોવિડંડ ફંડ કચેરી, અમદાવાદ.(ઇ.સ.૧૯૮૭થી.)
શ્રીમતી વી.પી.કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, ભાવનગર.(ઇ.સ.૧૯૮૮થી.)
લેખનકાર્ય... ઇ.સ.૧૯૭૨થી...
કાવ્યસંગ્રહો..
‘ઝંખના પથિકની’ (ઇ.સ.૧૯૭૩) ‘દ્વિદલ’ (ઇ.સ.૧૯૭૮)
‘વત્તા’ (ઇ.સ.૧૯૮૧) ‘પ્રત્યંત’ (ઇ.સ.૧૯૯૨)
વિવેચન ગ્રંથ..
‘પ્રતીત’ (ઇ.સ.૧૯૮૮) ‘હરીશ મંગલમ’ (ઇ.સ.૧૯૮૯) ‘ગંતવ્ય’ (ઇ.સ.૧૯૯૦)
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત:સ્વરુપ અને વિકાસ’ (ઇ.સ.૧૯૯૪)
‘લોકરાજ’ દૈનિકપત્ર, ભાવનગરમાં સાપ્તાહિક વિભાગ ‘રંગત’ (ઇ.સ.૧૯૭૨-૭૩.)
‘પગદંડી’ દૈનિકપત્રમાં ઇ.સ.૧૯૯૧થી ઇ.સ.૧૯૯૬ સુધી ‘સાહિત્ય દર્પણ’ કોલમ.
સાહિત્ય-જ્યોત’ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ.(ઇ.સ.૧૯૭૩થી.)
‘આંકૃતિ આશ્રમ’ ના કંવીનર(ઇ.સ.૧૯૭૮થી ઇ.સ.૧૯૮૧)
‘સાહિત્ય-સંગમ’ ભાવનગરના કારોબારી સભ્ય. ‘કાવ્ય ગોષ્ઠિ’ અમદાવાદના સભ્ય.
‘ગુજરાત દલિત સાહિત્ય અકાદમી’ - અમદાવાદના સભ્ય.
‘દલિત સાહિત્ય અકાદમી’ - ભાવનગર શાખાના પ્રમુખ.
અર્પણ’ માસિક (સુરત) યોજિત વાર્તા સ્પર્ધામાં ‘એક ભૂલ અનેક ગુનેગાર’
પ્રથમ. ઇનામ (ઇ.સ.૧૯૭૬)
લાયંસ કલબ, શામળદાસ કોલેજ, ગોસળિયા મહિલા કોલેજ, ભાવનગર યોજિત નિબંધ
સ્પર્ધામાં ‘શરદબાબુની મારી પ્રિય રચના’ ને દ્વિતિય પારિતોષિક.
કોમર્સ કોલેજ, ભાવનગર યોજિત ભરત શુક્લ પાદપૂર્તિ સ્પર્ધામાં ‘બોલવાની છૂટ’ ગઝલને
તૃતીય પારિતોષિક.
શામળદાસ કોલેજ યોજિત વાર્તાસ્પર્ધામાં ‘ઉઘાડા પગ’ વાર્તાને ચતુર્થ પારિતોષિક.
‘પ્રખર’ માસિક (મુંબઇ) માં પ્રગટ શ્રેષ્ઠ કૃતિ તરીકે ‘તો ખરા’ ગઝલને પ્રથમ પારિતોષિક.
‘કવિ’ દ્વિમાસિક (લુણાવડા) ફેબ્રુ.ઇ.સ.૧૯૮૪ના અંકની શ્રેષ્ઠકૃતિ તરીકે ‘પરબીડિયું’ ગીતને દ્વિતિય પારિતોષિક.
દલિત કવિતા કેન્દ્ર (અમદાવાદ) દ્વારા ‘ગોકુલ ગામ અને કાનિયો’ ગીતને પ્રથમ પારિતોષિક. તારીખ.૧૪/૨/૧૯૮૮. સાભાર સાથ સંદર્ભ-‘દલિતચેતના’ સંકલનકર્તા=પ્રો.ડો.રમેશ સાગઠિયા
Comments
Post a Comment