ડો.કલ્યાણ વૈષ્ણવ - દલિત સાહિત્યકારશ્રી
ડો.કલ્યાણ વૈષ્ણવ. જન્મતારીખ=1 જૂન ઇ.સ.1955. જન્મસ્થળ=બેટાવાડા તા.કપડવંજ જિ.ખેડા. હાલનું સરનામું=120/2 સેકટર-6બી, ગાંધીનગર-382006. અભ્યાસ=એમ.એ./પીએચ.ડી. (હિન્દી) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર (એમ.એન.કોલેજ, વિસનગર) સંપર્ક=97259-56490. પ્રકાશિત પુસ્તકો= (1) ‘આંખ’ (દલિત કાવ્યસંગ્રહ) (2) ‘અકબંધ આકાશ’ (કાવ્યસંગ્રહ) (3) ‘નરેશ મહેતા કે કાવ્ય કા અનુશીલન’ (પીએચ.ડી.થિસીસ પુસ્તક રુપે) પારિતોષિક= (1) ‘ભારત શિક્ષારત્ન એવોર્ડ’ દિલ્હી ડિસેમ્બર-2012. (2) ‘હિન્દી સાહિત્ય અકાદમી’ –રાજસ્થાન. (3) ‘હિન્દી સાહિત્ય અકાદમી’-મધ્યપ્રદેશ. નોંધ= ડો.કલ્યાણ વૈષ્ણવ હિન્દીનાં અધ્યાપક તરીકે વિસનગરની સરકારી એમ.એન.કોલેજમાં વર્ષોથી અધ્યાપન કાર્ય કરે છે. ડો.વૈષ્ણવ વર્ષોથી કવિતાઓ લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ’ ઇ.સ.2003માં સંગ્રહસ્થ થાય છે. ત્યારે તેમની કવિતામાં રહેલું વિત્ત ઘણાં જ દલિત વિવેચકોને પારખેલું. કવિશ્રી ભી. ન.વણકરે ‘આંખ’ની પ્રસ્તાવના લખીને ડો.કેકે.વૈષ્ણવને કવિતાઓને સુપેરે ખોલી આપી હતી. કવિશ્રીને નાનપણથી ઘણી જ આપદાઓ વેઠવી પડેલી છે. ધનાભગત તરીકે ઓળખાતા દાદાજીનાં ઘેર સમાજનાં લોકોની આવજા રહેતી. ગોર મહારાજ, વહીવંચા...